વેરાવળના સવની ગામે હીરણ નદીના ગાગડીયા ધરામાં બે યુવાનો ન્હાવા માટે પડ્યા હતા. પરંતુ ઉંડા પાણીમાં ડૂબી જતા બંનેના મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ગામાના લોકો અને ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી. બંનેના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે પોલીસે હોસ્પિટલે ખસેડ્યા હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, હીરણ નદીના ગાગડીયા ધરા ખાતે મિત્રો સાથે ત્યાં ન્હાવા આવ્યાં હતા ત્યારે ચારમાંથી બે યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
જ્યારે અન્ય બે યુવકો બચી ગયાં હતા. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ત્રણ કલાકની ભારે જહેમત બાદ બંને મૃતદેહ મળી આવ્યાં હતા. મૃતકોમાં હિતેષ ભોળા (ઉ.૨૦ અંદાજે)(રહે.ગામ, લોઢવા) અને વિપુલ રાઠોડ (ઉ.વ.૨૫ અંદાજે)(રહે.ગામ સીંગસર)નો સમાવેશ થાય છે. બે યુવકોના ડૂબી જવાના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.