બજારમાં નવા નવા ગેજેટ લાવવા માટેની સ્પર્ધા મોટી કંપનીઓ વચ્ચે ચાલી રહી છે. હવે જા તમને નીંદ માણવાનુ વધારે પસંદ છે તો ડે ટાઇમ બ્રેઇન ટ્રેનિંગ હેન્ડસેટ કામમાં લઇ શકાય છે. યુર્ગો નાઇટ ઇલેક્ટ્રોએન્સેલોગ્રામ (ઇઇજી) મેજરમેન્ટ અને પર્સનાઇઝ્ડ બ્રેઇન એક્સરસાઇઝને કામમાં લઇને વધારે સારી સારી નીંદ લાવવામાં મદદરૂપ બની શકે છે. આને ત્રણ મહિના સુધી દરેક સપ્તાહમાં ત્રણ વખત ૨૦ મિનિટ સુધી પહેરી રાખવાથી નીંદમાં ૪દ ટકા સુધીનો સુધારો થાય છે. આવી જ રીતે અન્ય એક સાવધન બેલ્ટ છે જે આપના આરોગ્યની કાળજી રાખવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે.
આ બેલ્ટ ટેકનોલોજીથી સજ્જ છે. જે આરોગ્ય અને કમરને મોનિટર કરવા માટેનુ કામ કરે છે. આ રિચાર્જેબલ બેલ્ટ ફિજિકલ એÂક્ટવિટી, વર્તમાન કમરના કદ અને રોજના પગલા તેમજ ભોજન કેટલા પ્રમાણમાં કરવામાં આવ્યુ છે તે તમામ બાબતોને ટ્રેક કરશે. સાથે સાથે તમે કેટલા સમય સુધી બેઠા રહ્યા તેની પણ નોંધ લેશે.
આ તમામ ચીજોને ટ્રેક કરીને કેટલીક બાબતોમાં મદદ કરશે. આરોગ્ય અંગે તમામ માહિતી સરળતાથી મળી શકશે. કંપનીઓ નવા નવા ગેજેટ બનાવી રહી છે જે આધુનિક સમયની ભાગદોડની લાઇફમાં વ્યક્તિને અનેક રીતે મદદરૂપ બની શકે છે.