વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટ દ્વારા 2 જૂન, 2023થી આરંભ કરતાં 25 ટકા સુધી ડિસ્કાઉન્ટ સાથે રૂ. 1753 (VND 500,000)થી રૂ. 3506 (VND 1000,000) સુધી કિંમતનાં આકર્ષક ઈ-વાઉચરની ઓફર સાથે સમરની સૌથી આકર્ષક ગિફ્ટની ઘોષણા કરાઈ છે.
પ્રવાસીઓ ઈ-વાઉચરો સીધા જ https://evoucher.vietjetair.com/ પરથી ખરીદી શકશે. ઈ-વાઉચરો 15મી જુલાઈ, 2023થી લાગુ થશે, જે સર્વ વિયેતજેટની ફ્લાઈટના નેટવર્કમાં સર્વ કર, ફી અને વધારાની સેવાઓ સહિત ભાડાં પર ચુકવણી સામે લાગુ થશે. પ્રવાસીઓ વેબસાઈટ www.vietjetair.com પર અથવા વિયેતજેટ એર મોબાઈલ એપ પર આ ઈ-વાઉચરો મેળવી શકે છે.
મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને કોચીમાં વ્યૂહાત્મક વિસ્તરણ સાથે ભારતીયો હવેઆ સુપરસેવિંગ ઈ-વાઉચર્સ સાથે વિયેતનામ અને ઓસ્ટ્રેલિયા, કઝાકસ્તાન, જાપાન, સાઉથ કોરિયા, તાઈવાન, હોંગ કોંગ (ચાયના) અને સાઉથ ઈસ્ટ એશિયામાં હવે પ્રવાસ કરી શકે છે.
ઉપરાંત વિયેતજેટની ઓનલાઈન ચેક-ઈન સિસ્ટમ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને સેવા આપવા માટે સુસજ્જ છે. એક ક્લિક અને જૂજ પગલાં સાથે પ્રવાસીઓ વેબસાઈટ www.vietjetair.com અથવા વિયેતજેટ એર મોબાઈલ એપ પર ફ્લાઈટ પૂર્વે ઝડપથી ઓનલાઈન ચેક-ઈન કરી શકે છે. પ્રવાસીઓ તેમી સીટ પસંદ કરી શકે છે અને ચેક-ઈન કાઉન્ટર પર વાટ જોયા વિના આરામદાયક ફ્લાઈટ માટે તૈયાર રહી શકે છે.
પ્રવાસીઓ પ્રસ્થાન સમય પૂર્વે 24 કલાકથી 1 કલાક સુધી સર્વ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે ઓનલાઈન ચેક-ઈન કરી શકે છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે ઓનલાઈન ચેક-ઈન સેવા નોઈ બાઈ, મેલબર્ન, સિડની (ઓસ્ટ્રેલિયા), નવી દિલ્હી, અમદાવાદ, મુંબઈ (ભારત) સહિતનાં એરપોર્ટસ માટે લાગુ થશે અને એરલાઈનની વેબસાઈટ ખાતે આગામી એરપોર્ટસ અપડેટિંગ કરવામાં પણ ચાલુ રહેશે. ઓનલાઈન ચેક-ઈન પ્રસ્થાન સમય પૂર્વે 24 કલાકથી 90 સુધી ઉપલબ્ધ થશે.
ઉપરાંત વિયેતજેટ અતુલનીય ઓછા ખર્ચે ઈ-વાઉચર્સ પૂરાં પાડવા માચે ફેનપેજ https://www.facebook.com/vietjetvietnam પર માસિક લાઈવસ્ટ્રીમ્સ યોજશે. આથી ગમે ત્યાં પ્રવાસ કરવા માટે નિયમિત ધોરણે તેના ફેનપેજનો ફોલો કરો. વિયેતજેટ તમને પંપાળે છે, સમરમાં ઠંડક આપે છે! વધુ માહિતી માટે કૃપા કરી વિઝિટ કરોઃ https://www.vietjetair.com/en/checkin
(*) નિયમો અને શરતો લાગુ, વધુ વિગતો જુઓ https://evoucher.vietjetair.com/