અમદાવાદ: એડલવીસ વેલ્થ મેનેજમેન્ટના પર્સનલ વેલ્થ બિઝનેસ (પગારદાર વ્યાવસાયિકો અને એચએનઆઈને સેવા આપતો)એ ગુજરાતમાં નાણાકીય વર્ષ ૨૦૧૮ના ૯ મહિનાની સરખામણીમાં નાણાકીય વર્ષ ૨૦૧૯ના ૯ મહિનામાં તેના ગ્રાહકોના આધારમાં ૨૦ ટકા વૃદ્ધિની જાહેરાત કરી છે. નાણાકીય બજારોમાં રોકાણ અને ટ્રેડિંગ માટે ઈએમટી અને ટ્રેડર એક્સટ્રીમ ૩ (ટીએક્સ૩) જેવા ટેક્નોલોજી પ્લેટફોર્મ્સ સાથે રોકાણકારોને સક્ષમ બનાવતાં ગ્રાહકોને કસ્ટમાઈઝ્ડ અને ભેદભાવરહિત સલાહ પૂરી પાડવાના કારણે આ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં બિઝનેસની આવકમાં પણ ૬૩.૫% જેટલી નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. નાણાકીય વર્ષ ૨૦૧૮માં કંપનીના વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસની કુલ એસેટ્સ અન્ડર એડવાઈસની વૃદ્ધિ ૫૧.૨% હતી. આ અસાધારણ વૃદ્ધિના મહત્વના કારણોમાંનું એક ગુજરાતમાં ગ્રાહકો દ્વારા સ્ટ્રક્ચર્ડ ઉત્પાદનોની સ્વીકૃતિનું ઊંચું પ્રમાણ છે.
નાણાકીય વર્ષ ૨૦૧૮ના ૯ મહિનાની સરખામણીમાં નાણાકીય વર્ષ ૨૦૧૯માં ૯ મહિનામાં રોકાણ અને ટ્રેડિંગના સંદર્ભમાં અમદાવાદમાં ટેકનોલોજી અપનાવવામાં ક્રાંતિકારી વૃદ્ધિ આવી છે અને સમગ્ર ભારતમાં અમારી એપ એડલવીસ મોબાઈલ ટ્રેડર (ઈએમટી)માં સમગ્ર ભારતમાં ૧૪૮% અને ગુજરાતમાં ૫૮%ની વૃદ્ધિ જોવા મળી છે.
ગુજરાતમાં કુલ એકંદર વપરાશમાંથી અમદાવાદમાંથી ૬૧ ટકા, સુરતમાંથી ૪૫ ટકા વડોદરામાં ૫૧ ટક્નો સમાવેશ થાય છે. લાખો લોકો દ્વારા મોબાઈલ એપ્લિકેશન્સના વપરાશમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે અને ગુજરાતમાં ગ્રાહકોમાં અંદાજે ૧૮ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
આ બાબતે ટીપ્પણી કરતાં એડલવીસ વેલ્થ મેનેજમેન્ટના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ રાહુલ જૈને જણાવ્યું હતું કે, ‘ગ્રાહકલક્ષી સંસ્થા હોવાનો અમને અમારા પર ગર્વ છે. અમારી પર્સનલાઈઝ્ડ એડવાઈઝરી અને નવીન ટૂલ્સ અમારા નવા યુગના ગ્રાહકોને નાણાકીય નિર્ણયો લેવા અંગે સક્ષમ બનાવે છે. આ સાથે અમે લાંબાગાળે અમારા ગ્રાહકો માટે અમે ઉચ્ચ સ્તરનું રીસ્ક એડજસ્ટેડ રીટર્ન્સ પૂરું પાડવા સક્ષમ બનીએ છીએ.’
આ કારોબારમાં અમારી ૬૦૦થી વધુ સલાહકારોની ઉચ્ચ સ્તરની તાલીમ મેળવેલી અને નિષ્ણાતોની ટીમ ગ્રાહકો સાથે કાર્યરત હોય છે. કંપની સમગ્ર દેશમાં ૭૦ ઓફિસ ધરાવે છે.
