લોકસભા ચૂંટણી માટે મતદાનનો દોર જારી છે. પહેલા ૧૧મી એપ્રિલના દિવસે અને હવે ૧૮મી એપ્રિલના દિવસે મતદાનના બે દોર પૂર્ણ થઇ ચુક્યા છે અને કુલ ૧૮૬ બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. પાંચ તબક્કામાં મતદાન હજુ બાકી છે. આવી સ્થિતીમાં એમ લાગી રહ્યુછે કે નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આવી વાત અમે કરી રહ્યા નથી બલ્કે હાલમાં કરવામાં આવેલા તમામ સર્વે કરી રહ્યા છે. આનુ કારણ એ છે કે મોદીએ છેલ્લા પાંચ વર્ષના શાસનકાળામાં જેટલા દુશ્મન બનાવ્યા છે તેના કરતા વધારે પ્રમાણમાં તેમના પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર લોકોની સંખ્યા વધારી છે.
જે ચાહકો છે. તેમના પ્રત્યે શ્રદ્ધા રાખનાર લોકો પ્રશંસક બની ગયા છે. કેટલાક લોકો કહે છે કે મોદીએ પ્રયાસપૂર્વક પોતાના શ્રદ્ધાળુઓની સંખ્યા વધારી છે. જા કે આ સંબંધમાં હિન્દીના સર્વકાલીન સૌથી મોટા ટિકાકાર આચાર્ય રામચન્દ્ર શુક્લ કહે છે કે શ્રદ્ધા પોતાની રીતે જાગે છે. તેઓ કહે છે કે કોઇ વ્યક્તિમાં જનસાધારણ કરતા વધારે ખાસ ગુણ અથવા તો શક્તિ હોય છે તો તેમના સંબંધમાં જે એઓક સ્થાયી આનંદ હોય છે અને મનમાં ભાવના હોય છે તે શ્રદ્ધા તરીકે છે. શ્રદ્ધા મહત્વની આનંદપૂર્ણ સ્વીકૃતિની સાથે સાથે પૂજ્ય બુદ્ધિ સંચાર છે. જા અમને કોઇ વાતનો વિશ્વાસ થઇ જાય કે કોઇ વ્યક્તિ વીર, સજ્જન અને મોટા દાનવીર તરીકે છે. મોટા પરોપકારી , ઇમાનદાર છે ત્યારે મોટા આનંદના એક વિષય તરીકે રહે છે. અમે તેમનુ નામ આવે ત્યારે પ્રશંસા કરવા લાગી જઇએ છીએ. તેને સામે જોઇને સન્માનપૂર્વક વાત કરીએ ચીએ. કોઇ પ્રકારના સ્વાર્થ ન રહેવાની સ્થિતીમાં પણ અમે આવા લોકોનુ સારુ કામ થાય તેમ ઇચ્છીએ ચીએ. તેમની પ્રગતિ થાય ત્યારે મન ખુશ થાય છે. તેમની હાજરી ધ્યાન ખેંચે છે.
આ જ વિશ્વ કામના શ્રદ્ધાની પ્રેરણાના મુળ સ્વરૂપ છે. કેટલાક લોકો કહે છે લોકો મોદીને પ્રેમ કરવા લાગી ગયા છે અને પ્રેમ આંધલો હોય છે. આ સંબંધમાં આચાર્ય રામચન્દ્ર શુક્લ કહે છે કે પ્રેમ અને શ્રદ્ધા વચ્ચે અંતર એ છે કે પ્રેમ પ્રિયના સ્વાધીન કાર્યો પર એટલા પ્રમાણમાં નિર્ભર નથી. ક્યારેય ક્યારેય તેમના રૂપમાત્ર પણ પ્રેમ જગાવે છે. શ્રદ્ધાને લઇને આવુ નથી. કોઇના સુન્દર આંખ અને નાક જોઇને તેના પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. શ્રદ્ધા માટે જરૂરી એ છે કે કોઇ વ્યક્તિ કોઇ વાતમાં આગળ છે તો તેની પ્રશંસા કરવામાં આવે છે. શ્રદ્ધાનુ વેપાર વધારે વિસ્તૃત હોય છે. જા કોઇ મોદી પ્રત્યે શ્રદ્ધા ભાવ રાખે છે તો તે પોતાની મરજી સાથે કરે છે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મોદીના કર્મના કારણે આ શ્રદ્ધા આવે છે કે કેમ તે પણ પ્રશ્ન થાય છે.
જ્યાં સુધી મોદીની ભક્તિ કરવાનો પ્રશ્ન છે તો જેમ કે અમે જોયુ કે જ્યારે શ્રદ્ધામાં પ્રેમ હોય છે ત્યારે તેને ભક્તિ કહેવામાં આવે છે. જો દેશની પ્રજામાં આ ભાવના આવી રહી છે તો આના માટે મોદીને દોષિત ગણી શકાય તેમ નથી. ભારત એક સ્વતંત્ર દેશ તરીકે છે. દરેક નેતા પ્રજાના મન મંદિરમાં સ્થાન મેળવી લેવા માટે સ્વતંત્ર છે. હવે કોઇ વ્યક્તિ સતત કામ કરે અને ત્યારબાદ પણ આવી આશા રાખે કે જનતા મોદીને છોડીને તેમની ભક્તિ કરે તો તે બાબત યોગ્ય દેખાતી નથી. ચોર ચોર જેવા શબ્દોની બુમાબુમ મચાવી દેવાથી કોઇ ચોર સાહુકાર બની શકે નહીં. બલ્કે તેને સન્માન અને ત્યાગના માર્ગ પર આગળ વધવાની જરૂર હોય છે.
તમામ બાબતોને છોડીને તમામ ચીજા મેળવી શકાય છે. આ લેખમાં રજૂ કરવામા આવેલા વિચાર અમારા પોતાના છે જે જાણકાર લોકોના અભિપ્રાય પર આધારિત છે. લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદથી અનેક પોલ અને અન્ય સર્વેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએની હાલમાં લીડ દેખાઇ રહી છે. જેમાં વડાપ્રધાન મોદી ફરી સત્તારૂઢ થવાના સંકેતો મળી રહ્યા છે.