ભારતમાં કોરોનાની ચોથી લહેર બાબતે નિષ્ણાંતોએ વ્યક્ત કરી આશંકા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નિષ્ણાંતોનું માનવું છે કે ભારતમાં કોરોનાની ચોથી લહેર આવશે પરંતુ તે અત્યારે નહીં આવે, નિષ્ણાંતોએ લોકોને સલાહ આપી છે કે માસ્ક પહેરીને રાખો

મુંબઈ: અમુક દેશોમાં કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યું છે. દક્ષિણ કોરિયાની વાત કરીએ તો અહીં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ BA2ને કારણે એક દિવસમાં છ લાખ જેટલા નવા કેસ નોંધાય છે. યુકે સહિતના યૂરોપના અન્ય દેશોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. પરંતુ જાે ભારતની વાત કરીએ તો અહીંના નિષ્ણાંતોનું અનુમાન છે કે દેશમાં કોરોનાની ચોથી લહેર અત્યારે નહીં આવે. નિષ્ણાંતો આ અનુમાન ડિસેમ્બર ૨૦૨૧ અને ફેબ્રુઆરી ૨૦૨૨ દરમિયાન આવેલી કોરોનાની ત્રીજી લહેર દરમિયાન દેશવાસીઓની ઈમ્યુનિટીમાં થયેલા વધારા અને મોટા ભાગના રાજ્યોમાં મોટાપાયે થયેલા રસીકરણ અભિયાનને કારણે લગાવી રહ્યા છે. મહારાષ્ટ્રની રાજ્ય સરકારના ટેક્નિકલ સલાહકાર તેમજ પૂર્વ સ્ટેટ ડિરેક્ટર જનરલ ડોક્ટર સુભાષ સાલુનકે જણાવે છે કે, વિશ્વના બાકીના દેશોની જેમ ચોથી લહેર અત્યારે જ શરુ થઈ જશે તેમ કહી ન શકાય. ચોથી લહેર આવશે પરંતુ અત્યારે કહી નથી શકતા કે તે ક્યારે આવશે અને તેની ગંભીરતા કેટલી હશે. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિયન્ટ ના ૫૦થી વધારે નવા મ્યુટેશન છે જેના કારણે દુનિયાભરમાં ચિંતા વધી છે. ઓમિક્રોનની ઓળખ સૌથી પહેલા નવેમ્બર, ૨૦૨૧માં દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. થોડા જ સમયમાં જાણવા મળ્યુ હતું કે આ વેરિયન્ટ ભલે ઝડપથી ફેલાય છે પરંતુ તેનો મૃત્યુદર પણ ઓછો છે અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ભાગ્યે જ જરૂર પડે છે. નિષ્ણાંતોનું માનવું છે કે રસીકરણને કારણે ઓમિક્રોન લોકોને વધારે નુકસાન નથી પહોંચાડી શક્યો. ઉલ્લેખનીય છે કે ભારતમાં મુંબઈ ઓમિક્રોનનું પ્રથમ હોટસ્પોટ હતું. મહારાષ્ટ્ર સરકારની કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર શશાંક જાેશી જણાવે છે કે, જીનોમ સિક્વન્સિંગની મદદથી અમે જાણ્યું કે ત્રીજી લહેરની શરુઆત થઈ ત્યારથી જ ઓમિક્રોનના બન્ને વેરિયન્ટ્‌સ BA1 અને BA2નું સર્ક્‌યુલેશન ચાલુ હતું. ભારતમાં તાત્કાલિક ધોરણે કોરોનાની લહેર શરુ થાય તેનો કોઈ ભય નથી. ઈઝરાયલમાં જે નવો વેરિયન્ટ સામે આવ્યો છે તેને હજી ચિંતાજનક વેરિયન્ટ જાહેર કરવામાં નથી આવ્યો. માટે ગભરાવવાની કોઈ જરૂર નથી. પરંતુ આપણે માસ્ક પહેરવાનું બંધ નથી કરવાનું.

Share This Article