નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોરખપુરમાં ૭૫૦૦૦ કરોડ રૂપિયાની પીએમ કિસાન સ્કીમને વિધિવતરીતે લોંચ કરનાર છે. પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ ૨૪મી ફેબ્રુઆરીના દિવસે ખેડૂતોને આપવામાં આવનાર છે. એક કરોડ લાભ મેળવનાર લોકોને કિસાન સ્કીમનો પ્રથમ હપ્તો આપવામાં આવશે. કૃષિ મંત્રાલયના અધિકારીઓએ આજે કહ્યું હતું કે, ૨૦૦૦ રૂપિયાનો પ્રથમ હપ્તો એક કરોડ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવનાર છે. વચગાળાના બજેટ ૨૦૧૯-૨૦માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. જે હેઠળ ૬૦૦૦ રૂપિયા ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં ૧૨ કરોડ ખેડૂતોને આપવામાં આવનાર છે. બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને આ લાભ આપવામાં આવનાર છે. મોદી ૨૪મી ફેબ્રુઆરીના દિવસે ગોરખપુરમાં ખેડૂતોની રેલીમાં આ સ્કીમ શરૂ કરશે.
મોદી એક કરોડ લાભાર્થીઓ માટે બટન દબાવીને આની શરૂઆત કરાવશે. પીએમ કિસાન પોર્ટલ ઉપર તમામ ડેટા અપડેટ કરી દેવામાં આવ્યા છે. પ્રથમ ઇન્સ્ટોલમેન્ટના ટ્રાન્સફરને લઇને તમામ વિગતો અને માહિતી તૈયાર કરી લેવામાં આવી છે. ઉત્તરપૂર્વના ખેડૂતોના સંદર્ભમાં તથા આદિવાસી ખેડૂતોના સંદર્ભમાં પણ ઉકેલ શોધી કાઢવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશ સરકાર પાસે ખેડૂતોના જમીન ડેટાના સારા આંકડા છે. એકંદરે બે કરોડ નાના અને મધ્યમ ખેડૂતોને યોજનાના લાભ મળશે. ડઝન જેટલા રાજ્યોમાં ૯૫ ટકા આંકડા તૈયાર કરી લેવામાં આવી છે. નવ રાજ્યોમાં ૮૦ ટકા કામ પુરુ થયું છે. અન્ય કામ પણ ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. આવી Âસ્થતિ ખેડૂતોને વહેલીતકે લાભ મળશે. હાલમાં ૫૦ ટકા ખેડૂતો એક વર્ષમાં બેથી ત્રણ પાક લેતા હોય છે જ્યારે બાકીના ખેડૂતો એક પાક લેતા હોય છે. પીએમ કિસાન સ્કીમને લઇને ખેડૂતોમાં પણ ઉત્સુકતા પ્રવર્તી રહી છે.