ભારતીય વાયુ સેના તરફ ચલાવાય રહેલુ વિશાળ યુદ્ધ અભ્યાસ ગગનશક્તિ ૨૦૧૮ અંતર્ગત લડાકૂ વિમાનો, હેલિકોપ્ટરો અને માલ વાહક વિમાનોને એડવાંસ લેંડિંગ ગ્રાઉંડ (એએલજી) પર જમાવટ કરવામાં આવ્યાં છે. એએલજી સીમિત રેલ અને સડક સંપર્ક વાળા એવા દુર્ગમ ક્ષેત્રોમાં બનાવાયેલી નાની હવાઇ પટ્ટીઓ છે, જે દેશના ઉત્તર પૂર્વી સીમા ક્ષેત્રોમાં સેનાઓ અને સૈન્ય ઉપકરણોને ઝડપથી પહોંચાડવાની દ્રષ્ટિથી રણનીતિ મહત્વની છે.
ઉત્તર અને ઉત્તર પૂર્વી સીમા ક્ષેત્રોની ઘાટીયોમાં સૈનિકોની એક સ્થાનથી બીજા સ્થાન પર પોસ્ટિંગ તથા હેલિકોપ્ટરો અને લડાકૂ વિમાનોની લેંડિંગ માટે વિશાળ સંખ્યામાં એએલજીનો ઉપયોગ થઇ રહ્યો છે. વાયુ સેનાના સુખોઈ-૩૦ વિમાન પણ પૂર્વોત્તર ક્ષેત્રમાં એડવાંસ લેંડિંગ ગ્રાઉંડથી ઉડાન ભરી રહ્યાં છે. કોઇપણ વિઘ્ન વગર આ હવાઈ પટ્ટીયોનો ઉપયોગ માટે અહિં તમામ પ્રકારની સહાયક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ હવાઇ પટ્ટીયો પર વિમાનોને ઉતારતા સમયે વિમાન ચાલકોના ઘણાં પ્રકારના પડકારનો સામનો કરવો પડતો હોય છે. તેમાં હવામાનમાં અનપેક્ષિત બદલાવ, દુર્ગમ ક્ષેત્ર, સાંકડા રસ્તાઓ, લેંડિંગ અને ઉડાન ભરવા માટે રનવેના સીમિત ક્ષેત્ર જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ વિષમ પરિસ્થિતિઓનો સામનો કરતાં વાયુ સેનાના પાયલોટ પોતાની કુશળ વ્યાવસાયિક ક્ષમતાનું પ્રદર્શન કરતા વ્યૂહાત્મક મહત્વવાળુ આ સાહસિક અભિયાન ચલાવી રહ્યાં છે. આ અભિયાનમાં એડવાંસ લેંડિંગ ગ્રાઉંડ ખૂબ જ મદદગાર સાબિત થઇ રહ્યાં છે.
અભ્યાસ ગગન શક્તિના વાયુ સૈનિકોના કૌશલ્યને નિખારવાની સાથે જ અભિયાન માટે દરેક પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવાની શ્રેષ્ઠ તક આપી છે.