રાજ્યભરમાં ડ્રાઇવિંગ લાયસન્સના ઇ-પેમેન્ટની પ્રક્રિયા વિનામૂલ્યે ઉપલબ્ધ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજ્યમાં વાહન વ્યવહારની પ્રક્રિયા સરળ બને અને નાગરિકોને ઝડપથી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે વાહન વ્યવહાર વિભાગે અનેક નવતર અભિગમો દાખવ્યા છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ડ્રાઇવીંગ લાયસન્સના ઇ-પેમેન્ટની પ્રક્રિયા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે, એમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવાયું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના ઇ-પેમેન્ટની પ્રક્રિયાની શરૂઆત પાટણ આર.ટી.ઓ.થી કરાઇ હતી. જેની વ્યાપક સફળતાને પરિણામે આ સુવિધા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત ૩૨ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી છે. સાથે સાથે લાયસન્સ સંબંધી તમામ કામગીરી ડોક્યુમેન્ટ અપલોડીંગ, એપોઇન્ટમેન્ટ પરીક્ષા, ટેસ્ટ સ્ટ્રેક, સ્માર્ટકાર્ડ સહિતની કામગીરી સો ટકા ઓન લાઇન થઇ ગઇ છે.

 

Share This Article