2022ના આખા વર્ષના એરલાઇનની ઘોષણા પર ટિપ્પણી કરતા, ફ્લાયદુબઇના ચેરમેન માનનીય (હિઝ હાઇનેસ) શેખ એહમદ બીન સૈયદ અલ મક્તૌમએ જણાવ્યું હતુ કે:
“ફ્લાયદુબઇનું 2022નું પર્ફોમન્સ પડકારજનક સમયમાં કેરિયરના મજબૂત કારોબારનું તેમજ તેની સ્વીકાર્યતા અને ચોક્સાઇનું પરિણામ છે જેણે દુબઇના ઉડ્ડયન હબની સફળતામાં મહત્ત્વના યોગદાનકર્તા તરીકે તેની સ્થિતિને નક્કર બનાવી છે.
ફ્લાયદુબઇ તેના ખર્ચ અને ઓપરેશનલ કાર્યક્ષમતાને જાળવવામાં પ્રતિબદ્ધ રહી છે અને છેલ્લા બે વર્ષથી તેના કાર્યદળમાં વધારો કરી રહી છે. તેનો અર્થ એ કે કેરિયર વધતી જતી માગને સંતોષવા અને દુબઇના ઝડપી સુધારાને ટેકો આપવા માટેની ત્વરીતતા દર્શાવે છે. ફ્લાયદુબઇનું રોગચાળાના પ્રારંભથી લઇને નફાકારકતાનું સતત બીજુ વર્ષ તી કુશળ ટીમના અપવાદરૂપ યોગદાન અને તે કામ કરે છે તેવા સકારાત્મક વાતાવરણનું પ્રમાણ છે, જે વૃદ્ધિ અને સફળતા માટે ફળદાયી છે. ઉડ્ડયન ક્ષેત્રની સતત વૃદ્ધિમાં ફ્લાયદુબઇ જે ભાગ ભજવે છે તેમાં મહત્ત્વની ભૂમિકા બજાવશે તેની હું આશા રાખુ છે જે દુબઇના આર્થિક એજન્ડા D33ને સાકાર કરવામાં મુખ્ય ચાલક છે.”
ફ્લાયદુબઇના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર ગૈથ અલ ગૈથએ 2022ના વાર્ષિક પરિણામો વિશે ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે:
અમને દુબઈ દ્વારા પ્રદાન કરવામાં આવતી સુંદર તકોનો વહેલાસર ખ્યાલ આવી ગયો હતો અને એકવાર પ્રવાસની માંગ પરત ફર્યા પછી અમે અમારી કામગીરીને વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરતા રહ્યા હતા અને તૈયાર છીએ. અમારા સ્થિતિસ્થાપક નાણાકીય વલણે અમને સકારાત્મક રોકડ પ્રવાહ જાળવવા સક્ષમ બનાવ્યા અને રોગચાળા દરમિયાન અમને ઉપલબ્ધ સરકારી સહાયની જરૂર પડી ન હતા. 2022એ અપવાદરૂપ વર્ષ રહ્યુ હતુ, જે એક્સ્પો 2020ના છેલ્લા કેટલાક મહિનાઓ અને અભૂતપૂર્વ પ્રયાસો દ્વારા આવેલી ઝડપી માંગ સાથે દોહામાં વર્લ્ડ કપની મુસાફરીને સમર્થન આપવા સાથે પૂર્ણ થયુ હતુ, ઇંધણની કિંમતોમાં થતી સતત વધઘટ, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ, વધતી જતી વૈશ્વિક ફુગાવો અને ભૌગોલિક રાજકીય અશાંતિ દ્વારા વર્ગીકૃત થયેલ પડકારજનક સમયને પસાર કરતા ગયા વર્ષના અમારા મજબૂત પ્રદર્શનને માઠી અસર થઇ ન હતી. અમારા નક્કર ખર્ચ નિયંત્રણ પગલાં, નેટવર્ક ઑપ્ટિમાઇઝેશન, મજબૂત ઉપજ અને અમારા બોઇંગ 737 MAX એરક્રાફ્ટના કાફલાની નોંધપાત્ર ઇંધણ કાર્યક્ષમતાઓએ આ ઐતિહાસિક નાણાકીય કામગીરીમાં ફાળો આપ્યો છે.
