સ્તન કેન્સરની દવાઓ હાડકાઓને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વન્ડર ડ્રગ તરીકે લોકપ્રિય ‘એક્ઝેમેસ્ટેન’થી હાંડકાઓને નુકસાન થાય છે. આના કારણે હાંડકાઓને ત્રણ ગણું વધુ નુકસાન થાય છે. સ્તન કેન્સરના દર્દીઓ દ્વારા સામાન્ય રીતે આ જ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. પાંચ વર્ષ સુધી દિવસમાં એક વખત આ દવા લેવાથી હાડકાઓને નોંધપાત્ર નુકસાન થાય છે. આ દવા વય સંબંધિત નુકસાન પણ પહોંચાડે છે. બોન મિનરલ ડેન્સીટી (બીએમડી)માં પણ ત્રણ ગણુ વધુ નુકસાન પહોંચાડે છે.
ફ્રેક્ચરની તકોમાં પણ વધારો કરે છે. મેડીકલ જનરલ લેનસેટમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આ દવાના કારણે કોર્ટિકલ હાડકાઓને ભારે નુકસાન થાય છે. કેનેડાના સંશોધકોએ આ મુજબની માહિતી આપી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓમાં પણ આ ખતરનાક સાબિત થઈ શકે છે. તારણોને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે ૮૦ ટકા ફ્રેક્ટર મોટીવયમાં થાય છે અને કોર્ટિકલ હાડકાઓને વધુ નુકસાન થાય છે.
ઓન્કોલોજીસ્ટ નિષ્ણાંત ભાવના શિરોહીએ કહ્યું છે કે કેન્સરની વન્ડર ડ્રગ ગણાતી આ દવા ભારતમાં પણ લોકપ્રિય છે. સ્તન કેન્સરની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. શિરોહીનું કહેવું છે કે આ દવા ઓસ્ટ્રોજન પ્રોડક્શનને ઘટાડે છે. આનાથી સ્તન ટ્યુમરનો વિકાસ બંદ થઈ જાય છે અથવા તો અટકી જાય છે. કેન્સર સાથે સંબંધિત આ અભ્યાસ બાદ આ દિશામાં વધુ અભ્યાસની પ્રવૃત્તિ શરૂ થઈ ચૂકી છે. હજારો મહિલાઓને આવરી લઈને અભ્યાસ હાથ ધરાયો હતો.