જે રીતે ચીને ફરી એકવાર કુખ્યાત ત્રાસવાદી અને જેશે મોહમ્મદના લીડર મસુદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવા માટે ભારત સહિતના દેશોની પહેલ પર વીટોનો ઉપયોગ કરીને અડચણો ઉભી કરી છે તેના કારણે તેના ખતરનાક ઇરાદા જાહેર થઇ ગયા છે. ચીનના આ પ્રકારના વર્તનના કારણે દુનિયાભરના દેશોમાં ચીનની ટિકા થઇ રહી છે. અમેરિકા સહિતના દેશો ભારતની સાથે રહીને ચીનના વર્તનની સામે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. ફ્રાન્સ સહિતના કેટલાક દેશોએ તો કાર્યવાહી કરીને મસુદની સંપત્તિ જપ્ત પણ કરી લીધી છે. જે રીતે ચીને ફરી એકવાર મસુદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાના સંકટમાંથી બચાવી લીધો છે તે જાતા હવે ભારતને ચીનને મુશ્કેલમાં મુકવા અને તેના પણ દબાણ લાવવા માટે અલગ રણનિતી અપનાવવી પડશે.
ચીનને લાઇન પર લાવવા માટે પણ ભારતની પાસે વિકલ્પ છે. જેમાં સૌથી અસરકારક વિકલ્પ તો ચીન પર આર્થિક દબાણ લાવવા માટેનો છે. ભારતીય કન્ઝ્યુમર માર્કેટનુ કદ ૧૧૦ લાખ કરોડની આસપાસનુ છે. ભારતીય બજાર દુનિયામાં સૌથી ઝડપથી વિકસિત પામનાર અને આગળ વધનાર બજાર તરીકે છે. જા ભારત આવી સ્થિતીમાં ચીનની ચીજવસ્તુઓ પર બ્રેક મુકે છે તો ચીન માટે મોટા પડકાર ઉભા થઇ શકે છે. તેના આર્થિક માહોલને માઠી અસર થઇ શકે છે. ચીન પર દબાણ લાવવા માટે ભારતને કેટલાક અન્ય પગલા પણ લેવા પડશે. જેના ભાગરૂપે ચીનની સાથે વેપાર અસમતુલા પણ કમ કરી દેવાની જરૂર છે. વિશ્વ બેંકની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારત, ચીન અને પશ્ચિમી દેશોને પછડાટ આપીને હવે દુનિયાના નવા કારખાના તરીકે ભારત ઉભરી શકે છે. ચીનમાં આવેલી આર્થિક સુસ્તી અને યુવા કાર્યશેલી વસ્તીની કમીના કારણે ચીનમાં રોકાણ ઘટી રહ્યુ છે. કારણ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં મુશ્કેલી વધી રહી છે. ચીનને આર્થિક પડકાર ફેંકવા જરૂરી એ પણ છે કે ભારત સરકાર તેના મુળભુત માળખાને વધારે મજબુત કરે. ભારતીય નિકાસકારોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. ચીને મસુદના મામલે ચોથી વખત અડચણો ઉભી કરી છે. ચીન દ્વારા વારંવાર ભારતને ત્રાસવાદના મુદ્દે હેરાન કરીને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસ કરવામાં આવે છે. ચીને ચોથી વખત મસુદના મામલે અડચણો ઉભી કરી છે.
ચીને વારંવાર કમનસીબ વલણ અપનાવ્યુ છે. આ મુદ્દાને હવે સરકારને દરેક સ્તર પર એક પડકાર તરીકે સ્વીકાર કરવાની જરૂર છે. આવી સ્થિતીમાં દેશના કરોડો લોકો એકબાજુ ચીની વસ્તુઓના વિરોધની નીતિ પર આગળ વધી શકે છે. બીજી બાજુ સરકારને પણ ચીનનો મુકાબલો કરવા માટે આર્થિક રણનિતી અમલી કરવાની જરૂર દેખાઇ રહી છે. ચીનની અર્થવ્યવસ્થા ૧૧૫ ખર્વ ડોલરની આસપાસની છે. જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ૨૩ ખર્વ ડોલરની આસપાસની છે. એટલે કે ચીનની અર્થવ્યવસ્થા ભારતીય અર્થવ્યવસ્થા કરતા પાંચ ગણી વધારે છે. સાથે સાથે ચીનની પાસે ભારત કરતા વધારે સૈન્ય તાકાત પણ છે. જા કે હવે ભારતની પાસે કેટલાક એવા ઉજ્જવળ પાસા છે જેના આધાર પર ભારત ચીનને મુશ્કેલમાં મુકી શક છે. જેના આધાર પર ચીનને મુશ્કેલીમાં મુકી શકે છ. ભારતીય કન્ઝુયમર માર્કેટ વગર ચીનને ચાલે તેમ નથી. આવી સ્થિતીમાં ભારત ચીન પર દબાણ લાવી શકે છે.
હાલના સમયમાં ભારતીય કન્ઝ્યુમર માર્કેટ ૧૧૦ લાખ કરોડ રૂપિયાના સ્તર પર પહોંચી ગયુ છે. ભારતીય બજાર દુનિયામાં સૌથી તેજ ગતિથી વધનાર માર્કેટ તરીકે છે. જા ભારત ચીનની વસ્તુઓ પર બ્રેક મુકે છે તો તેના માટે મુશ્કેલી થઇ શકે છે. ભારતના કેટલાક ઉદ્યોગો પણ ચીન પર આધારિત છે. દુનિયામાં સૌથી વધારે ચાઇનીઝ મોબાઇલ ભારતમાં જ વેચાય છે. આવા કોઇ પણ પગલાના કારણે ચીનની ચિંતા વધી શકે છે. ચીન સામે પણ દબાણની રણનિતી હવે અપનાવવાની જરૂર છે. વૈશ્વિક દેશો ભારતની સાથે દેખાઇ રહ્યા છે ત્યારે ચીન મામલે પણ આક્રમક રણનિતી અપનાવવાની જરૂર છે. ચીન સાથે વેપાર અસમતુલાને કમ કરવાની દિશામાં પણ જોરદાર રીતે આગળ વધવાની જરૂર છે. વર્ષ ૨૦૧૪ બાદ ભારતીય વેપાર ખાદ્ય સતત વધી રહી છે.
ભારતમાંથી ચીનમાં કરવામાં આવેલી નિકાસ ઘટી રહી છે અને આયાતમાં વધારો થઇ રહ્યો છે. જેથી આવી સ્થિતી પર બ્રેક નમુકવાની જરૂર દેખાઇ રહી છે. નવેસરના આંકડા મુજબ ભારત-ચીન વચ્ચે દ્ધિપક્ષીય વેપારનો આંકડો ૮૫ અબજ ડોલરની આસપાસનો રહ્યો છે. ભારત ચીનમાંથી ૬૮ અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરે છે. જે ખુબ મોટો આંકડો છે. નિકાસ ૧૭ અબજ ડોલરની આસપાસ છે. જે નાનો આંકડો છે.