પર્યાવરણઃ આપણા અસ્તિત્વનો આધાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિશ્વ પર્યાવરણ દિવસ, એક એવો દિવસ જે આપણને આપણા અસ્તિત્વનો આધાર સાચવવા માટે સમજ  સાથે યાદ અપાવે છે.

જો આપણે સાંસ્કૃતિક વારસાને યાદ કરીએ અને સહેજ વૈજ્ઞાનિક રીતે આપણા આ અભિગમને સમજીએ તો આ વારસા ઉપર ખૂબ ગર્વ થાય તેવી વાત આજના ખાસ દિવસે કરવાનું મન થાય છે. જયારે પર્યાવરણની વાત આવે છે તો આપણી રોજીંદા જીવનમાં પર્યાવરણની સમજ, તેનું મહત્વ અને સંભાળ રાખવી આ ત્રણે બાબતો વણી લેવામાં આવી હતી. જેમ કે ઉઠીને જયારે સ્નાન કરવામાં આવે ત્યારે આપણી બધી જ પ્રાચીન પુણ્ય નદીઓને ન્હાતી વખતે શ્લોકમાં યાદ કરવામાં આવે છે. આ દર્શાવે છે કે નદી માતા છે, તેનું ધ્યાન અને આદર કરવાનો છે, જે આપણે જીવન આપે છે.

ત્યારબાદ સૂર્ય દેવને જળ ચડાવાય છે, તે પરમપિતા સૂર્ય જે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે, તેનું ભાન કરાવે છે. પૂજામાં રાખેલ ભગવાનના વૈવિધ્ય વાહનો છે, જે પર્યાવરણનાં અન્ય જીવો તરફનો આપણું કર્તવ્ય યાદ કરાવે છે. ઈશ્વરનાં વાહનો હોવાથી આ પ્રાણી સૃષ્ટિનું જતન કરવાનો સંકેત છે, જે પર્યાવરણને જોડે છે. પીપળાને પાણી અર્પીએ છીએ, જે ૨૪ કલાક ઓક્સિજન આપે છે, આ પણ એક પર્યાવરણનો સ્ત્રોત જ છે. વટ સાવિત્રી વ્રત, દરેક ભગવાને પ્રિય તેવા ફળ અને ફૂલ આ બધી વનસ્પતિ સૃષ્ટિના જતનની યાદ અને સમજ છે.

લેખક: તેજસ મોજીદ્રા
વાસ્તુ આર્કિટેક- સ્ટેચ્યુ ઓફ યુનિટી

Share This Article