અમારા નેટવર્ક, કાફલો, કાર્યબળ અને કામગીરી નવી ઊંચાઈએ પહોંચતા જોઈને મને ગર્વ છે. આ બધું દુબઈ અને UAEના નેતૃત્વના અતૂટ વિઝન અને ફ્લાયદુબઈમાં દરેકની મહેનત અને સમર્પણને કારણે છે.”
ખર્ચ અને આવક પર્ફોમન્સ
EBITDAR[1]: વાર્ષિક આવકના 28% પ્રાપ્ત કરવામાં આવી હતી.
ક્લોઝીંગ કેશ અને રોકડ સમકક્ષની સ્થિતિ: ભાવિ એરક્રાફ્ટ ડિલિવરી માટે ડિલિવરી પૂર્વેની ચૂકવણી સહિત, ગયા વર્ષના AED 3.8 અબજની સરખામણીમાં AED 4.3 અબજ છે.
ઇંધણ ખર્ચ: ગયા વર્ષે ઇંધણના ભાવમાં નોંધપાત્ર વધારો થવાને કારણે, કુલ વાર્ષિક ઓપરેટિંગ ખર્ચના 33.9% સાથે એરલાઇન માટે એકમાત્ર સૌથી વધુ ઓપરેટિંગ ખર્ચ છે. બોઇંગ 737 MAX એરક્રાફ્ટ અમારા વધતા કાફલામાં વધુ ઇંધણ કાર્યક્ષમતા લાવવાનું ચાલુ રાખશે.
ધિરાણ: 2022 દરમિયાન, ફ્લાયદુબઇએ વેચાણ અને લીઝબેક અને કોમર્શિયલ ડેટ ફાઇનાન્સિંગના સંયોજન દ્વારા 20 બોઇંગ 737 MAX એરક્રાફ્ટ અને 3 LEAP-1B એન્જિન માટે ધિરાણ સુરક્ષિત કર્યું હતુ.
નેટવર્ક વિસ્તરણ:ફ્લાયદુબઈએ 16 રુટ્સ શરૂ કર્યા હતા અને 114 નેટવર્ક સાથે વર્ષનો અંત આણ્યો હતો; જે દુબઈ સાથેના પ્રદેશમાં વંચિત બજારોમાંથી સીધી એરલિંકને મજબૂત કરવા માટે તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.
ફ્લાયદુબઈએ તેના સમગ્ર નેટવર્કમાં 10.6 મિલિયન મુસાફરોનું વહન કર્યું હતુ; જે 2021ની સરખામણીમાં 89%નો વધારો દર્શાવે છે. એરલાઈને તેના લોકપ્રિય મોસમી ઉનાળાના રૂટ પર માંગમાં વધારો અનુભવવાનું ચાલુ રાખ્યું છે: જેમાં બટુમી (BUS), બોડ્રમ (BJV), ડુબ્રોવનિક (DBV), ઈઝમિર (ADB), માયકોનોસ (JMK), સેન્ટોરિની ( JTR), Tivat (TIV) અને Trabzon (TZX)નો સમાવેશ થાય છે.
ફ્લાયદુબઈએ 46% મુસાફરો ફ્લાયદુબઈ નેટવર્ક સાથે અથવા અમીરાત સાથે તેના કોડશેર દ્વારા કનેક્ટ થતાં કનેક્ટિંગ ટ્રાફિકની 2021માં 34%ની સરખામણીમાં માગમાં વધારો અનુભવ્યો હતો; કાફલાનું કદ:ફ્લાયદુબઈએ 17 નવા એરક્રાફ્ટની ડિલિવરી લીધી હતી, જે એરલાઈનના ઈતિહાસમાં એક વર્ષમાં પ્રાપ્ત થયેલી વિક્રમી ડિલિવરી છે. પાછલા વર્ષની સરખામણીમાં તેના કાફલામાં 25% વધારો કરીને, એરલાઇન 74 એરક્રાફ્ટ: 32 નેક્સ્ટ-જનરેશન બોઇંગ 737-800, 39 બોઇંગ 737 MAX 8 અને 3 બોઇંગ 737 MAX 9 એરક્રાફ્ટ સાથે 2022નું વર્ષ પૂર્ણ થયુ હતુ. બે નેક્સ્ટ જનરેશન બોઇંગ 737-800 એરક્રાફ્ટ તેમના ઓપરેટિંગ લીઝના અંતે લિઝહોલ્ડર (પટેદારો)ને પરત કરવામાં આવ્યા હતા.
