આધુનિક સમયમાં દુરબીનથી સર્જરી કરવાની પ્રક્રિયા તબીબો દ્વારા વધારે અપનાવવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં સર્જીર બાદ રિક્વરી વધારે ઝડપી બની જાય છે. સાથે સાથે વીપલ સર્જરીમાં બ્લડની જરૂર પણ ઓછી પડે છે. કેમરા, બે અન્ય નજીવા હોલથી સર્જરી કરવામાં આવે છે. સાધનની મદદથી પેટની અંદરની મુવમેન્ટ પર નજર રાખવામાં આવે છે. આના ભાગરૂપે ટાંકા પણ ૮૦ ટકા ઓછા લાગે છે. ઇન્ફેક્શનનો ખતરો પણ ૯૦ ટકા સુધી ઓછો રહે છે. ૨૦-૪૦ ટાંકાના બદલે પાંચ છ ટાંકામાં જ વીપલ સર્જરી કરી લેવામાં આવે છે. ઓમન સર્જરીની તુલનામાં લેપ્રોસ્કોપિક સર્જરી અથવા તો દુરબીન મારફતે કરવામાં આવતી સર્જરી હવે વધારે થઇ રહી છે. તેને વધારે સુરક્ષિત અને પિડાવગરની ગણવામાં આવે છે. તેમાં દર્દીને પરેશાની પણ ઓછી રહે છે.
સામાન્ય રીતે તે ૨૪તી ૭૩ કલાકમાં જ તે ફરીથી ચાલવા લાગી જાય છે. હાર્ટ, બ્રેઇનથી લઇને હવે ફેફસા, કિડની જે રોગમાં લેપ્રોસ્કોપી સર્જરી કરવામાં આવે છે. આનાથી એપેÂન્ડક્સ, હર્નિયાની સાથે મોટા અને નાના આંતરડાના ઓપરેશન પણ સામેલ છે. તેમાં સામાન્ય રીતે લોહીની જરૂર પણ ઓછી પડે છે. ઓપન સર્જરીની તુલનામાં દર્દીની રિક્વરી વધારે ઝડપથી થાય છે. આ પ્રકારની સર્જરીમાં દર્દીને બે ત્રણ દિવસમાં રજા આપી દેવામાં આવે છે. ત્યારબાદ તેને પિડા નાશક દવા પણ પ્રમાણમાં ઓછી લેવી પડે છે. ૦.૫ સેમીમાં ચીરો મારવામાં આવે છે અને ઓછામાં ઓછા ટાંકા લેવામાં આવે છે. લેપ્રોસ્કોપી સર્જરી પણ દર્દીને અનેસ્થીસિયા આપીને કરવામાં આવે છે. દર્દીને બેભાન કરી દેવામાં આવ્યા બાદ રોગીની નાભીમાં પોર્ટથી હોલ કરીને કાર્બન ડાઇ ઓક્સાઇડ ગેસ ભરવામાં આવે છે. જેના કારણે રોગીના પેટ ફુલી જાય છે. બીજા ત્રણ છેદની મદદથી હાઇ રેઝ્યુલેશન કેમેરા અને બે અન્ય હોલથ સર્જરી સાધન મુકવામાં આવે છે. કંસોલની મદદથી તબીબો પેટની અંદર મોનિટરિંગ મારફતે તમામ મુવમેન્ટ પર નજર રાખે છે. એવા હિસ્સાને કાપીને નિકાળી લેવામાં આવે છે જે બિમારીના કારણ તરીકે રહે છે.
તેમાં રોગીના પેટ પર એકથી ૦.૫ સેમીનો ગોલ ચીરો મારવામાં આવે છે. ઓપરેશન બાદ બે ચાર ટાંકા મારી દેવામાં આવે છે. દર્દીને ભાનમાં આવ્યા બાદ રૂમમાં શિફ્ટ કરવામાં આવે છે. પહેલા પાઇલ્સ અને ફેફસામાં તકલીફ ઉભી થવાની સ્થિતીમાં ઓપન સર્જરી કરવામાં આવતી હતી. હવે પાઇલ્સમાં સ્ટેપલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પાઇન્સને સ્પેપલર સર્જરી સાધનથી ઓપરેટ કરીને કાઢી નાંખવામાં આવે છે. આવી જ રીતે છાતી, ફેફસા અને હાર્ટ સાથે સંબંધિત પરેશાની રહેવાની સ્થિતીમાં મિનિમલ ઇનવેસિવ સર્જરી કરવામાં આવે છે. જેમાં નાના નામ હોલ કરીને સર્જરી કરી બિમારીને દુર કરવામાં આવે છે. ઓપન સર્જરીમાં ઇન્ફેક્શનો ખતરો વધારે રહે છે. આમાં આ ખતરો ૯૦ ટકા સુધી ઘટી જાય છે.
આંતરડાન સર્જર અને સેÂપ્સસની સ્થિતીમાં ઇન્ફેક્શનનો ખતરો રહે છે. આમાં ટાંકા પણ ૮૦ ટકા ઓછા લાગે છે. ઓપન સર્જરીમાં પાંચથી ૧૫ ઇંચ સુધી ચીરો મારવામાં આવે છે. રોગીને ૩૫થી ૩૦ દિવસ સુધી આરામ કરવાની જરૂર હોય છે. સરકારી હોસ્પિલમાં ફ્રી અને ખાનગી હોસ્પિટલમાં સરકારી યોજના હેઠળ આવવાની સ્થિતીમાં ખર્ચ નહીવત રહે છ. રોગીને પાંચથી ૧૫ દિવસના બદલે ૭૩ કલાકમાં હોસ્પિટલમાંથી રજા મળી જાય છે. સર્જરી બાદ દર્દી ચારથી પાંચ દિવસમાં નોકરી પર જઇ શકે છે. ઓપન સર્જરીની સ્થિતીમાં લાંબા સમય સુધી દર્દીને દવા લેવી અને સાવચેતી રાખવા માટેની જરૂર હોય છે. લેપ્રોસ્કોપિક સર્જરીથી મોટા મોટા ઓપરેશન પણ હવે કરવામાં આવી રહ્યા છે.આવનાર સમયમાં નવી નવી ટેકનોલોજી ઉપયોગમાં આવી શકે છે.