નવીદિલ્હી : સામાન્યરીતે મેરિટલ લાઇફમાં અથવા લગ્નજીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા દંપત્તિઓ લગ્ન સંબંધિત થેરાપિસ્ટની સેવાઓ લેતા હોય છે પરંતુ હવે તો નવો ટ્રેન્ડ શરૂ થયો છે જેના ભાગરુપે દંપત્તિઓ પોતાના એક્સ્ટ્રા મેરિટલ અફેયરને લઇને પણ થેરાપિસ્ટની પાસે પહોંચી રહ્યા છે. જાણકાર થેરાપિસ્ટના કહેવા મુજબ આ પ્રકારના દંપત્તિઓની સંખ્યામાં છેલ્લા થોડાક વર્ષોમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. થેરાપિસ્ટનું કહેવું છે કે, તેમની પાસે એવા કપલ્સ પણ આવી રહ્યા છે જે એ મહિલા અને પુરુષની સાથે આવી રહ્યા છે જેમની સાથે તેમના એક્સ્ટ્રા મેરિટલ અફેયર પણ છે.
ટૂંકમાં પત્નિની સાથે અન્ય પાર્ટનરને લઇને પણ લોકો થેરાપિસ્ટ પાસે પહોંચી રહ્યા છે. ચેન્નાઈના નિષ્ણાત લક્ષ્મી વિજયકુમારનું કહેવું છે કે, તેમની પાસે દરેક બે સપ્તાહમાં ઓછામાં ઓછા એક એક્સ્ટ્રા મેરિટલ દંપત્તિ ચોક્કસપણે પહોંચે છે. વિજય કુમારનું કહેવું છે કે, સામાન્યરીતે આ પ્રકારના દંપત્તિઓ આઈટી અથવા તો બીપીઓ સેક્ટરમાં કામ કરનાર હોય છે. જેમના નોકરીના સ્થળ ઉપર પ્રેમ પ્રકરણ શરૂ થાય છે. સામાન્યરીતે થેરાપિસ્ટની પાસે પહોંચી જવા માટેના કેટલાક કારણો હોય છે જે પૈકી એક કારણ લોકપ્રિય છે. એક પાર્ટનર ઇચ્છે છે કે, પ્રેમ પ્રકરણની બાબત માત્ર શારીરિક સંબંધો સુધી મર્યાદિત રહે જ્યારે બીજા પાર્ટનરના પ્રેમ પ્રકરણથી ભાવનાત્મક સંબંધો જાડાયેલા રહે છે.
દિલ્હીના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ પુલકિત શર્માનું કહેવું છે કે, આ પ્રકારના સંબંધો હંમેશા રોમાંચ જગાવે છે પરંતુ આધુનિક સમયમાં ઝેન્ડર સેન્સીટાઇઝ્ડ સોસાયટીમાં મહિલા અને પુરુષ પોતપોતાની જરૂરિયાતોને લઇને પહેલા કરતા વધારે સજાગ થયા છે. લોકો કેટલીક બાબતોને લઇને સાવધાન થયા છે. સાથે સાથે વિશ્વાસ વધારી રહ્યા છે.