ઈશા કંસારાની ફિલ્મ “હું મારી વાઈફ ને એનો હસબન્ડ” થઈ રહી છે રિલીઝ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

દુનિયાદારી, મિજાજ, વાંઢા વિલાસ, મિડનાઈટ્સ વીથ મેનકા વગેરે જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યાં બાદ હવે ઈશા કંસારાની અપકમિંગ ગુજરાતી ફિલ્મ ,”હું મારી વાઈફ ને એનો હસબન્ડ” 29 નવેમ્બર, 2019ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહેલ છે. આ ફિલ્મમાં ઈશા કંસારાની સાથે વ્રજેશ હીરજી, વત્સલ શેઠ અને પ્રખ્યાત કોમેડી એક્ટર જોની લીવર જોવાં મળશે.

પોતાની આવનાર ફિલ્મ વિશે જણાવતાં ઈશા કંસારાએ કહ્યું કે, “હું મારી વાઈફ ને એનો હસબન્ડ” 29 નવેમ્બરના રોજ રિલીઝ થશે અને તેનું શૂટિંગ લંડનમાં કરવામાં આવ્યું છે. આ એક કોમેડી ફિલ્મ છે, જે રીતે આપણે ગુજરાતી નાટક જોવાં જતાં હોઈએ છે, તેમ આ ફિલ્મ પણ એવા પ્રકારની જ છે જ એ તમને હસાવીને લોટપોટ કરી દેશે. આ ફિલ્મ સિવાય હું દીક્ષા જોશી અને ગૌરવ પાસવાલાં સાથે એક પ્રોજેક્ટ પર કામ કરી રહેલ છું. હાલ, હું નવરાત્રી માટે અમદાવાદ આવી છું અને મને ગરબા ખુબ જ પસંદ છે, માટે હું ખાસ નવરાત્રી એન્જોય કરવા અમદાવાદ આવી છું.”

“હું મારી વાઈફ ને એનો હસબન્ડ” એ એક ફેમિલી કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં ઈશા કંસારા ટ્વિંકલ નામની યુવતીનું પાત્ર ભજવી રહેલ છે. ગુજરાતી ફિલ્મ જગતમાં પ્રથમવાર કોઈ ફિલ્મનું પ્રમોશન ગુજરાતની બહાર પણ થઇ રહેલ છે, ફક્ત ગુજરાત જ નહિ પરંતુ ભારતની બહાર. 3 અને 4 ઓક્ટોબરના રોજ ઈશા આ ફિલ્મના પ્રમોશન માટે દુબઈ જઈ રહેલ છે.

Share This Article