અમદાવાદ : અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે (૧૨ જૂન) ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૨૬૫ લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન તપાસ એજન્સીઓએ દુર્ઘટનાસ્થળ પર વિખરાયેલા વિમાનના કાટમાળમાંથી પુરાવા શોધવાનું શરુ કર્યું છે. જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી એક ડીવીઆર મળી આવ્યું છે. આ બોક્સથી પ્લેન દુર્ઘટના કયા કારણોસર થઈ તેનું કારણ સામે આવી શકશે. વિમાનના બ્લેક બોક્સને ટેકનિકલ ભાષામાં ફ્લાઇટ ડેટા રૅકોર્ડર કહેવામાં આવે છે.
રાજ્યની એટીએસને અમદાવાદ વિમાન દુર્ઘટનાના કાટમાળમાંથી ડિજિટલ વીડિયો રૅકોર્ડર (DVR) મળી આવ્યો છે. જે આ ભયાવહ દુર્ઘટનાની તપાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પુરાવો બની શકે છે. ડીવીઆર બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાનના કાટમાળની વચ્ચે હતું.
એર ઇન્ડિયાનું વિમાન AI-૧૭૧ લંડનના ગેટવિક એરપોર્ટ માટે ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યો સાથે ઉડાન ભરી હતી. મુસાફરોમાં ૧૬૯ ભારતીય નાગરિકો, ૫૩ બ્રિટિશ નાગરિકો, ૭ પોર્ટુગીઝ નાગરિકો અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે, જ્યારે ફ્લાઇટમાં બે પાઇલટ સહિત કુલ ૧૨ ક્રૂ સભ્યો હાજર હતા.
ડીવીઆર અને બ્લેક બોક્સમાં તફાવત છે અને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનું બ્લેક બોક્સ હજુ સુધી મળી આવ્યું નથી. ડીવીઆર (ડિજિટલ વિડીયો રેકોર્ડર) અને બ્લેક બોક્સ બંનેનું કામ ડેટા રેકોર્ડ કરવાનું છે, પરંતુ ડીવીઆર સામાન્ય રીતે ફ્લાઇટનો વીડિયો રેકોર્ડ કરે છે. સુરક્ષા કેમેરા છે જ્યારે બ્લેક બોક્સ ફ્લાઇટ ડેટા અને કોકપીટ ઓડિયો રેકોર્ડ કરે છે.
ડ્ઢફઇ ઘણીવાર દેખરેખ હેતુ માટે સુરક્ષા કેમેરામાંથી વિડિયો ફૂટેજ રેકોર્ડ કરે છે. ડ્ઢફઇમાંથી રેકોર્ડ કરાયેલ વિડિયો ડેટા સામાન્ય રીતે હાર્ડ ડ્રાઇવ અથવા ક્લાઉડ સ્ટોરેજ પર સંગ્રહિત થાય છે. ડ્ઢફઇ મુખ્યત્વે વિઝ્યુઅલ ડેટા રેકોર્ડ કરે છે. બ્લેક બોક્સ (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) ફ્લાઇટ ડેટા જેમ કે એરક્રાફ્ટની ગતિ, ઊંચાઈ, એન્જિન થ્રસ્ટ, વગેરે અને કોકપીટ ઓડિયો (પાઇલટ વાતચીત) રેકોર્ડ કરે છે. મ્ઙ્મટ્ઠષ્ઠા મ્ર્ટ માં વિશિષ્ટ રેકોર્ડર્સનો ઉપયોગ કરવામાં આવે છે જે ગંભીર અકસ્માતની સ્થિતિમાં પણ નુકસાન ન થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોટા સમાચારો સામે આવ્યાં છે. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ બાદ અમદાવાદ મહાનગર પાલિકાની ફાયર ટીમે ય્ઁજી ટ્રેકનો એક ભાગ શોધી કાઢયો છે. આ ય્ઁજી ટ્રેકના ભાગન ડ્ઢય્ઝ્રછ અને છછૈંમ્ની ટીમને સોંપાશે. બ્લેક બોક્સના ભાગની તપાસ બાદ પ્લેન ક્રેશ કેમ થયું તેનું કારણ જાણવા મળશે.
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હ્લજીન્ અને છછૈં સહિતની ટીમો તપાસ કરી રહી છે. આ ઉપરાંત ડોક્ટર હોસ્ટેલમાં પણ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પાર્ટસ તપાસ માટે કબ્જે લેવાયા છે. બીજી તરફ કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. દ્ગૈંછની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ છે.