મુસાફરીની માંગમાં થયેલા વધારાને પહોંચી વળવા અને ક્ષમતા ઉમેરવા માટે, ફ્લાયદુબઈએ વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ચાર વેટ લીઝ્ડ એરક્રાફ્ટ માટે સ્માર્ટવિંગ્સ સાથે એરક્રાફ્ટ, ક્રૂ, મેન્ટેનન્સ એન્ડ ઈન્સ્યોરન્સ (ACMI) કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કેરિયર તેના નેટવર્કમાં 78 એરક્રાફ્ટનું વર્ષના અંત સુધીમાં સંચાલન કર્યુ હતુ.
નિભાવ અને એન્જિનિયરિંગ:ફ્લાયદુબઈએ એરલાઇનના બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટ માટે સી ચેક અને એન્ટ્રી-ટુ-સર્વિસ કરવા માટે જનરલ સિવિલ એવિએશન ઓથોરિટી (GCAA) પાસેથી તેની CAR-145 બેઝ મેન્ટેનન્સ મંજૂરી મેળવી હતી; એરલાઇનને ઓપરેશનલ અને ખર્ચ કાર્યક્ષમતાનો ઉમેરો કર્યો હતો. પ્રથમ C ચેક માર્ચ 2022માં અને પ્રથમ એન્ટ્રી-ઇન-ટુ-સર્વિસ એપ્રિલ 2022માં પૂર્ણ થયુ હતુ.
અમીરાત સાથે કોડશેર ભાગીદારી: નવેમ્બર 2022માં, અમીરાત અને ફ્લાયદુબઈએ તેમની વ્યૂહાત્મક ભાગીદારીના પાંચ વર્ષની ઉજવણી કરી હતી જેણે 11 મિલિયનથી વધુ મુસાફરોને 98 દેશોમાં 215 સ્થળોના સંયુક્ત નેટવર્ક પર અંતરાયમુક્ત કનેક્ટિવિટીનો આનંદ માણવા સક્ષમ બનાવ્યા છે.
મેચ ડે શટલ ફ્લાઈટ્સ: ફ્લાયદુબઈએ દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ (DWC) ખાતે છ એરક્રાફ્ટમાં સ્થાન મેળવ્યુ હતું અને 21 નવેમ્બરથી 19 ડિસેમ્બર 2022 સુધી DWC અને દોહા ઈન્ટરનેશનલ એરપોર્ટ (DIA) વચ્ચે 1,290 મેચ ડે શટલ ફ્લાઈટ્સનું સંચાલન કર્યું હતું. આ પ્રદેશમાં બે દેશો વચ્ચે અગાઉ ક્યારેય 30 જેટલા દૈનિક રિટર્ન આવ્યા નથી; વિશ્વ કપ 2022 દરમિયાન 171 રાષ્ટ્રીયતાનું પ્રતિનિધિત્વ કરતા 133,000થી વધુ ફૂટબોલ ચાહકોને અનુકૂળ મુસાફરી કરવા સક્ષમ બનાવે છે.
ભરતી: એરલાઇનના વિકાસને ટેકો આપવા માટે, 1,300 કર્મચારીઓ 2022માં ફ્લાયદુબઇમાં જોડાયા હતા; જેમાંથી 80% કેબિન ક્રૂ, એન્જિનિયર અથવા પાઈલટ છે. ફ્લાયદુબઈ દ્વારા કોઈપણ એક વર્ષમાં હાથ ધરવામાં આવેલી આ સૌથી મોટી ભરતી ઝૂંબેશ હતી. આ ઝીણવટભરી ફોરવર્ડ પ્લાનિંગ દ્વારા હાંસલ કરવામાં આવ્યું હતું અને તેને દુબઈ અને યુએઈમાં સ્થાનાંતરિત કરવાની ટોચની પ્રતિભાઓની ઈચ્છા તેમજ પડકારજનક સમયમાં રોજગાર જાળવી રાખવાના નિર્ણય માટે કેરિયરમાં તેમના વિશ્વાસ દ્વારા મદદ મળી હતી.
