મહિલાઓ અને મેકઅપ વચ્ચે ખૂબજ નજીકનાં સંબંધ છે. મેકઅપ અને મહિલા એકબીજાનાં પર્યાય પણ છે. પોતાનાં સમગ્ર જીવનકાળ દરમિયાન મહિલાઓ મેકઅપ પાછળ ૮૬ લાખ રૂપિયાનો અથવા તો એક લાખ પાઉન્ડની રકમનો ખર્ચ કરે છે. બ્રિટનમાં તાજેતરમાં જ કરવામાં આવેલાં એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, એક પુખ્ત વયની મહિલા દર વર્ષે મેકઅપ ઉપર ૨૦૦૦ પાઉંડ અને દર સપ્તાહમાં ૪૦ પાઉંડ રકમ ખર્ચ કરે છે. ૫૭ ટકા મહિલાઓનું કહેવું છે કે, તેઓ પોતાનાં પાર્ટનરની સાથે મેકઅપ વગર કોઈપણ જગ્યાએ જવાનો ઇન્કાર કરી દેશે. બ્રિટનનાં જાણીતા અખબાર ડેઈલી મેલનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સર્વેક્ષણમાં ૨૨૦૦ મહિલાઓને આવરી લેવામાં આવી હતી.
બે તૃતિયાંશ મહિલાઓએ કહ્યું છે કે, તેમનાં મેકઅપ કલેકશનને દૂર કરવા માટે ૫૫૦ પાઉંડની રકમ ખર્ચ કરવામાં આવશે જ્યારે ૧૦ પૈકીની એક મહિલાએ કહ્યું છે કે, આ ખર્ચ ૭૦૦ પાઉંડ સુધી હોઈ શકે છે. અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે, બ્રિટનની એક સરેરાશ મહિલાનાં મેકઅપ કલેકશનમાં ૫૪ સામગ્રીઓ હોય છે જેમાં બારથી વધુ દેશોનાં પ્રોડક્ટ પણ સામેલ હોય છે.
આ તમામની કિંમત ૫૧૨ પાઉન્ડની હોય છે. આ રસપ્રદ સર્વેમાં અનેક મહત્વની બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેકઅપને લઇને મહિલાઓ હમેંશા સાવધાન રહે છે. મેકઅપને તે ખુબ મહત્વ આપે છે. મેકઅપને મહિલાઓ શરૂઆતથી જ મહત્વ આપે છે. મેકઅપને લઈને ભૂતકાળમાં પણ ઘણાં સર્વે અને સર્વેક્ષણ કરવામાં આવી ચૂક્યા છે પરંતુ હમેંશા એવું તારણ આવ્યું હતું કે, મહિલાઓે મેકઅપ ખૂબજ પસંદ છે અને આનાં ઉપર જંગી રકમ પણ ખર્ચ કરે છે. ખૂબસૂરત દેખાવા માટે મહિલાઓ ક્યારેય પણ બાંધછોડ કરતી નથી.