અમદાવાદ : લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં ગુજરાતની ૨૬ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ બનાવાઇ છે. નીરીક્ષકોની પેનલ સહિત વિવિધ સમિતિઓ દ્વારા આ અંગેની કાર્યવાહી વેગવંતી બનાવવામાં આવી છે. બીજીબાજુ, લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી ગુજરાતમાં દસ જાહેરસભા સંબોધશે. લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારની પ્રક્રિયા પણ બહુ આયોજનબધ્ધ રીતે હાથ ધરાઇ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના ચૂંટણી પ્રચારના ભાગરૂપે દસ જાહેરસભા સંબોધશે અને રોડ-શો પણ કરશે. ગુજરાતના ચારેય ઝોનમાં રાહુલ ગાંધીની બે-બે જાહેરસભા યોજાશે.
રાહુલ ઉપરાંત, પ્રિયકાં, સોનિયા ગાંધી સહિતના સ્ટાર પ્રચારકો પણ ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવશે. દરમ્યાન આજે પાસના યુવા નેતા અને તાજેતરમાં કોંગ્રેસમાં જાડાયેલા હાર્દિક પટેલે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ માટેનું પાંચ રૂપિયાનું ફોર્મ ભરીને પાર્ટીમાં વિધિવત્ પ્રવેશ મેળવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ આ પ્રસંગે હાર્દિક પટેલને પક્ષમાં આવકાર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ કોઇપણ શરત વિના કોંગ્રેસમાં જાડાયા છે અને સભ્ય તરીકે કામ કરવા તૈયાર છે. લોકસભા ચૂંટણીમાં તેમની ભૂમિકા મહત્વની બની રહેશે.
હવે કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને કયાંથી લોકસભા ટિકિટ અપાય છે અને ચૂંટણી જંગમાં કોની સામે ઉતારાય છે તે જાવાનું મહત્વનું બની રહેશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજયની ૨૬ લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગી માટે બહુ મહત્વની કવાયત હાથ ધરાઇ છે, જેમાં શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની બેઠકોને લઇ ખાસ કરીને મતદારોનો મિજાજ, ઉમેદવારની લોકપ્રિયતા, તેના જીતવાની સંભાવના-ચાન્સીસ સહિતના સઘળા પાસાઓ ધ્યાનમાં લઇ દરેક બેઠક દીઠ ત્રણ-ત્રણ ઉમેદવારોના નામની પેનલ તૈયાર થઇ રહી છે. જા કે, સાત બેઠક કોંગ્રેસ દ્વારા તેના ચાલુ ધારાસભ્યોને ઉતારાય તેવી શકયતા છે. બીજીબાજુ, ચારેક બેઠકો એવી છે કે, જેની પર કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીયે નિર્ણય લેવાની ગણતરીમાં છે. લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદથી ભાજપ અને કોંગ્રેસ બંને ગુજરાતમાં સંપૂર્ણ તાકાત લગાવી ચુક્યા છે. હવે ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.