આધુનિક ભાગદોડની લાઇફમાં ફિટનેસને લઇને કાળજી લેવાતી નથી. લોકો ફિટનેસને હાંસલ કરવા માટે શોર્ટ કટ અપનાવે છે. ફિટનેસ સાથે જોડાયેલા જાણકાર નિષ્ણાંતો કહે છે કે ફિટનેસ હાંસલ કરવા માટે નિયમિત કસરત કરવાની જરૂર હોય છે. સાથે સાથે પૌષ્ટિક ભોજનની પણ જરૂર હોય છે. ઉપરાંત પુરતા પ્રમાણમાં ઉંઘ પણ જરૂરી હોય છે. સ્પાઇન સાથે જોડાયેલી કસરત કરવાથી શરીરની તાકાતમાં વધારો થાય છે. આધુનિક સમયમાં યુવક યુવતિઓ ફિટનેસ હાંસલ કરવા માટે જીમિંગ અને સ્પેશિયલ ડાઇટને પ્રાથમિકતા આપે છે. પરંતુ યોગ્ય રીતે ડાઇટ ન લેવાના કારણે શાનદાર રિઝલ્ટ મળી શકતા નથી.
પાંચમી મેના દિવસે હાલમાં જ વર્લ્ડ એથલીટિક્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. એથલીટ જેવી બોડી મેળવી લેવા માટે તમામ ઇચ્છા રાખે છે પરંતુ શારિરિક ગતવિધી આડેધડ કરે છે. શારરિક ગતિવિધી કરતા પહેલા કેટલાક પાસા પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે. ફિટનેસને લઇને યુવાનો સવારમાં અને સાંજે ખુબ પરસેવો કાઢે છે. વ્યસ્ત જીવન શેલીની વચ્ચે યુવાઓ ૩૦ મિનિટની લઇને દોઢ કલાક સુધી સમય કાઢે છે. પોતાને ફિટ રાખવા માટેનો ક્રેઝ હાલમાં વધી રહ્યો છે. આમાં ૨૦થી ૪૫ વર્ષની વયના લોકોમાં ક્રેઝ સૌથી વધારે જોવા મળે છે. ઉપરાંત સ્થુળતાના કારણે પરેશાન થયેલા યુવાનો પણ ફિટનેસ હાંસલ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. વજનને ઘટાડી દેવા માટે કસરત કરી રહ્યા છે.
આધુનિક સમયમાં મહિલાઓની સંખ્યા પણ જીમમાં વધી રહી છે. જુમ્બા અને એરોબિ કસરત કરતી મહિલાઓ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે ફિટનેસ માટે પ્રોટીન ખુબ જરૂરી છે. તે વજન ઘટાડી દેવામાં પણ મદદ કરે છે. તેના કારણે ફેટ સેલ્સ સરળતાથી બર્ન થાય છે. જે પ્રોટીન મારફતે ૨૫-૩૦ ટકા કેલોરી મેળવે છે તેમનુ વજન ઝડપથી ઓછુ થાય છે. સોયા પ્રોટીન, ઇન્ડા સૌથી ઉપયોગી છે. સોયા અને ઈન્ડા પ્રોટીનના સારા સોર્સ તરીકે છે. સોયા પ્રોટીનની વાત કરવામાં આવે તો તમામ નૌ એમિનો એસિડ હોય છે. પ્રોટીન ત્રણ પ્રકારના હોય છે. ફિટનેસને લઇને કેટલાક અભ્યાસકરવામાં આવી રહ્યા છે. એથલીટ જેવી શારરિક ફિટનેસને હાંસલ કરવા માટે કેટલાક પ્રયોગ કરવાની જરૂર હોય છે. મજબુત અને તાકતવર શરીર માટે ભોજનની સાથે સાથે નિયમિત કસરત જરૂરી છે. સામાન્ય એથલીટને ૫૦૦૦-૬૦૦૦ કેલોરીની જરૂર હોય છે.
ભોજનમાં ૬૦-૭૦ ટકા કેલોરી કાર્બોહાઇડ્રેડ, ૧૨ ટકા કેલોરી પ્રોટીન, ૧૮-૨૮ ટકા કેલોરી ફેટથી લેવામાં આવે તે જરૂરી છે. આ શારરિક ગતિવિધી પર આધારિત હોય છે. રનિંગ, શોલ્ડર સ્ટ્રેચ, ક્રંનેચેજ, પુશઅપ્સ અને ચેસ્ટ સ્ટ્રેચ કસરત કરવાથી ફાયદો થાય છે. સાથે સાથે પુરતા પ્રમાણમાં ઉંઘ પણ જરૂરી છે. ખાવા પીવાની ચીજોની વાત કરવામાં આવે તો ભોજનમાં કાર્બોહાઇડ્રેટાવાળી ચીજા ઉપયોગમાં લઇ શકાય છે. આના કારણે શરીરને સ્ટાર્ચ અને શર્કરા મળે છે. માંસપેશી મજબુત બને ફિટનેસ છે. ભોજનમાં વિટામિન, મિનરલ , કેલ્શિયમઅને પ્રોટીન યુક્ત ચીજ સામેલ કરવાથી લાભ થાય છે. સાથે સાથે સ્પાઇન સાથે જોડાયેલી કસરત કરવાથી લાભ થાય છે.છે. ભોજનમાં વિટામિન, મિનરલ , કેલ્શિયમઅને પ્રોટીન યુક્ત ચીજ સામેલ કરવાથી લાભ થાય છે. સાથે સાથે સ્પાઇન સાથે જોડાયેલી કસરત કરવાથી લાભ થાય છે. કસરત શરીર માટે આદર્શ સાબિત થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં ૧૫ મિનિટ સુધી કસરત લાઈફમાં ત્રણ વર્ષનો ઉમેરો કરે છે. તાઈબાનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની બાબત જાણવા મળી છે. અભ્યાસાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો ૩૦ મિનિટ સુધીની કસરત કરે તો તેમના લાઈફમાં ઉમેરો કરી શકે છે.
અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સપ્તાહમાં પાંચ દિવસ કસરત કરવાથી પણ ફાયદો મળે છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે ઓછા ડોઝના કારણે ઓછો ફાયદો થાય છે પરંતુ નિયમિત રીતે ૩૦ મિનિટ સુધી કસરત ખૂબ જ આદર્શ છે. લીડ રિચર્સર તાઈવાનના સીપેગે કહ્યું છે કે દિવસમાં ૧૫ મિનિટ સુધીની કસરતથી પણ ફાયદો થાય છે. વોકીંગથી પણ ફાયદો થાય છે. તાઈવાનની નેશનલ હેલ્થ રિચર્સ ઇન્સ્ટ્રીટ્યુટના પેંગે કહ્યું છે કે પુરુષો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધ લોકો તેમજ ધૂમ્રપાન કરનાર લોકો તથા અસ્વસ્થ રહેતા લોકો માટે પણ નિયમિત પણે કસરત ખૂબ જ ઉપયોગી છે. જ્યારે પણ દર્દીઓ કોઈ ખાસ તકલીફના દર્દીને જુએ છે ત્યારે વોકીંગની સલાહ આપે છે અથવા તો તેને હળવી કસરતની સલાહ આપે છે. મેડીકલ જનરલમાં પ્રકાશિત થયેલા તેમના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે ૪૧૬૦૦૦ લોકોને આવરી લઈને આ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં મોટાભાગના લોકોના મત જાણવામાં આવ્યા હતા.