ફ્લાયદુબઇએ દુબઇ એરપોર્ટ્સ દ્વારા અગાઉ જેની જાહેરાત કરી તેવા નવીનીકરણ (રિફર્બિશમેન્ટ) પ્રોજેક્ટ દરમિયાન મુસાફરોને મુસાફરીના વધુ વિકલ્પો પૂરા પાડવા માટે પસંદગીના ડેસ્ટીનેશન્સ સુધી ફ્લાઇટ્સનું દુબઇ વર્લ્ડ સેન્ટર્લ (ડીડબ્લ્યુસી)થી સંચાલન કરશ તેવી ઘોષણા કરી છે. આ પુનઃવસન પ્રોજેક્ટ 9 મેથી 22 જૂન 2022 સુધી ચાલવાની શક્યતા છે.
ફ્લાયદુબઈ મુસાફરોની મુસાફરી યોજનાઓમાં ન્યૂનતમ વિક્ષેપ સુનિશ્ચિત કરવા માટે નવીનીકરણ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન DWCથી 34 સ્થળો માટે ફ્લાઇટ્સનું સંચાલન કરશે. DWC પર, મુસાફરો ફ્લાયદુબઈ દ્વારા ઓફર કરવામાં આવતી તમામ અનુકૂળ મુસાફરી સેવાઓનો લાભ મેળવાવનું ચાલુ રાખશે. આ સમયગાળા દરમિયાન આમાંથી પાંચ સ્થળોની ફ્લાઇટ્સ પણ DXB પરથી ઉપલબ્ધ થશે. દુબઈ ઈન્ટરનેશનલ (DXB) ખાતેના ટર્મિનલ 2 અને ટર્મિનલ 3 થી ફ્લાયદુબઈના અન્ય તમામ સ્થળોની ફ્લાઈટ્સનું સંચાલન ચાલુ રહેશે.
આ ઘોષણા પર ટિપ્પણી કરતાં, ફ્લાયદુબઈના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર, ગૈથ અલ ગૈથએ કહ્યું: “જેમ કે આપણે 2019માં જોયું તેમ, રનવે એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ્સ દુબઈ માટે લાંબા ગાળાના વિઝનને સમર્થન આપવાનું ચાલુ રાખે છે કારણ કે તે વિશ્વના અગ્રણી ઉડ્ડયન કેન્દ્રોમાંના એક તરીકેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. અમે નોર્ધન રનવે રિફર્બિશમેન્ટ પ્રોગ્રામની પૂર્ણતા અને તે અમારા ઘર એવા દુબઈ ઇન્ટરનેશનલ (DXB) લાવશે તેવી કાર્યક્ષમતાની રાહ જોઈ રહ્યા છીએ. ફ્લાયદુબઇની ફ્લાઈટ્સ DWC થી પસંદગીના સ્થળો માટે કાર્યરત છે, અમે અમારા મુસાફરોને અમારા નેટવર્ક પર ઓછામાં ઓછા વિક્ષેપ સાથે મુસાફરી કરવા માટે શક્ય તેટલી વધુ પસંદગી પ્રદાન કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ કારણ કે વધુ દેશો મુસાફરી માટે ખુલી રહ્યા છે.”
રનવે રિફર્બિશમેન્ટ પ્રોજેક્ટ દરમિયાન ફ્લાયદુબઈના 95થી વધુ ડેસ્ટીનેશન્સના નેટવર્કમાંથી 34 ગંતવ્યોની ફ્લાઈટ્સ DWCથી ઓપરેટ થશે જેમાં અદીસ અબાબા, બહેરીન, દિલ્હી, જેદ્દાહ, કુવૈત, મુંબઈ, મસ્કત અને રિયાધની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. 22 જૂન 2022ના રોજ રનવે રિફર્બિશમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ, ફ્લાયદુબઈ દુબઈ ઈન્ટરનેશનલ (DXB)થી તમામ સ્થળો માટે તેની ફ્લાઈટ્સ ફરી શરૂ કરશે.
મુસાફરોને તેઓની પાસે સાચી માહિતી છે તેની ખાતરી કરવા માટે તેઓ મુસાફરી કરતા પહેલા તેમના ડિપાર્ચર અને એરાઇવલ એરપોર્ટની તપાસ કરે તેવી સલાહ આપવામાં આવે છે. આ માહિતી flydubai.com પર ઉપલબ્ધ છે, flydubai.com પર મેનેજ બુકીંગ સેકશન ઉપલબ્ધ છે અને બુકિંગ કન્ફર્મેશન પર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવશે. જે મુસાફરોએ બુકિંગ રાખ્યું છે અને જેની પર અસર થઇ હોય તેમને વધુ વિગત સાથે એરલાઇન દ્વારા સંપર્ક કરવામાં આવશે.
DWCથી મુસાફરી કરતા મુસાફરો એરપોર્ટ પર મફત પાર્કિંગની સવલત પ્રાપ્ત કરશે. વધુમાં, રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (આરટીએ) DXB અને DWC ખાતેના તમામ ટર્મિનલ્સ વચ્ચે દર 30 મિનિટે મફત બસ સેવા પ્રદાન કરશે.
નોર્ધન રનવે રિફર્બિશમેન્ટ પ્રોજેક્ટ (09 મે થી 22 જૂન 2022 સુધી) દરમિયાન DWCથી કાર્યરત સ્થળોની યાદી. આ સમયગાળા દરમિયાન સ્ટાર સાથે ચિહ્નિત થયેલ ડેસ્ટીનેશન્સ સ્થાનો માટેની ફ્લાઇટ્સ DXB અને DWC બંનેથી ઉપલબ્ધ રહેશે.
એડિસ અબાબા | અમદાવાદ | એલેક્ઝાન્ડ્રિયા* | અલુલા |
બહેરીન | ચટ્ટોગ્રામ | ચેન્નાઈ | દિલ્હી |
દમ્મામ | ઢાકા | દોહા | એન્ટેબે* |
ફૈસલાબાદ | હૈદરાબાદ | જેદ્દાહ | કરાચી |
કાઠમંડુ* | ખાર્તુમ* | કોચી | કોલકાતા |
કોઝિકોડ | કુવૈત | લખનૌ | મદીના |
મશહાદ* | મુલતાન | મુંબઈ | મસ્કત |
નજફ | ક્વેટા | રિયાધ | સલાલાહ |
સિયાલકોટ | યાનબુ |
ડેસ્ટીનેશન્સની યાદી આલ્ફાબેટીકલ ક્રમમાં આપવામાં આવી છે.
મુસાફરોએ એ ખાતરી કરવાની જરૂરિયાત રહેશે કે તેઓ તેમની આખી મુસાફરી માટે IATA Travel Centre અને IATA destination trackerના નિયમોથી સજ્જ છે અને સત્તાવાળાઓ અને એરલાઇન દ્વારા જારી કરાયેલ માર્ગદર્શનનું પાલન કરે છે. તેઓ વધુ માહિતી માટે flydubai.com પર COVID-19 information hubની મુલાકાત પણ લઈ શકે છે.
ફ્લાઈટ્સ flydubai.com પર, અધિકૃત ફ્લાયદુબઈ એપ્લિકેશન, દુબઈમાં કોલ સેન્ટર (+971) 600 54 44 45 પર, ફ્લાયદુબઈ ટ્રાવેલ શોપ્સ પર અથવા અમારા પ્રવાસ ભાગીદારો દ્વારા બુક કરવા માટે ઉપલબ્ધ છે.
સંપૂર્ણ સમયપત્રક અને ભાડા માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.flydubai.com/en/plan/timetable