બોલિવુડની વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રીની સાથે શિલ્પા શેટ્ટી ફિટનેસ અનમે કુકિંગ માટે પણ ઓળખાય છે. શિલ્પા શેટ્ટીને ખાવા પીવામાં પણ ખબ ક્રેઝ છે. સામાન્ય લોકો માને છે કે જે વ્યક્તિ ફિટનેસ સાથે જાડાયેલ હોય છે તેને ભોજનના ક્રેઝ સાથે દુર દુર સુધી સંબંધ હોતા નથી. જા કે શિલ્પા શેટ્ટીએ આ બાબતને અયોગ્ય સાબિત કરી બતાવી છે. શિલ્પા શેટ્ટી ફિટનેસની દુનિયામાં તો યુવતિઓની ફેવરીટ બનનેલી છે. તે પોતાની ખુબસુરત ફિટનેસના કારણે આજે પણ જાણીતી રહી છે. તેની ખુબસુરતીના રાજ અંગે પુછવામાં આવતા શિલ્પા શેટ્ટી કહે છે કે તે નિયમિત યોગા અને એક્સાઇઝ મારફતે પોતાને ફિટ રાખે છે. તેનુ કહેવુ છે કે દિલ ખુશ રહેશે તો દિમાગ અને શરીર પણ ખુશ રહેશે. શિલ્પા કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન તેનુ વજન ૩૨ કિલોગ્રામ વધી ગયુ હતુ. પરંતુ તે ટુંક સમયમાં જ પોતાની જની ફિટનેસ પર આવી ગઇ હતી. આજે શિલ્પા શેટ્ટી કોઇ પણ નવી અભિનેત્રીની ફિટનેસને ટક્કર આપી શકે છે. તેની ખુબસુરત ફિટનેસ લોકોમાં ચર્ચાના કેન્દ્રમાં હમેંશા રહે છે.
તેના માર્ગ પર ચાલવા માટે લાખો યુવતિઓ આજે ઉત્સુક બની છે. શિલ્પા શેટ્ટી કહે છે કે વજન ઘટાડી દેવા માટેની ઇચ્છા ક્યારેય પૂર્ણ થતી નથી કારણ કારણ કે લોકો વચ્ચે વચ્ચે ભટકી જાય છે. શિલ્પા શેટ્ટી નક્કરપણે માને છે કે ડાયટિંગથી વધારે જરૂકરી એક્સરસાઇઝ છે. યોગ અને બ્રિથિંગ એક્સરસાઇઝ રોજ કરવામાં આવે તે જરૂરી છે. તે દરેક વ્યÂક્તને આ સલાહ તો ચોક્કસપણે આપે છે. વર્ક આઉટનો સમય ન મળે તો દરરોજ કમ સે કમ ૨૦ મિનિટ સુધી વોકિંગ કરવામાં આવે તો ફાયદો મળે છે. ડાયટિંગનો અર્થ ભુખ્યા રહેવાનો બિલકુલ નથી. બિનજરૂરી ભોજન કરવાની ટેવ રાખવી જાઇએ નહીં. ભોજનમાં પુરતા પ્રમાણમાં ફાઇબર અને પ્રોટીનને સામેલ કરવામાં આવે તો ફાયદો થાય છે. ખુબ ઓછા ચાહકોને આ અંગેની માહિતી છે કે શિલ્પા શેટ્ટી દર રવિવારે પોતાના ચીટ ડેના વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મુકે છે. તે દિવસે તે ડાયટિંગના ટાઇમટેબલથી દુર હટીને મનપસંદ ચીજની મજા માણે છે.
ચીટ ડેનુ મહત્વ સમજાવતા તે કહે છે કે સપ્તાહમાં એક દિવસ એવુ નક્કી કરવુ જાઇએ જેના કારણે બોરિયત ભેરલા ડાયટિંગ શેડ્યુલતી પોતાને એક દિવસ માટે સ્વતંત્ર અને મુક્ત રાખવામાં આવે. કઠોર ડાઇટ અને વર્કઆઉટ બાદ તરત ઉર્જા આપીને મેટાબોલિજમ વધારી દેવામાં આવે છે. જે સ્થુળતાને ઘટાડી દેવામાં સહાયક સાબિત થાય છે. એક દિવસ ભોજનમાં ચીટ કરવામા ંઆવ્યા બાદ ફરી સમગ્ર સપ્તાહ સુધી પોતાના પર નિયંત્રણ રાખવામાં મદદ મળે છે. શિલ્પા શેટ્ટી કહે છે કે સમગ્ર પરિવારનુ ધ્યાન રાખવાની બાબત મહિલા માટે ઉપયોગી છે. સાથે સાથે આ બાબત પડકારરૂપ પણ છે. સમગ્ર પરિવારનુ ધ્યાન રાખવુ અને પોતાના માટે સૌથી છેલ્લે વિચારણા કરવાની બાબત ભારતીય મહિલાની ટેવ હોય છે. શિલ્પા મહિલાઓને સલાહ આપતા કહે છે કે મહિલાઓએ પોતાના અંગે પણ વિચારણા કરવી જાઇએ. તમે જેટલી સ્વસ્થ અને ખુશ રહેશો તેટલા ખુશી સાથે પરિવારના સભ્યો રહેશે.
શિલ્પા શેટ્ટીને ભોજન બનાવવા અને ખવડાવવાની બાબત ખુબ પસંદ છે. એવુ બની શકે કે તેના દ્વારા બનાવવામા આવેલા ભોજનમાં તેલનુ પ્રમાણ જાવા ન મળે પરંતુ સ્વાદને લઇને તે હમેંશા ધ્યાન રાખે છે. તેની દરેક ડિસમાં ભારતીય સ્વાદની મજા જાઇ શકાય છે. તે કાળા મર્ચા અને જીરુનો નિયમિત રીતે ઉપયોગ કરે છે. જે પકવાન પસંદ પડે છે તેમાં સ્વાદ અને આરોગ્યની દ્રષ્ટિએ ફેરફાર કરીને તેને નવી રેસિપી બનાવી લે છે. આટલી વ્યસ્ત હોવા છતાં તેની ઇચ્છા રહે છે કે તે અને તેના પરિવારના સભ્યો ઘરમાં બનાવવામા આવેલી ચીજાનો જ ઉપયોગ કરે. તેનુ કહેવુ છે કે કોઇ પણ ચીજ ખરીદતા પહેલા તેના લેબલને વાંચવામાં આવે તે જરૂરી છે.
શિલ્પા શેટ્ટીએ પોતાના બોલિવુડ કેરિયરની શરૂઆત બાજીગર ફિલ્મ મારફતે કરી હતી. જેમાં શાહરૂખ ખાને ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. ત્યારબાદ શિલ્પાએ અનેક યાદગાર ફિલ્મો કરી હતી. જેમાં ગોવિન્દા, અક્ષય કુમાર સહિતના તમામ સ્ટાર સાથેની ફિલ્મનો સમાવેશ થાય છે. તેની ધડકન ફિલ્મ ચાહકો ખુબ પસંદ કરે છે. જેમાં અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની ભૂમિકા હતી. તે સેફ અલી ખાન સાથે પણ કેટલીક ફિલ્મોમાં નજરે પડી હતી. તેની ઓળખ એક ગ્લેમર અને સેક્સી સ્ટાર તરીકે થતી હતી. હજુ પણ તે તમામને શરમાવે તે પ્રકારની જારદાર ફિટનેસ અને ખુબસુરતી ધરાવે છે. તે યોગામાં પણ નિયમિત ભાગ લે છે.