મહત્ત્વનું પર્ફોમન્સ અને ઓપરેશનલ આંકડાઓ
મહત્ત્વના પર્ફોમન્સ આંકડાઓ: | 31 ડિસેમ્બર 2022 માટેનો રિપોર્ટીંગ સમયગાળો | 31 ડિસેમ્બર 2021 માટેનો રિપોર્ટીંગ સમયગાળો |
કુલ વાર્ષિક આવક | AED 9.1 અબજ (2.5 અબજ ડોલર) | AED 5.3 અબજ (1.4 અબજ ડોલર) |
કુલ વાર્ષિક નફો | AED 1.2 અબજ (327 મિલીયન ડોલર) | AED 841 મિલીયન (229 મિલીયન ડોલર) |
કુલ રોકડ અસ્કયામતો, ડીલીવરી પૂર્વેની ચૂકવણીઓ સહિત | AED 4.3 અબજ | AED 3.8 અબજ |
RPKM[2] (% વૃદ્ધિ) | 77.4% | 88.7% |
ASKM[3] (મિલીયન) | 31,716 | 19,109 |
પેસેન્જરની સંખ્યા | 10.6 મિલીયન | 5.6 મિલીયન |
બેગેજ, કાર્ગો અને ઇનફ્લાઇટ વેચાણનો સમાવેશ કરતી આવકની % એન્સિલરી આવક | 9.0% | 11.3% |
કુલ વાર્ષિક ઓપરેટિંગ ખર્ચનું % ઇંધણ ખર્ચ | 33.9% | 21.9% |
કાફલાનું કદ | 74 | 59 |
સરેરાશ એરક્રાફ્ટનું આયુષ્ય | 4 વર્ષ અને 5 મહિના | 4 વર્ષ અને 11 મહિના |
ઓપરેટ કરાયેલ ફ્લાઇટની સંખ્યા | 86,843 | 48,554 |
કુલ કર્મચારીઓની સંખ્યા | 4,654 | 3,682 |
2023 માટે આઉટલૂક નિવેદન
ફ્લાયદુબઇના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર ગૈથ અલ ગૈથએ 2023ના આઉટલૂક નિવેદન પર ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે:
“દુબઈ એક મજબૂત અને વિકસતી અર્થવ્યવસ્થા સાથે વેપાર અને પર્યટન માટે સૌથી વધુ ઇચ્છનીય સ્થળો પૈકીનું એક છે, અને વધતી જતી વસ્તીને સેવા આપતું ઉડ્ડયન હબ છે. ઉડ્ડયન ઉદ્યોગને અસર કરતી હંમેશના અંતરાયો હોવા છતાં, અમારો વિકાસનો માર્ગ ટ્રેક પર રહે છે. ઉડ્ડયનમાં વૈશ્વિક નેતા તરીકે દુબઈની સ્થિતિને સમર્થન આપે છે.
2023માં અમે નવી ટેક્નોલોજીમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું, અમારા નેટવર્કને વિસ્તૃત કરીશું અને અમારી એરલાઇન ભાગીદારી દ્વારા અમારી કનેક્ટિવિટી વધારશું. એરલાઇનના વિકાસને ટેકો આપવા માટે, અમે અમારી ચાલુ ભરતી અભિયાન ચાલુ રાખીશું જે અમારા વધતા કાફલા અને નેટવર્કને સમર્થન આપશે.
અમે અમારી ઇનહાઉસ એન્જિનિયરિંગ અને તાલીમ ક્ષમતાઓને આગળ વધારીશું જે એરલાઇનને વધુ કાર્યક્ષમ બનાવશે અને નફાકારકતાને પ્રતિબિંબિત કરશે; જે એરલાઇનની પરિપક્વતાની નિશાની છે. અમે એરક્રાફ્ટમાં રોકાણ કર્યું છે જે ઇંધણનો ઉપયોગ અને CO2 ઉત્સર્જન ઘટાડે છે અને આ વર્ષે અમે 17 કરતાં વધુ બોઇંગ 737 MAX 8 એરક્રાફ્ટની ડિલિવરી લેવા માટે તૈયાર છીએ. ઉડ્ડયન ઉદ્યોગમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાની યુએઈની પ્રતિબદ્ધતાને અનુરૂપ અમારા સ્થિરતાના પ્રયાસોને વધારવા માટે અમે સમગ્ર વ્યવસાયમાં વિસ્તારોને ઓળખવાનું ચાલુ રાખીશું.
અમે ગ્રાહકના અનુભવને વધારવા અને પ્રોડક્ટ વિકાસમાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ જે અમારા નેક્સ્ટ-જનરેશન બોઇંગ 737-800 એરક્રાફ્ટના કાફલામાં વ્યાપક રેટ્રોફિટ પ્રોગ્રામ જોશે અને અમારા બોઇંગ 737 MAX એરક્રાફ્ટ પર નવી કેબિન પ્રોડક્ટની રજૂઆત કરશે.”