પર્સનલ વેલ્થ એડવાઈઝરી લાંબા ગાળે સમૃદ્ધિના સર્જન માટે ટકાઉ ઉકેલો પૂરા પાડીને તેના ગ્રાહકોને સમૃદ્ધ બનાવવામાં વિશ્વાસ ધરાવે છે. પર્સનલ વેલ્થ એડવાઈઝરી અગ્રણી પર્સનલ વેલ્થ એડવાઈઝરી કંપની હોવાથી ગ્રાહકોની જરૂરિયાતો મુજબ તેમને યોગ્ય ઓફર પૂરી પાડવા સાથે તેમને માર્ગદર્શન આપવામાં ચોક્કસ પગલાંઓને અનુસરે છે. લાંબાગાળે સમૃદ્ધિના સર્જન માટે ગ્રાહકની જોખમ સહન કરવાની ક્ષમતા અને તેમના માટે કઈ અસ્કયામતો આદર્શ હશે તેના આકલન દ્વારા તેમની પ્રોફાઈલિંગ તૈયાર કરાવીને આ કામગીરી શરૂ કરવામાં આવે છે. ગ્રાહકો દ્વારા તેમના નાંણાં રોકવા માટે યોગ્ય સાધનોને ઓળખી કાઢવા અને યોગ્ય સંપત્તિની ફાળવણી ખૂબ જ મહત્વનું પગલું છે. ગ્રાહકો સામાન્ય રીતે ઈક્વિટી, બોન્ડ્સ, ઈન્સ્યોરન્સ, ગોલ્ડ વગેરેમાં રોકાણ કરી શકે છે. અહીં એ નોંધવું પણ ખૂબ જ જરૂરી છે કે અસ્કયામતોની ફાળણવી એક સતત ચાલતી પ્રક્રિયા છે અને જોખમ સહન કરવાની ક્ષમતા ગ્રાહકની ક્ષમતા વધારી અથવા ઘટાડી શકે છે.
‘વેલ્થ એડવાઈઝરીના ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરની ટેક્નોલોજી અપનાવવાની સાથે અમારા નવા યુગના ગ્રાહકોને નાણાકીય નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવી શકે તેવા નવીન અને રચનાત્મક ટૂલની પણ સતત માગ રહે છે,’ તેમ રાહુલે ઉમેર્યું હતું. ઉદાહરણરૂપે, અમારા બે ફ્લેગશિપ ઉત્પાદનો – ટીએક્સ૩ અને એડલવીસ મોબાઈલ ટ્રેડર (ઈએમટી) અમારા બધી જ કેટેગરીના ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે.
ટીએક્સ૩ સર્વશ્રેષ્ઠ ટેકનિકલ ટ્રેડિંગ સોલ્યુશન્સ સાથેની એક ડેસ્કટોપ ટ્રેડિંગ એપ્લિકેશન છે, જે ઈપીડબલ્યુએ દ્વારા ઈન-હાઉસ ડિઝાઈન કરવામાં આવી છે. નવી પેઢીના અને વ્યાવસાયિક ટ્રેડર્સને સુવિધા પૂરી પાડવા આ એપ્લિકેશન તૈયાર કરાઈ છે. ટ્રેડર્સ માટે વન સ્ટોપ સોલ્યુશન્સ સમાન આ એપ્લિકેશન તેમને સ્પોટ તકો, બજારના વિશ્લેષણ અને તુરંત સોદા કરવા માટે સક્ષમ બનાવે છે. તે અસાધારણ ઝડપ, વ્યાપક ડેટા વિશ્લેષણ અને અત્યાધુનિક ર્ચાટિંગ સાથે ટ્રેડર્સને સંપૂર્ણ ટ્રેડિંગ અને વિશ્લેષણાત્મક ઉકેલ પૂરા પાડે છે. ટીએક્સ૩ માત્ર એક નહીં પરંતુ ૩ એક્સ-ફેક્ટર્સ ધરાવે છે, જે ટ્રેડરને બજારમાં ટોચ પર રાખી શકે છે.
