ક્વાર્ટર્નરી કેર હોસ્પિટલ ડૉ. રેલા ઈન્સ્ટિટ્યુટ એન્ડ મેડિકલ સેન્ટર (આરઆઈએમસી), ચેન્નાઈના સહયોગમાં ક્યોર વર્લ્ડ મેડિકલ ટુરિઝ્મ વિવિધ પ્રકારના દર્દીની જરૂરીયાતોને ઉત્તેજન આપવા અને પૂરી પાડવા માટે સમર્પિત છે. આરઆઈએમસીની સ્થાપના ૫ દિવસની બાળકીનું સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતા લિવર ટ્રાન્સપ્લાન્ટ અને સર્જરીના ક્ષેત્રના અગ્રણી સર્જન પ્રો. મોહમદ રેલાના નેતૃત્વમાં કરવામાં આવી હતી. આરઆઈએમસી દેશમાં લિવર ઈન્ટેન્સિવ કેર યુનિટ્સ ધરાવતી સૌથી મોટી હોસ્પિટલ છે, વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું લિવર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર ધરાવે છે કે જે અમદાવાદ શહેર માટે કોઈ આશિર્વાદથી ઓછું નથી. આવી અલ્ટ્રામોડર્ન ક્લિનિકની શરૂઆત સાથે અમદાવાદ અને આસપાસના વિસ્તારના રહેવાસીઓને બાળકો માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના નિપુણ પરામર્શ માટે ઉત્તમ બાળરોગ સેવાઓથી લાભ મળશે. ડૉ. ઋષભ ભારદ્વાજ કન્સલ્ટન્ટ પેડીયાટ્રિક હેમીટો- ઓન્કોલોજિસ્ટ અને બોન ટ્રાન્સપ્લાન્ટ ફીઝિશ્યન છે. તેઓ થેલેસેમિયા, પાંડુરોગ, રક્તસ્ત્રાવના રોગ, તમામ પ્રકારના બ્લડ કેન્સર, રીકરન્ટ ઈન્ફેક્શન, સોલિટ ટ્યુમર્સ, પ્લેટલેટના રોગો, રોગપ્રતિકારક શક્તિના અભાવ જેવા વ્યાપક શ્રેણીના લક્ષણો અને રોગોનું નિદાન અને સારવાર કરતા પ્રતિષ્ઠિત ડોક્ટર છે અને તેઓ મેપલ ટ્રેડ સેન્ટર ક્લિનિક ખાતે બાળકો માટે દર મહિને અમદાવાદની મુલાકાત લેશે.
ચેન્નાઈ સ્થિત ડૉ. રેલા ઈન્સ્ટિટ્યુટ એન્ડ મેડિકલ સેન્ટર ખાતે બાળરોગ વિભાગના વડા અને અગ્રણી તબીબ ડૉ. નરેશ શન્મુગમે જણાવ્યું હતું કે, “આધુનિક ટેકનોલોજીની મદદથી ઉત્તમ આરોગ્ય સંભાળ પ્રદાન કરવા માટે ડૉ. રેલા ઈન્સ્ટિટ્યુટ સમર્પિત છે. ૩૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવનાર અને વ્યક્તિગત રીતે ૫૦૦૦થી વધુ બાળકોના લિવર ટ્રાન્સપ્લાન્ટ કરનાર પ્રો. રેલાના નેતૃત્વ હેઠળ અમારી લિવર ટ્રાન્સપ્લાન્ટ ટીમ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ટીમ કામ કરે છે. આધુનિક ટેકનોલોજી સાથે રોબોટિક ડોનર હેપેટેક્ટોમી અમારી હોસ્પિટલમાં કરવામાં આવે છે. અમારો આધુનિક બાળરોગ વિભાગ પ્રતિબદ્ધતા અને કરૂણા સાથે છેલ્લામાં છેલ્લી વિગતો સાથેની ઝીણવટ સાથે સેવા આપશે. સમર્પિત ડૉક્ટરો અને સ્ટાફ સાથેની અમારી ટીમ સર્વોચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ આપવા માટેનો પૂરતો અનુભવ ધરાવે છે.”
ચેન્નાઈ સ્થિત પેડિયાટ્રિક હેમોટોલોજી, ઓન્કોલોજી, ઈમ્યુનોલોજી અને બીએમટીના વિભાગ વિશ્વકક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી સાથે સમર્પિત કન્સલ્ટન્ટ્સ ધરાવે છે જે અમને દેશમાં ક્વોર્ટનરી કેર માટેની પ્રમુખ સંસ્થા બનાવે છે.
