હાઉસ ઓફ વેડિંગ્સ સિનર્જી 3.0 ની ત્રીજી એડિશનનું આયોજન કરવા માટે સજ્જ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હાઉસ ઓફ વેડિંગ્સ (HoW), જે વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વ્યક્તિઓનુ એક સમૂહ છે, તે 16મી જુલાઇના રોજ ધી કેપિટલ બેન્કવેટ, ધી ફોરમ, શેલા અમદાવાદ ખાતે  સિનર્જી 3.0 – 2022ની ત્રીજી એડિશનનું આયોજન કરવા સજ્જ છે.

આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી એજન્સીઓ અને તમામ હિતધારકો જેવા કે ઇવેન્ટ ડિઝાઇનર્સ, ડેકોરેટર્સ, ટ્રાવેલ પ્લાનર્સ, કેટરર્સ, હાઉસકિપિંગ, લાઇડ અને સાઉન્ડ કંપનીઓ, ઇલેક્ટ્રીશિયન વગેરે માટે મજબૂત નેટવર્કિંગ પ્લેટફોર્મ પુરું પાડવાનો છે. આ સિનર્જી 3.0 ના ભાગ રૂપે સ્પેશિયલ નોલેજ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ માટેના મુખ્ય વક્તાઓમાં સિરમન કાબરા, ફેશન સ્ટાઇલિસ્ટ; વિનિત મોદી, હેડ – બિઝનેસ ડેવલપમેન્ટ; ચેતક કેટરર્સ અને સંજય ચક્રોવર્તી, ફાઉન્ડર અને ચીફ માર્કેટિંગ કોમ્યુનિકેશન એડવાઇઝર, Essksee કન્સલ્ટન્સી, અભિષેક અરોરા અને કાજોલ પાસવાન  નો સમાવેશ થાય છે.

આ ઇવેન્ટ વિશે જણાવતા, ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે બહુપ્રતિક્ષિત સિનર્જી 3.0 ની ત્રીજી એડિશનની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છીએ જે વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા તમામ હિતધારકો અને નિષ્ણાતોને આમંત્રિત કરશે. હાલમાં 200 થી વધુ સભ્યો અમારા ગ્રૂપમાં જોડાયા છે અને આગામી ત્રણથી પાંચ વર્ષ માટે, અમે 1,000 થી વધુ સભ્યોનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. ધી હાઉસ ઓફ વેડિંગ્સ (HoW) બિઝનેસની તકો બનાવવા અને શેર કરવા, સહઅસ્તિત્વ, નેટવર્કિંગ અને બિઝનેસ ડેવલપમેન્ટના સંદર્ભમાં મજબૂત પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ અને રાજ્યમાં વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ એ મોટાભાગે અસંગઠિત છે. સિનર્જી 3.0 જેવી પહેલ સાથે, અમે ગ્રાહકોને એક જ છત નીચે ગુણવત્તાયુક્ત સર્વિસ પૂરી પાડી શકીશું. હાલમાં, લોકો તેમના લગ્ન જેવા શુભ પ્રસંગોનું આયોજન કરવા માટે વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ, HoWના સભ્યોની મદદથી તેમને ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.

અત્રે નોંધનીય છે કે, કોવિડ-19ની મહામારીને પગલે ઊભા થયેલા પડકારો દરમિયાન આ ગ્રૂપ બનાવવાનો વિચાર શરૂ કરવામાં આવ્યો હતો. વિકાસ ખજાનચી- ક્લબ O7; પ્રિયંકા સિરોહિયા – ઇવેન્ટ ડિઝાઇનર; પ્રિયમ કાપડિયા – ઇવેન્ટ મેનેજર; હીરવ શાહ – ઇવેન્ટ ડેકોરેટર; વિહાંગ શાહ – ઇવેન્ટ મેનેજર; હાર્દિક શાહ – ઇવેન્ટ મેનેજર; હીના પોરીયા – ટ્રાવેલ પ્લાનર અને શ્યામલ દિવેટીયા – ઈવેન્ટ મેનેજર એ HOW બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Share This Article