સુરત-ગાંધીનગર: જ્યાં આખેઆખી સરકારી કચેરી જ નકલી હોય ત્યાં નકલી સરકારી અધિકારીઓ તો ખુલ્લેઆમ ફરતા હોય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી અધિકારીઓ પકડાઈ રહ્યાં છે. આ નકલી અધિકારીઓ મહાઠગ બનીને લોકોને છેતરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં ૨૪ કલાકના ગાળામાં જ બે નકલી અધિકારીઓ પકડાયા છે. ગાંધીનગરમાંથી નકલી FCI નો ડાયરેક્ટર પકડાયો છે. તો સુરતમાં ડુપ્લીકેટ આઈપીએસ અધિકારી પકડાયો છે. ગાંધીનગરમાંથી નકલી FCI નો ડાયરેક્ટર પકડાયો છે. એફસીઆઈ ડાયરેક્ટરની ઓળખ આપતા જમાદાર પુણ્યદેવ રાયની ધરપકડ કરાઈ છે. પુણ્યદેવ રાય ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરીનું વિઝિટિંગ કાર્ડ બતાવી રૉફ જમાવતો હતો. પોલીસ ભવનમાં સિનિયર IPS અધિકારીને વિઝિટિંગ કાર્ડ આપી કાર્યક્રમનું આમંત્રણ આપવા પહોંચ્યો હતો. પરંતું આઈપીએસ અધિકારીને શંકા જતા તેણે તપાસ કરાવી હતી, જેથી આ નકલી અધિકારીનો ભાંડો ફૂટ્યો હતો. જમાદાર પુણ્યદેવ રાય સામે ખોટા રાજ્ય સેવકનો ઢોંગ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં ઉધના પોલીસે ડુપ્લીકેટ આઇપીએસ અધિકારી ઝડપી પાડ્યો છે. સંચા ખાતામાં કામ કરતો શખ્સ IPS ની વર્દી પહેરી ફરતો હતો. જે અંગેની જાણ સુરત પોલીસને થતા પોલીસે મોહમ્મદ શરમાઝ નામનાં શખ્સની ધરપકડ કરી હતી. જે ચાર રસ્તા પર વાહનોને પકડી મેમો આપતો હતો. એટલું જ નહિ, તેની પાસેથી વોકી ટોકી સહિતના સાધનો કબ્જે કરાયા છે. સુરતના ઉધનાં વિસ્તારમાંથી નકલી IPS અધિકારી ઝડપાતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે હાલ તો પોલીસે તેની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપી મોહમ્મદ શર્માઝ મૂળ બિહારનો વતની છે અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં રહે છે. ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં મન ફાવે તેમ લોકો અધિકારીઓ બનીને લોકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. કિરણ પટેલથી શરૂ થયેલો સિલસિલો હજી અટક્યો નથી. તાજેતરમાં જ ગુજરાતમાંથી આખેઆખી નકલી સરકારી કચેરી જ ઝડપાઈ હતી. જે તંત્રની કામગીરી પર મોટા સવાલો પેદા કરે છે. આવુ ક્યા સુધી ચાલતુ રહેશે.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more