જો માતા-પિતા બાળકોની સામે રોજ લડાઇ ઝઘડા અને તકરાર કરે છે તો તેની બાળકો પર માઠી અસર થાય છે. પતિ પત્ની બાળકોની સામે રોજ લડાઇ કરે છે અને માને છે કે બાળકો પર તેની કોઇ અસર થશે નહી તો તેમની ગણતરી બિલકુલ ખોટી છે. આવુ કરવાની બાબત બાળકોની માનસિક આરોગ્યની સ્થિતી માટે સારી બાબત નથી. નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે પતિ અને પત્નીના પારસ્પરિક લડાઇ ઝઘડા બાળકો પર ખુબ ખરાબ અસર કરે છે. લગ્નથી પહેલા મળવાના ગાળા દરમિયાન વાદ વિવાદ અને તકરાર તેમ જ અસહમતિ સામાન્ય બાબત તરીકે છે. પરંતુ સમસ્યા એ વખતે વધારે ગંભીર બની જાય છે જ્યારે બાળકોની સામે પણ રોજ લડાઇ જારી રહે છે. બાળકોના દિલો દિમાગ પર તેની કેટલી અસર થશે તેમ વિચાર્યા વગર લડાઇ કરતા રહે છે. જ્યારે બાળકો સમજી શકે છે કે તેમના માતાપિતા વચ્ચે શુ ચાલી રહ્યુ છે.
બાળ નિષ્ણાંત સલાહકારો કહે છે કે કોઇ પણ બાળક માટે પરિવાર સૌથી મહત્વપૂર્ણ હોય છે. તેના આશ્રય તરીકે બાળકો માટે પરિવાર હોય છે. માતાપિતા એ આશ્રયના મુખ્ય હિસ્સા તરીકે હોય છે. બાળકો જ્યારે માતાપિતાની વચ્ચે અસહમતિ નિહાળે છે ત્યારે તેમની સમગ્ર દુનિયા હચમચી ઉઠે છે. આ બાબત તેમને ભાવનાત્મક રીતે અને સામાજિક રીતે અસર કરે છે. પ્લે થેરાપિસ્ટ મિષ્ટી કહે છે કે એક સ્થિર ઘરમાં બાળકો પોતાને વધારે સુરક્ષિત અનુભવ કરે છે. આના કારણે તેમની વિશ્વાસની ભાવના વધારે મજબુત થતી રહે છે. માતાપિતા વચ્ચે સતત થતા લડાઇ ઝઘડાના કારણે બાળકોમાં આત્મવિશ્વાસની કમની રહે છે તેમનામાં અપરાધ બોધ જોવા મળે છે. વર્મા કહે છે કે હકીકતમાં બાળક વિચારવા લાગે છે કે આ લડાઇ માટેના કારણ તરીકે તે નથી. જેથી તેની અંદર અપરાધ બોધની ભાવના આવી જાય છે. આવા બાળકો ખોટુ બોલવાની શરૂઆત કરી નાંખે છે.
બાળકો માતાપિતાની લડાઇથી બચવા માટે ઉપાય શોધતા રહે છે. તેમનુ કહેવુ છે કે એક દંપતિ તેમની પાસે ફરિયાદ લઇને પહોંચ્યા હતા કે તેમના બાળકે ખુબ ખોટી વાત કરી છે. જ્યારે ધીમે ધીમે બાળકની સાથે વાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યુ કે બાળક વિશ્વસનીય વાર્તા કરીને પોતાના ઘરની લડાઇથી બચવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. આ ચીજ આગળ ચાલીને તેની ટેવ બની જાય છે.
જ્યારે બાળકો પોતાની વર્તમાન વાસ્તવિકતાથી અસહજ હોય છે ત્યારે તેનાથી બચવા અને ભાગવા માટેના રસ્તા શોધતા રહે છે. મનૌવૈજ્ઞાનિક માયા કૃપાલની કહે છે કે એકથી ચાર વર્ષની વયની વચ્ચેના બાળકોને કેટલીક સમસ્યા રહે છે. જે પરિવારમાં લડાઇ માતાપિતા વચ્ચે રહે છે ત્યાં બાળકો મોટા થઇને દયનીય બની જાય છે. કેટલીક વખત તો આવા બાળકો સમસ્યા ઉભી કરનાર બની જાય છે. માતાપિતા લડવાના સમયમાં બાળકોની સામે જે દલીલો કરે છે તેના ગંભીર પરિણામ આવી શકે છે. માતાપિતા લડતી વેળા એકબીજાને બહાર કાઢી નાંખવાની વાત કરે છે જેની બાળકો પર ખુબ માઠી અસર થાય છે. તેમને લાગે છે કે બનેમાંથી કોઇનો સાથ છુટી જશે. ઘરના પડકાર અને વાતાવરણના કારણે બાળકો પર માઠી અસર થાય છે.