ફાયરના કર્મીઓ ૨૮મીએ માસ સીએલ ઉપર ઉતરશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

અમદાવાદ : ગત શનિવારની સવારથી મ્યુનિસિપલ મુખ્યાલય પરિસરના શિવમંદિરની બહાર ફાયર બ્રિગેડમાં સબ ઓફિસરની જગ્યાને સિનિયોરીટી મુજબ ભરવાની માગણી સાથે અન્નજળનો ત્યાગ કરીને અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરેલા નોકર મંડળના પ્રમુખના સમર્થનમાં આગામી તા.ર૮ ફેબ્રુઆરીએ ફાયર બ્રિગેડનો સ્ટાફ એક દિવસની માસ સીએલ પર ઊતરશે. ગઇકાલે સબ ઓફિસરની પરીક્ષાના બહિષ્કાર બાદ આ આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ વિભાગમાં સબ ઓફિસરની જગ્યા સિનિયોરીટીથી ભરવાના મામલે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગઇ કાલે સબ ઓફિસરની પરીક્ષાનો બહિષ્કાર ફાયર બ્રિગેડના ર૪૪ જવાનોએ કરતાં પોલીસે તેમની અટકાયત કરાઇ હતી.

જા કે, ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા વધારાનો ચાર્જ છોડી દેવાતાં આ કોકડું વધુ ગૂંચવાયું છે. દરમ્યાન નોકર મંડળના પ્રમુખ દેવકરણ સાબરિયાએ અન્નજળ ત્યાગ કરીને શરૂ કરેલી ભૂખ હડતાળનો આજે ત્રીજો દિવસ છે. તેમની ભૂખ હડતાળ છોડાવવા મ્યુનિસિપલ હોદ્દેદારો કે ઉચ્ચ અધિકારીઓ આવે તેવી શક્યતા નહીંવત્ છે. દરમ્યાન ફાયર બ્રિગેડનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મુકેશ ગઢવી કે ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તૂર દ્વારા મારી તબિયત અંગે પૂછપરછ કરવાની તસ્દી લેવાઇ નથી, જા કે, આ આંદોલન વધુ ઉગ્ર બનશે તેમ જણાવતાં તેઓ વધુમાં  જણાવે છે કે, આગામી તા.ર૮મીએ ફાયર બ્રિગેડનો સ્ટાફ એક દિવસની માસ સીએલ પર ઊતરશે, જેમાં તંત્રના અન્ય વિભાગનો સ્ટાફ પણ જોડાય તેવી શક્યતા છે. આની સાથે-સાથે તેઓ તંત્ર વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કરતાં જણાવે છે કે છેલ્લે આત્મવિલોપન કરવાની પણ મારી તૈયારી છે અને કમિશનર ઓફિસની બહાર હું આત્મવિપોલન કરીશ. હવે જા તા.૨૮મી ફેબ્રુઆરીએ ફાયરબ્રિગેડના તમામ કર્મચારીઓ પણ માસ સીલ પર ઉતરી હડતાળ પાડશે તો, શહેરમાં આગ કે અકસ્માત સહિતની ઇમરજન્સીમાં ગંભીર કટોકટી સર્જાવાની પૂરી શકયતા છે.

Share This Article