પ્રાણી પાળવાનો પ્રવાહ વર્ષો જુનો છે. આપણા સાહિત્ય અને શાસ્ત્રોમાં વફાદાર અને વિશ્વાસુ પ્રાણીનો ઉલ્લેખ મળી આવે છે. લોકો પોતાના પસંદગી હોય તે પ્રમાણે પાલતુ પ્રાણીઓ પાળતા હોય છે. જો વફાદાર અને વિશ્વાસુ પ્રાણીની વાત કરવામાં આવે તો શ્વાન લોકોની પ્રથમ પસંદગી રહ્યું છે.
ઘણીવાર પાલતુ પ્રણીઓ ગુસ્સે થઇ હુમલો કરતા કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જે શ્વાનના મિલનસાર સ્વભાવને લઇને પ્રશ્ન ઉપસ્થિત કરે છે. શ્વાન મોટાભાગે અજાણી વ્યક્તિ પર હુમલો કરતું હોય છે. પરંતુ ઘણી વાર શ્વાન પોતાના પાલકના પરીવારના સભ્યો પર પણ હુમલો કરી શકે છે, ખાસ કરી નાના બાળકોની બાબતે સર્તક રહેવું કેટલું જરૂરી છે તે આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે.