મુંબઈ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવાઈ રહી હતી કે ૬૪માં ફેલ્મફેર એવોર્ડ કાર્યક્રમમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છવાયેલા રહ્યા હતા. બીજી બાજુ રણબીરથી લઈને આયુષ્યમાન ખુરાના, અક્ષરા હસન, મૌની રોય, રાધિકા મદાન અને વીકી કૌશલે ભાગ લઈને ચર્ચા જગાવી હતી. ફિલ્મી હસ્તીઓએ રોચક પરફોર્મ કરીને તમામને રોમાંચક કરી દીધા હતા. કોને કયા એવોર્ડ મળ્યા તે નીચે મુજબ છે.
- શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ સંજુ માટે રણબીર કપૂરને મળ્યો
- શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો એવોર્ડ આલિયા ભટ્ટન રાઝી માટે મળ્યો
- બેસ્ટ ડાયલોગનો એવોર્ડ અક્ષત ઘડિયાલને બધાઈ હો માટે મળ્યો
- બેસ્ટ મ્યુઝિક આલબમનો એવોર્ડ પદ્માવતને મળ્યો
- શ્રેષ્ટ નિર્દેશકનો એવોર્ડ મેઘના ગુલઝારને રાઝી માટે મળ્યો
- બેસ્ટ ડાયરેક્ટર ડેબ્યુનો એવોર્ડ અમર કૌશિકને †ી માટે મળ્યો
- શ્રેષ્ઠ અભિનેત્રી ક્રિટીક્સ માટેનો એવોર્ડ નીના ગુપ્તાને બધાઈ હો માટે મળ્યો
- શ્રેષ્ઠ અભિનેતા ક્રિટીક્સનો એવોર્ડ રણવીરસિંહને પદ્માવત માટે અને આયુષ્યમાન ખુરાનાને અંધાધૂંધ માટે મળ્યો
- લોકપ્રિય બેસ્ટ ફિલ્મનો એવોર્ડ રાઝીએ જીત્યો
- શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ સંજુ માટે વિકી કૌશલે જીત્યો
- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ બધાઈ હો માટે સુરેખા સિકરીને જીત્યો
- શ્રેષ્ઠ સ્ટોરી માટેનો એવોર્ડ અનુભવ સિંહાએ મુલ્ક માટે મેળવ્યો
- લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ શ્રીદેવીને મરણોપરાંત અપાયો
- લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ હેમા માલિનીને અપાયો
- બેસ્ટ એકટર ડેબ્યુનો એવોર્ડ ઈશાન ખટ્ટરને મળ્યો
- બેસ્ટ અભિનેત્રી ડેબ્યુનો એવોર્ડ કેદારનાથ માટે સારાને મળ્યો
- બેસ્ટ લિરીક્સનો એવોર્ડ રાઝીના એ વતન કે લિએ ગુલજારને મળ્યો
- બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડ કૃતિકા મહેશને પદ્માવતના ઘુમર માટે મળ્યો
- શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ રાઝીના ગીત એ વતન માટે અરીજીતને મળ્યો
- શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ ઘુમર માટે શ્રેયાને મળ્યો