ઠંડીની સીઝનમાં બાજરાના સેવનથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે
અમદાવાદ : દેશના ઘણા વિસ્તારમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં તમારે ખાનપાનમાં ફેરફાર કરવાની જરૂરીયાત છે. ઠંડીના સમયમાં ઘણા રાજ્યોમાં ખાનપાનમાં ફેરફાર પણ જાેવા મળતો હોય છે. જેમ કે પંજાબમાં લોકો મકાઈની રોટી અને સરસસના શાકનું સેવન કરે છે. તેવામાં રાજસ્થાનમાં લોકો બાજરાની રોટી, માખણ અને ગોળનું સેવન કરે છે. આ બંને ભોજન ઠંડીમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આમ પણ શિયાળામાં તમે જેટલી પૌષ્ટિક વસ્તુનું સેવન કરો છો શરીરને એટલી મજબૂતી મળે છે. તેવામાં ઠંડીની સીઝનમાં તમે બાજરાનું સેવન કરી શકો છો. તેનાથી સ્વાસ્થ્યને ફાયદો થશે. બાજરામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, આયરન અને ફોલેટ વગેરે હોય છે. તેનાથી પાચન શક્તિ મજબૂત રહે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. બાજરો મોટા અનાજમાં સામેલ છે. તેનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ પણ ઓછો હોય છે. તેવામાં તે ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ રામબાણથી ઓછો નથી. તમે બાજરાને રોટલા, દલિયા કે સૂપ તરીકે ઉપયોગ કરી શકો છો. ઘઉં અને મકાઈના મુકાબલે બાજરામાં વધુ ન્યૂટ્રિએન્ટ હોય છે, તે ગ્લૂટેન ફ્રી છે. તેનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ૫૪-૬૮ હોય છે. તેમાં ભારે માત્રામાં ડાઇટરી ફાઇબર, પ્રોટીન હાજર હોય છે. આ સિવાય એમીનો એસિડ, વિટામિન્સ અને મિનરલ્સ બ્લડ સુગર લેવલને બેલેન્સ રાખવામાં મદદ કરે છે. શિયાળામાં બાજરો ખાવાથી શરીર ગરમ રહે છે. આ સાથે પાચન પ્રક્રિયાને સારી બનાવવામાં મદદ મળે છે. શિયાળામાં બાજરાનો રોટલો ખાવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે. તેનાથી કબજીયાત અને પેટ ફૂલવાની સમસ્યા દૂર કરી શકાય છે. બાજરાનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેના નિયમિત સેવનથી વજન ઘટાડી શકાય છે. બાજરાને લોટના રોટલા દરરોજ ખાવાથી વજન કંટ્રોલ કરી શકાય છે. ચોખાની જગ્યાએ બાજરો મોટાપાથી પરેશાન લોકો માટે ફાયદાકારક છે. બાજરો ખાવાથી આંતરડાનું સ્વાસ્થ્ય પણ સારૂ બનાવવામાં મદદ મળે છે.
ગુજરાતીઓ આગામી 8 દિવસ સાચવજો! હવામાનના મિજાજમાં આવશે મોટું પરિવર્તન, ખેડૂતો માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ...
Read more