અમદાવાદ : લવ, લગ્ન અને લફરાની ગેરસમજના આટાપાટામાં અટવાયેલી ૪જી અને હસીહસીને લોટપોટ થઇ જવાય તેવું નાટક વન ટુ કા ફોર શહેરમાં તા.૧૬ અને ૧૭મી ફેબ્રુઆરી દરમ્યાન ઠાકોરભાઇ દેસાઇ હોલમાં રજૂ થવા જઇ રહ્યું છે, ત્યારે આ નાટકમાં પાત્ર ભજવી રહેલા મોરલી પટેલ, વિપુલ ઠક્કર સહિતના જાણીતા ગુજરાતી કલાકારો આજે શહેરની મુલાકાતે હતા તે પ્રસંગે તમામ કલાકારોએ જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જિલ્લાના અવÂન્તકાપુર ખાતે આંતકવાદી ફિદાયીન હુમલામાં ૪૦થી વધુ સીઆરપીએફ જવાનોના મોતને લઇ ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી. ગુજરાતી ફિલ્મ અને નાટયજગતના આ કલાકારોએ પણ નિર્દોષ ભારતીય સીઆરપીએફના જવાનોને ફિદાયીન હુમલાનો ભોગ બનાવનાર આંતકવાદીઓ અને પાકિસ્તાન પરત્વે તીખા શબ્દોમાં ફિટકાર વરસાવ્યો હતો અને તેને કાયરતાપૂર્ણ હરકત ગણાવી હવે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવા ભારતને અનુરોધ કર્યો હતો. વન ટુ કા ફોર નાટક લવ, લગ્ન અને લફરાની ૪ જી કોમેડી થીમ પર આધારિત છે.
જેનું નિર્માણ પ્રકાશ નાયક અને પ્રવીણ પટેલ દ્વારા કરાયું છે, તો, સહનિર્માતા તરીકે મોરલી પટેલે યોગદાન આપ્યું છે. નાટકનું લેખન અને દિગ્દર્શન મુંબઇના જાણીતા ડિરેકટર અનુરાગ પ્રપન્ન દ્વારા કરવામાં આવ્યું છે. વન ટુ કા ફોર નાટક વિશે જાણીતા ગુજરાતી કલાકાર વિપુલ ઠક્કર અને મોરલી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતી નાટકોની દુનિયામાં ઘણા કોમેડી નાટકો આવ્યા પરંતુ આ નાટક બધાથી કંઇક અલગ અને લોકોને પેટ પકડીને હસાવે તેવું છે. સામાન્ય રીતે ગુજરાતી કોમેડી નાટકમાં જાક સ્ટાઇલની કે દ્વિઅર્થી સંવાદોની કોમેડીનો સહારો લેવાતો હોય છે પરંતુ વન ટુ કા ફોર નાટકમાં સીચ્યુએશનલ કોમેડીને વણી લેવામાં આવી છે, જે છેક સુધી હસી હસીને બેવડ વળી જાય તેવી કોમેડી દર્શકોને પીરસશે. આજની ભાગદોડભરી જીંદગીમાં દરેક વ્યકિતનટ્ઠા જીવનમાં ટેન્શન ઓવરફલો થતું હોય છે ત્યારે તેવા સમયે ટેન્શન ભૂલી ફેમીલી સાથે માણવાની આ નિર્દોષ હાસ્ય પીરસતુ ફુલ ટુ ફટાક કોમેડી નાટક વન ટુ કા ફોર દર્શકોને હસાવી હસાવીને લોટપોટ વાળી દેશે તેવી અમને આશા છે.
સતત કામમાં વ્યસ્ત રહેતા અને પૈસાની પાછળ ભાગતા વર્કોહોલિક ઇન્ટીરીઅર ડિઝાઇનર પતિ અને ઘરની ચાર દિવાલો વચ્ચે પોતાની જાતને એકલીઅટૂલી મહેસૂસ કરતી પત્ની વચ્ચે ઉભી થતી ગેરસમજની આ વાત નાટકમાં વણી લેવામાં આવી છે. કંઇક અલગ જ પ્રકારની સીચ્યુએશનલ કોમેડી રજૂ કરતાં આ નાટકમાં મોરલી પટેલ, વિપુલ ઠક્કર ઉપરાંત આકાશ ઝાલા, કવન શાહ, મનીષ વાઘેલા, નૈતિક નાયક, ક્ષિતીશા સોની સહિતના કલાકારોએ પણ અભિનયના ઓજસ પાથર્યા છે. બુક માય શો એપ્લીકેશન મારફતે વન ટુ કા ફોર નાટક શોનું એડવાન્સ અને ઓનલાઇન બુકીંગ થઇ શકશે.