“કક્કો કરશે ગૌરવ” થીમ સાથે આ વર્ષે ગરબાની રમઝટ માણો ‘નવરંગી નવરાત’ સાથે  વૃંદાવન પાર્ટી પ્લોટમા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 ‘નવરંગી નવરાત’  26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરના સિંધુભવન રોડ પર આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે યોજાશે, જે આશરે 6000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે પરંતુ તેમાં બહુ ભીડ ના થાય તે માટે આયોજકો દ્વારા દરરોજ ના 3000 લોકો ગરબાની મજા માણી શકે તે પ્રમાણે આયોજન કરેલ છે. આ સાથે દરરોજ જાણીતા ગાયકો અને પ્રોફેશનલ મ્યુઝિશિયન્સ સાથે ની ટીમ ગરબા પ્રેમીઓને આકર્ષવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.        ‘નવરંગી નવરાત’ ના આયોજકો સાગર પઢિયાર, હર્ષપાલસિંહ વાઘેલા, રાજવીરસીંહ ઠાકોર, અને દીપ સોલંકીએ ‘નવરંગી નવરાત’ વિશે માહિતી આપતા જણાવ્યું, “કોરોનાકાળના ગત બે વર્ષ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી શક્યા ન હતા, તેઓની આ ભાવનાને ધ્યાનમાં રાખી ‘નવરંગી નવરાત’ તેમના માટે નવ દિવસ ગુજરાતના જાણીતા ગાયકોની સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જશરાજ શાસ્ત્રી, પાયલ વૈદ્ય, રાગ મહેતા, બલરાજ શાસ્ત્રી, કૌશલ પીઠડિયા, દર્શના ગાંધી અને મીરાંદે શાહ જેવા જાણીતા સિંગર્સ અને મ્યુઝિશિયન્સની ટીમ ખેલૈયાઓને નોરતાના નવે નવ દિવસ એક અવિસ્મરણીય અનુભવ કરાવશે.”

આ વર્ષે આયોજકો નવરાત્રી થીમની શરૂઆત જ કક્કા થી, સ્વર અને વ્યંજનથી કરશે.

Share This Article