અમદાવાદ : અમદાવાદ શહેરના ફતેહવાડી વિસ્તારમાં રો હાઉસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ૨૦ જુગારિયાઓને ઝડપી લીધા હતા. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને જુગારીઓ સહિતના અસમાજિક તત્વોમાં પોલીસના દરોડાને લઇ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગેની વિગત મુજબ, એમ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ફતેહવાડી કેનાલ પાસે આવેલ વિસ્તારમાં રો હાઉસમાં ભાડે રાખીને તેમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.
જેના આધારે ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડી જાવેદ હુસેન મોમીન(રહે.મોમીન હાઉસ,અંબર ટાવર), આબીદખાન પઠાણ (રહે. એએમટીએસ ક્વાર્ટર, જમાલપુર), ઉસ્માનભાઇ મેમણ (રહે.રોયલ પાર્ક, જુહાપુરા), સલીમભાઇ શેખ(રહે. ફતેહવાડી ટાવર, જુહાપુરા), અલી અકબર ઘાંચી (રહે. નળ સરોવર કોલોની, વેજલપુર), ગુલાબખાન પઠાણ (રહે. એમએમટીએસ ક્વાર્ટર, જમાલપુર), અયુબભાઇ શેખ(રહે. એમએમટીએસ ક્વાટર્સ જમાલપુર ), હૈદરઅલી શેખ (રહે. ફતેહવાડી અલ્વી ટાવર ,સરખેજ), નજીર મોહમદ મીર (રહે. તનજિલ ફ્લેટ, ફતેહવાડી), અબ્દુલ પટેલ (રહે.ફતેહવાડી), મહેબૂબ જુલાયા (રહે.ખાસ બજાર, કારંજ), યુસુફ કુરેશી (રહે. શમશેરબાગ સોસાયટી, ફતેહવાડી), હમીદભાઈ માલાની (રહે. અંજિમ પાર્ક, વેજલપુર ), અજીજ શેખ (રહે કાજી મસ્જિદ, સરખેજ), સઈદખાન પઠાણ (રહે. નોમન પાર્ક, ફતેહવાડી), અક્બરભાઈ પઠાણ (.રહે.તબસુબ સોસાયટી, સરખેજ), મુસ્તાક એહમદ (રહે. ફૂલગલી ત્રણ દરવાજા, કારંજ), શાહબાઝ ખાન પઠાણ (રહે. બાબુરાહનો મોહલ્લો, ઢાલગરવાડ), મુસ્તાક હુસેન શેખ ( રહે. નોમન પાર્ક, સરખેજ), રિયાઝ ખાન પઠાણ (રહે. કેસર ડુપ્લેક્સ, સરખેજને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે રોકડા રૂપિયા ૩૨ હજાર અને ૧૬ મોબાઈલ કિંમત રૂ.૮૧,૦૦૦ તેમજ સાત વાહનની કિંમત ૨.૩૫ લાખ મળી કુલ રૂ.૩.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓ સામે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.