દુનિયા ઉપર પા પા પગલી…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મિત્રો, ઓળખાણનો આનંદ અનેરો હોય છે, પછી એ ઓળખાણ અવનવા પ્રાંતની, વ્યક્તિની, સ્થળની, સમાજની, કુદરત કે માનવ   સર્જિત અજાયબીઓની હોય. આ અનેરો આનંદ મેળવવા આપણે ઘરમાંથી બહાર નીકળવું પડે. આપણને મળનારા ફાજલ સમયનો સદુપયોગ વિવિધ પ્રવાસો દ્વારા કરી શકાય. નજીકના સ્થળોના પ્રવાસો કરવા ખાસ તૈયારીની જરૂર નથી હોતી, પણ જો વિશ્વ પ્રવાસ કરવો હોય તો દરેક દેશ, ત્યાં જોવાલાયક સ્થળો, રહેવા, ખાવા, ફરવાના સાધનો અને સૌથી અગત્યનું ત્યાંના કાયદાઓ વિશેની સામાન્ય માહિતી હોવી જરૂરી છે. આજથી હું તમારી સાથે મેં કરેલા પ્રવાસો અને તેની તૈયારી તથા અન્ય પ્રવાસલક્ષી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ.

સૂર્ય પૂર્વમાંથી ઊગે છે અને આપણે તો ભારતીય, પૂર્વ દિશાને આગવું મહત્વ આપીએ એટલે પ્રવાસ માહિતીનો આરંભ પણ આપણા પૂર્વમાં આવેલ પડોશી દેશ નેપાળથી કરીએ. હિમાલયની ગોદમાં આવેલ ૧૭૬૮માં સ્થપાયેલ હિંદુરાષ્ટ્ર નેપાળ ૧૯૯૦માં રાજાશાહીને અલવિદા કહી લોકતાંત્રિક ગણતંત્રની સ્થાપના કરી અને ૨૦૦૬માં તે હિંદુ રાજ્યમાંથી સેક્યુલર દેશ બન્યો. જોકે આજે પણ તે દેશમાં ૮૦% વસ્તી હિન્દુધર્મ પાળે છે. તો આપણે આપણી પહેલી સફરમાં નેપાળ અને તેનાં વિવિધ પ્રદેશ વિષે જાણીશું. તો આવતા રવિવારથી નેપાળની સફર કરવા મારી સાથે તૈયાર થઈ જાવ.

ND e1526136713152

Share This Article