નકલી અધિકારી બનીને ૨.૧૧ કરોડની છેતરપિંડી આચરી હતી
જૂનાગઢ : જૂનાગઢમાં નકલી DYSPનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિકારી તરીકેનું નકલી કાર્ડ બતાવીને વિનીત દવે નામનો ઇસમ ઠગાઇની આલમનો બેતાજ બાદશાહ બન્યો છે. આખરે કરોડોની ઠગાઇનો સૂત્રધાર વિનીત દવે નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે વિનીત દવેએ નકલી અધિકારી બનીને ૨.૧૧ કરોડની છેતરપિંડી આચરી હતી છે. તો પોલીસ ખાતામાં નોકરીની લાલચે પણ અનેક લોકો સાથે ઠગાઇનો પર્દાફાશ થયો છે.પોલીસે હાલ નકલી DYSPની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સૂત્રોની માનીએ તો પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે
જૂનાગઢમાંથી નકલી DYSP ઝડપાયો