• અમે હેમોગ્લોબિનોપેથી, બોન મેરો ફેલ્યોર સીન્ડ્ોમ અને બ્લીડિંગ ડિસઓર્ડર જેવા સામાન્ય હેમેટોલોજિકલ રોગો તથા લ્યુકેમિયા, લીમ્ફોમોસ અને સોલિટ ટ્યુમર્સ જેવા જીવલેણ રોગો માટે બીએમટી સહિતની આધુનિક મલ્ટિમોડલ ઈન્ટીગ્રેટેડ કેર પૂરી પાડીએ છીએ.
• અમે દેશની એવી કેટલીક ટીમોમાંથી એક છીએ કે જેમણે ૧૦૦થી વધુ બાળકોના બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. અગાઉ જેમણે લિવર ટ્રાન્સપ્લાન્ટ મેળવ્યો હોય તેવા દર્દીમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ અમે વિશેષ યોગ્યતા ધરાવીએ છીએ.
• અમારી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની ટીમ તમામ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ્સ કરે છે જેમાં મેળ ખાતા પરીવારના દાતામાંથી ટ્રાન્સપ્લાન્ટ, મેળ ખાતા સંબંધી સિવાયના દાતામાંથી ટ્રાન્સપ્લાન્ટ (દાત્રી અને ડીકેએમએસ જેવા સ્ટેમ સેલ રજિસ્ટર્સમાંથી), હેપ્લોઈડેન્ટિકલ (અડધો મેળ ખાતા) ટ્રાન્સપ્લાન્ટ્સ તથા ટી-સેલ ડીપ્લીટેડ હેપ્લોઈડેન્ટિકલ ટ્રાન્સપ્લાન્ટ્સ જેવી આધુનિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
• બીએમટીમાં ૧૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતી પેડિયાટ્રિક હેમેટોલિસ્ટની સમર્પિત ટીમ દ્વારા સંચાલિત આધુનિક એકમ છે તથા સર્વગ્રાહી લેબ સેવાઓ અને ચોવીસ કલાક ચાલતી બ્લડ બેંક દ્વારા સમર્પિત ૨૪ x ૭ પીઆઈસીયુ કેર, ચેપી રોગના નિષ્ણાતો અને કર્મઠ નર્સો સાથે પેડિયાટ્રિક બીએમટી પ્રશિક્ષિત ઇન્ટેન્સિવિસ્ટ છે. ચેપોથી રક્ષણ આપવા માટે હેપા (હાઈ-ઈફિશિયન્સી પર્ટિક્યુલર એર) ફિલ્ટર્સથી સજ્જ સંપૂર્ણ ટ્રાન્સપ્લાન્ટ યુનિટ છે અને હોસ્પિટલમાં સંપૂર્ણ રહેવાસ દરમિયાન કટક જંતુમુક્ત પગલાંનું પાલન કરવામાં આવે છે.
• અમારી પાસે ભારતની કિડ્સ ઈન નીડ ફાઉન્ડેશન સાથે વિવિધ સરકારી યોજનાઓનું સમર્થન છે કે જેથી દર્દીઓ પરવડે તેવી કિંમતે ઉચ્ચ સ્તરની સારવાર પ્રાપ્ત કરી શકે.
ડૉ. ઋષભે જણાવ્યું હતું કે, “બાળકોના જીવનને સુધારવા માટેના એકમાત્ર લક્ષ્ય સાથે ટીમ તરીકે અમે પોતાને સતત નવીનતમ બનાવવા અને અપડેટ કરવા માટે પ્રયત્નશીલ છીએ. અમે માનીએ છીએ કે દરેક બાળક સ્વસ્થ ભવિષ્યનું હકદાર છે.”
ડૉ. દીનદયાલને જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે તમામ દર્દીઓને સ્ટેમ સેલ ડોનર મળવા જોઈએ અને તેના માટે અમે હેપ્લોઇડેન્ટિકલ (અડધા મેળ ખાતા) ટ્રાન્સપ્લાન્ટનો પાયો નાંખી રહ્યાં છીએ. પરવડે તેવા ખર્ચે ઉપચારાત્મક અને કરુણાપૂર્ણ સંભાળ માટે અમે પ્રયત્નશીલ છીએ.”
ક્યોર વર્લ્ડ મેડિકલ ટુરિઝ્મ પ્રા. લિ. અને ડૉ. રેલા ઈન્સ્ટિટ્યુટ એન્ડ મેડિકલ કેર સાથેનું જોડાણ ગુજરાતના લોકો માટે આશિર્વાદરૂપ છે. સારી તબીબી સુવિધાઓ મેળવવા ઈચ્છતા દર્દીઓ માટે આ સંસ્થાને તૈયાર કરવામાં આવી છે કે જે ભારતીય નિષ્ણાત ડોક્ટરો દ્વારા વ્યક્તિગત અને પરવડે તેવી ઉત્તમ તબીબી સંભાળની પ્રક્રિયાને સમર્થન આપે છે.