ડિઓડરેન્ટના વસ્ત્રો પર લાગી જતા દાગને છોડાવવા માટે અમે પોતાના વસ્ત્રોને લોન્ડ્રીમાં આપી દઇએ છીએ. તેની સફાઇ કેમિકલ્સ મારફતે વધારે સારી રીતે થઇ શકે તે હેતુ સાથે અમે લોન્ડ્રીમાં વસ્ત્રો આપી દઇએ છીએ. જો કે આ દાગને છોડાવી દેવા માટે કેટલાક સ્થાનિક વિકલ્પો પણ રહેલા છે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે. ડિઓડરેન્ટમાં કેટલાક પ્રકારના હાનિકારક કેમિકલ્સ રહેલા હોય છે. જેથી તેની ખરીદી કરતી વેળા સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. સસ્તી કિંમતમાં બજારમાં ઉપલબ્ધ રહેલા ડિઓ કોઇ પણ કિંમતે ખરીદવા જોઇએ નહીં. હાઇડ્રોજન પેરોક્સાઇડ અને પાણીને બરોબરના હિસ્સામાં લઇને તેમા વસ્ત્રોમાં રહેલા દાગને પલાડી દેવાની જરૂર હોય છે. માત્ર સફદે વસ્ત્રો જ આમાં પલાડવા જોઇએ.
ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં બ્લિચિંગના ગુણ હોવાના કારણે રંગીન વસ્ત્રો બેરંગ હોઇ શકે છે. મીઠુ પણ દાગ છોડાવી દેવામાં ઉપયોગી સાબિત થાય છે. બેન્કિંગ સોડા પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. બેન્કિંગ વસ્ત્રો ધોવાવાળા સોડાને પાણીમાં મિક્સ કરીને આ મિશ્રણને ટુથબ્રથથી દાગ પર ધીમે ધીમે રગડવાથી સફળતા મળે છે. સફેદ વસ્ત્રો પર હાઇડ્રોજન પેરોક્સાઇડના પાણીના ટપકા પણ દાગ પર માર કરી શકે છે. સફેદ સિરકા પણ દાગને દુર કરવામાં ઉપયોગી છે.
આ અંગે કહેવામાં આવે છે કે બે મોટી ચમચીમાં સિરકાને સૌથી પહેલા મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ વસ્ત્રોને તેમાં થોડાક સમય માટે પલાડી દેવામાં આવે છે. આનાથી દાગ જતા રહે છે. લિમ્બુ રસ પણ ઉપયોગી સાબિત થાય છે. લિમ્બુ રસ પાણીમાં બરોબર પ્રમાણમાં મિક્સ કરીને દાગ પર રગડવામાં આવે છે. આ કેમિક્લસનો ઉપયોગ કરતી વેળા સાવધાની જરૂરી હોય છે. સ્કીન અને આંખમાં સ્પર્શ ન થાય તે બાબતને ધ્યાનમાં લેવાની જરૂર હોય છે.