દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમને ત્યાં દીકરીએ જન્મ; નામ જાણીને ચોંકી જશો

Rudra
By Rudra 1 Min Read

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનના ઘરે દીકરીનો જન્મ થયો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાની દીકરીનું નામ ‘હિન્દ‘ રાખ્યું છે. આ પહેલા શાહી દંપતીને બે દીકરા અને એક દીકરી પણ છે. હમદાન 2008થી દુબઈના ક્રાઉન પ્રિન્સ છે. આ સાથે જ તેઓ સંયુક્ત આરબ અમીરાતના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી પણ છે.

આ બાબતે મીડિયા અહેવાલ પ્રમાણે શેખ હમદાને પોતાની માતા શેખા હિન્દ બિંત મક્તૂમ બિન જુમા અલ મક્તૂમના સન્માનમાં પોતાની દીકરીનું નામ ‘હિન્દ‘ રાખ્યું છે. શેખ હમદાન દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ અને શેખા હિન્દ બિંત મક્તૂમ બિન જુમા અલ મક્તૂમના બીજા પુત્ર છે.

શેખ હમદાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા લગભગ 17 મિલિયન છે. તેઓ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ દ્વારા પોતાના જીવનની ઝલક શેર કરતા રહે છે.

Share This Article