હાઇક ઉપર નવા એનિમેટેડ સ્ટીકર્સ સાથે હોળીની મજા માણો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વસંતની સાથે હોળીનો તહેવાર પણ આવે છે. આ અવસર ઉપર ભારતના દેશી મેસેજિંગ એપ હાઇક એ નવા એનિમેટેડ સ્ટીકર્સની જાહેરાત કરીને તહેવારોના આનંદને દર્શાવવો વધુ સરળ બનાવ્યું છે.

હોળીના નવા સ્ટીકર્સ મસ્તીથી ભરપૂર, કલરફુલ અને આનંદદાયક છે. આ સ્ટીકર્સ તહેવારના વાસ્તવિક જાશને પ્રદર્શિત કરશે. આમાં બોલીવુડ રેફરન્સથી લઇને ગુજીયા અને ગુલાલથી લઇને ભાંગ પણ સામેલ છે. આ સુંદર એનિમેટેડ સ્ટીકર પેક્સમાં આ મોસમના જાદૂની ઝલક જાવા મળશે. યોગ્ય સમયે આ સ્ટિકર્સની રજૂઆત કરીને હાઇક આ તહેવારમાં પોતાની લાગણીઓને અભિવ્યક્ત કરવાનું સરળ બનાવે છે.

આ વર્ષે હાઇકનું સ્ટીકર શોપ હોળીના નવા સ્ટીકર્સથી રંગાઇ ગયું છે. તે ૧૫ માર્ચ ૨૦૧૯થી એપમાં ઉપલબ્ધ છે અને હાઇક યુઝર્સ તેને ગુગલ પ્લે અને એપ સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશે. હવે સમય છે પોતાના સંબંધીઓ અને મિત્રોને અનોખા અંદાજમાં હોળીની શુભેચ્છા પાઠવવાનો અને ચેટને વધુ મજેદાર બનાવવાનો.

 

હોળી એનિમેટેડ સ્ટીકર્સ

holihai

 

હોળી બોલિવુડ સ્ટીકર્સ

rangbarse 1balampichkari

 

સ્ટીકર્સ હાઇકની સૌથી પસંદગીની સુવિધાઓ પૈકીની એક છે. હાઇક ૪૦થી વધુ ભાષાઓમાં ૫૦,૦૦૦થી વધુ સ્ટીકર્સની લાઇબ્રેરી ઉપલબ્ધ કરાવે છે. આમાં ભારતની રંગબેરંગી સાંસ્કૃતિક પરિદ્રશ્ય, બોલિવુડ, કોમેડી, તહેવાર, ક્રિકેટ, કબડ્ડી, સ્થાનિક બાબતો, અહેસાસ તથા બહાના અને માફી દર્શાવતી ઘણી શ્રેણીને સામેલ કરવામાં આવી છે. હાઇક ચેટ ઉપર શ્રેષ્ઠ ટેક્સ્ટ-ટુ-સ્ટીકર ફીચર પણ છે, જે તમને ટાઇપ કરાયેલા કોઇપણ સંદેશાને મજેદાર સ્ટીકરમાં તબદીલ કરે છે. સ્ટીકર ઘણાં અર્થસભર હોય છે, જેનો તમે અહેસાસ કરો છો અને તે વાત કરવાનો ઉત્તમ પ્રકાર છે. હાઇકના સૌથી લોકપ્રિય સ્ટીકર પ્યાર, સ્મિત, મજાક અને મજાને વ્યક્ત કરે છે.

 

Share This Article