કંપની અને વેન્ડર વચ્ચે વિશ્વાસનું વાતાવરણ સ્થાપવા ઔદ્યોગિક ક્ષેત્રે સૌ પ્રથમ પ્રયાસ ઔદ્યોગિક ક્ષેત્રના વધતો વિકાસ એ રાજ્ય-રાષ્ટ્ર માટે ઉજળી બાજુ છે. પરંતુ આ વધતા વિકાસ સાથે કેટલીક સમસ્યાઓ પણ આપોઆપ જન્મે છે. સમાન્ય રીતે કંપની અને વેન્ડર વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ રહેતું હોય છે. ક્યાંક કંપનીને વેન્ડરની સર્વિસ પ્રત્યે શ્રધ્ધા, ગુણવત્તા કે સમયસર ડીલીવરી પ્રત્યે શંકા રહેતી હોય છે તો ક્યાંક વેન્ડરને પોતે સપ્લાય કરેલા માલ કે સર્વિસની પુરતી કિંમત સમયસર મળશે કે નહી…? એવી શંકા કાયમ રહેતી હોય છે. એક અર્થમાં કંપની અને વેન્ડર એક બીજાને પાર્ટનર તરીકે જોતા નથી. તેવા સમયે રાજ્યમાં ઉદ્યોગકારોના બિઝનેશ નેટવર્કીંગ અને તેના સફળ સંચાલન માટે જાણીતી “એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન” સંસ્થા દ્વારા “વેન્ડર્સ જસ્ટ સર્વિસ પ્રોવાઈડર ઓર ગ્રોથ પાર્ટનર” વિષયક સેમિનારનું આયોજન કરાયું છે.
એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન”ના ફાઉન્ડર શ્રી ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું છે કે, “એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન” એ એક ગ્રુપ છે જે એન્ટરપ્રિનિયર્સના બિઝનેશ નેટવર્કીંગ માટે કાર્યરત છે. પરંતુ સાથે સાથે કંપની અને વેન્ડર વચ્ચે વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે “એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન” સંસ્થા બન્ને વચ્ચે એક પ્લેટફોર્મ બનવા જઈ રહી છે. તેના ભાગ રૂપે “એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન” દ્વારા એડવાઈઝરી ફર્મ સ્થાપવાનો પણ હેતુ છે. તેનો મુખ્ય ધ્યેય એસ.એમ.ઈ અને એમ.એસ.એમ.નો ગ્રોથ વધારવાનો છે.
એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન” આ સભ્યોના ઉધ્યોગોના સરળીકરણ માટે માર્ગદર્શન અને જાણકારી આપે છે. આ સંસ્થા મુખ્યત્વે ફાર્મા, ફુડ, હોસ્પિટલ, સ્ટાર્ટ અપ અને વુમન એન્ટરપ્રિનિયર્સ એમ પાંચ ક્ષેત્રના ઉધોગો માટે કાર્યરત છે.
“એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન” સંસ્થાએ ઈ.આઈ. કોર્પોરેટ કંપની સ્થાપેને બિઝ્નેશ ક્ષેત્રે નવા મંડાણ તો કર્યા જ છે પરંતુ કંપની અને સર્વિસ પોવાઈડર વચ્ચે કડી સમાન ભૂમિકા પણ અદા કરે છે. તા- ૨૨મી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ બપોરે ૨ કલાકે, એચ.ટી.પારેખ હોલ, અમદાવાદ મેનેજમેન્ટ એસોશીએશન,વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે “વેન્ડર્સ જસ્ટ સર્વિસ પ્રોવાઈડર ઓર ગ્રોથ પાર્ટનર” વિષયક સેમિનારમાં કંપનીના ચેરમેન-ડીરેક્ટર્શ્રીઓ તથા વિવિધ સર્વિસ પ્રોવાઈડર્સ ઉપસ્થિત રહેશે. આ સેમિનારમાં “એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન”ના ફાઉન્ડર શ્રી ભાવેશ ઉપાધ્યાય ઉપરાંત હોફ ફર્નિચર સીસ્ટમ્સ્ના પ્રાઈવેટ લિ. ના ચેરમેન શ્રી પ્રવિણ પટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વાઈસ પ્રેસીડેન્ટ શ્રી આનંદ ભટનાગર, અપમૅન પ્લેસમેન્ટના ફાઉન્ડર શ્રી નિગમ દેસાઈ, ઈન્ડિયન ઈંસ્ટીટયુટ ઓફ મટિરીયલ્સ મેનેજમેન્ટના ચેરમેન શ્રી પંકજ પાંચાબાઈ વગેરે ઉપસ્થિત રહેશે.
“આ સેમિનારમાં ભાગ લેવા ઉધોગકારો અને વેન્ડર્સને તેમણે અપીલ કરી છે.”