અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટી ‘વોટરમેન ઓફ ઈન્ડિયા’, ડો. રાજેન્દ્ર સિંહનું કોમ્યુનિટી લીડરશીપ ઇન એન્વાયર્નમેન્ટલ ડિઝાઇનના પ્રથમ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તરીકે સ્વાગત કરે છે.
આજના યુવા અભ્યાસુઓ એવા રોલ મોડેલ ઈચ્છે છે કે જેઓ તેમને યોગ્ય દિશામાં આગળ વધવા માટે માર્ગદર્શન આપી શકે, વ્યવહારુ જ્ઞાન પૂરું પાડી શકે, વાસ્તવિક સ્થિતિઓથી વાકેફ કરવા ઉપરાંત સામાજિક માળખાંની સમજ આપી સમુદાયોને નડતાં પડકારોને સમજવામાં મદદ કરી શકે. ડો. સિંહ અનંતમાં આ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે, જે વિદ્યાર્થીઓને મહત્ત્વના મુદ્દાઓ અંગે વાસ્તવિક સ્થિતિ આધારિત ઉકેલો તૈયાર કરવામાં મદદ કરશે.
ડો.સિંહે તેમની પાયાના સ્તરની પહેલ દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આણવાની સાથે સાથે જ સાતત્યપૂર્ણ ઉકેલો દ્વારા સમુદાયોને એક અને સશક્ત બનાવ્યા છે. તેઓ જે પરિવર્તનોની તરફેણ કરે છે તેઓ સ્વયં તે અપનાવી ચુક્યા છે અને હવે તેમનો લક્ષ્યાંક આગામી પેઢીને આ અસરકારક સફર ચાલુ રાખવા માટે પ્રેરણા આપવાનું છે. અનંત નેશનલ યુનિવર્સિટીમાં જોડાઈને ડો. સિંહ ને ઉભરતા પરિવર્તનકારો સાથે તેમના વિસ્તૃત જ્ઞાન અને અનુભવની આપ-લે કરવાની એક અનોખી તક દેખાઈ રહી છે, જે તેમને વાસ્તવિક વિશ્વના પડકારોના અસરકારક સમાધાન માટે જરૂરી વ્યવહારુ આંતરદૃષ્ટિ અને સમુદાય-લક્ષી અભિગમથી સજ્જ બનાવે છે.
ડો. સિંહ અનંત ખાતે વાસ્તવિક દુનિયાના, સામુદાયિક જોડાણ અને સમસ્યાનું સમાધાન કરવાની કુશળતાને પ્રોત્સાહન આપતા જમીની પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. તેઓ લાઇવ-એક્શન પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરશે, તે સુનિશ્ચિત કરશે કે શિક્ષણ પાઠ્યપુસ્તકોથી આગળ વધે. તેમનો વ્યાપક અનુભવ અનંતને રચનાત્મક આલોચનાઓ દ્વારા શિક્ષણશાસ્ત્રને વધારવામાં મદદ કરી, અસરકારક શૈક્ષણિક વાતાવરણ બનાવશે.
જળ સંરક્ષણ અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓને પ્રોત્સાહન આપવાના ડો. સિંહ ના પરિવર્તનશીલ કાર્યથી અગણિત લોકોના જીવન પર સકારાત્મક અસર થઈ છે. તેમના નવીન અને સાતત્યપૂર્ણ ઉકેલો અસર-આધારિત ડિઝાઇનર્સને વિકસાવવાના અનંતના મિશન સાથે સુસંગત છે. તેમની નિમણૂકથી યુનિવર્સિટી સમુદાય સાથે વધુ બહેતર રીતે જોડાઈ શકશે અને વિદ્યાર્થીઓને પર્યાવરણીય સમસ્યાઓના નિવારણ માટે તૈયાર કરવામાં મદદ કરશે.
આ પ્રસંગે બોલતાં અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.અનુનય ચૌબેએ અનંત સેન્ટર ફોર ઈન્ડિજિનસ નોલેજ સિસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેની અધ્યક્ષતા ડો. સિંહ કરશે. આ કેન્દ્ર ભવન નિર્માણ અને કૃષિ પદ્ધતિઓથી માંડીને જળ સંરક્ષણ સુધીની ભારતની વિવિધ સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓનું મેપિંગ કરવા માટે વૈજ્ઞાનિક અને સંગઠિત અભિગમ અપનાવશે, જેમાં વર્તમાન પદ્ધતિઓ અને લુપ્ત થવાનું જોખમ ધરાવતી પદ્ધતિઓ બંનેનો સમાવેશ થાય છે.
ડો. ચૌબેએ જણાવ્યું હતું કે “સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓને પુનર્જીવિત કરવી એ સામાજિક પડકારોના ઉકેલ માટે નિર્ણાયક છે. અનંત સેન્ટર ફોર ઇન્ડિજિનસ નોલેજ સિસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસિસ દ્વારા અમે આમ જ કરવા માંગીએ છીએ”. તેમણે જણાવ્યું હતું કે, ” ડો. સિંહ સાચા અર્થમાં એક સમાધાનકારી અને દૂરદર્શી નેતા છે. તેમણે પરંપરાગત જ્ઞાનને નવીન પદ્ધતિઓ સાથે સાંકળીને સૈદ્ધાંતિક ખ્યાલોને કાર્યક્ષમ ઉકેલોમાં પરિવર્તિત કર્યા છે. તેમના કાર્યો સમુદાયની આગેવાની હેઠળની પહેલની શક્તિનો પુરાવો છે, જે સ્થાનિક પ્રયાસોને જન આંદોલનમાં પરિવર્તિત કરે છે. તેઓ ભવિષ્ય માટેના પ્રેરણાસ્ત્રોત છે, જે સ્વદેશી સમજણથી સમકાલીન પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય તે દર્શાવે છે “.
સ્વદેશી જ્ઞાનની વૈશ્વિક પ્રાસંગિકતા પર પ્રકાશ પાડતા ડો.સિંહે જણાવ્યું હતું કે, “સ્વદેશી જ્ઞાન વૈશ્વિક સુસંગતતા ધરાવે છે. ભારત તેની સમૃદ્ધ સ્થાનિક બુદ્ધિમતાને કારણે ‘વિશ્વ ગુરુ’ હતું. સાતત્યપૂર્ણ નિર્માણથી લઈને જળ સંરક્ષણ સુધી, આ વ્યવસ્થાઓ એવા ઉકેલો પ્રદાન કરે છે જે વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે.”