એડલવીસ મોબાઈલ ટ્રેડર (ઈએમટી) અત્યાધુનિક મોબાઈલ ટ્રેડિંગ એપમાંની એક છે, જે ગ્રાહકોને એનએસઈ ને બીએસઈમાં બધા જ સેગ્મેન્ટ્સમાં સોદા કરવા અને તેમને ટ્રેક કરવામાં મદદરૂપ થાય છે. તે ગ્રાહકોને એક મોબાઈલ એપ માટે સૌથી અત્યાધુનિક ટ્રેડિંગ પ્લેટફોર્મની સુવિધા પૂરી પાડે છે, જે બજારના સમાચાર, સેન્ટીમેન્ટ્સ અને વર્તમાન ઘટનાઓ સાથેની માહિતી પૂરી પાડે છે. ઈએમટીનો ઉપયોગ કરવા માટે વ્યક્તિએ અમારા ગ્રાહક બનવાની જરૂર નથી અને તે મફતમાં ઉપલબ્ધ છે.
એડલવીસ પર્સનલ વેલ્થ એડવાઈઝરી એક વેલ્થ મેનેજમેન્ટ અને બ્રોકિંગ કંપની છે, જે ભારતના અગ્રણી નાણાકીય સર્વિસ ગ્રૂપ એડલવીસ ફાઈનાન્સિયલ સર્વિસીસનો એક ભાગ છે. ઈપીડબલ્યુએ ગ્રાહકો સાથે કામ કરતાં ૬૦૦થી વધુ સલાહકારોની ઉચ્ચ સ્તરની તાલીમ મેળવેલી અને નિષ્ણાતોની ટીમ છે. કંપની સમગ્ર દેશમાં ૭૦ ઓફીસો ધરાવે છે. ઈપીડબલ્યુએ લોકોને સમૃદ્ધ બનાવવા સમર્પિત છે અને તેમને વિવિધ સેક્ટરના રિસર્ચ ડેટા તથા ઊંડાણપૂર્વકના ક્રોસ સેક્ટોરલ રિસર્ચ ડેટા અને આંતરિક પ્લેટફોર્મ્સ તેમજ ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગ મારફત નાણાકીય રોકાણ માટે સક્ષમ બનાવવાનો છે. કંપની તેના ગ્રાહકોની નાણાકીય જરૂરિયાતોને સમજે છે અને ઈક્વિટી, ડેરીવેટીવ્સ, આઈપીઓ, કરન્સીસ, એમએફ, ગોલ્ડ ઈટીએફ જેવા અસ્કયામત વર્ગોમાં રોકાણના સરળ અભિગમની ભલામણ કરે છે.
એડલવીસ ગ્રૂપના ભાગરૂપ એડલવીસ ગ્લોબલ વેલ્થ એન્ડ એસેટ મેનેજમેન્ટ (ઈજીડબલ્યુએએમ) ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ મેનેજર્સમાંની એક કંપની છે, જેની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ ૨૦ અબજ યુએસ ડોલરથી વધુની છે. ઈજીડબલ્યુએએમ આજે ઈક્વિટીસ, ડેટ અને ઓલ્ટરનેટીવ્સ જેવી અલગ અલગ અસ્કયાતોમાં રીસ્ક-રીટર્ન સ્પેક્ટ્રમમાં કસ્ટમાઈઝ્ડ સોલ્યુશન્સ પૂરા પાડે છે. વધુમાં એડલવીસ ગ્રૂપનું પ્લેટફોર્મ ઈજીડબલ્યુએએમ મોટી વૈશ્વિક સંસ્થો, કોર્પોરેટ્સ અને ભારતમાં ટોચના બિઝનેસ પરિવારો સહિત વ્યાપક સ્તરના ગ્રાહકોને સલાહ પૂરી પાડે છે.