સામાજિક પ્રભાવને વધારવા માટે સુગ્રથિત સહયોગ પ્લેટફોર્મ બનાવવા ડૉ.પ્રીતિ અદાણીની હિમાયત

આ તકે ડૉ. પ્રીતિ અદાણીએ સહિયારી આ ચળવળ માટે બિન-ચર્ચાને પાત્ર ત્રણ બાબતોની રૂપરેખા આપી હતી જેમાં પ્રથમ સહ-નિર્માણ કે જ્યાં દરેક ભાગીદાર દાતા તરીકે નહીં પરંતુ કાયમી પરિવર્તનના નિર્માતા તરીકે જોડાય છે. બીજું લાભાર્થી નહીં, પણ ગુણાકાર કે જ્યાં આપણે શું આપીએ છીએ તેના પ્રભાવના સાચા માપ પર નહી, પરંતુ પરિવર્તનના ગુણાકાર તરીકે આપણે લાભાર્થીઓને કેવી રીતે વિસ્તૃત કરીએ છીએ તેના પર છે.

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

હોંગકોંગમાં AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2025માં અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષાનું ચાવીરુપ સંબોધન

વડોદરા: અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ હોંગકોંગમાં આયોજિત AVPN ગ્લોબલ કોન્ફરન્સ -2025માં કરેલા ચાવીરુપ સંબોધનમાં પરોપકારીઓ, વ્યવસાયિકો અને પરિવર્તન લાવી રહેલા સહુને ફક્ત આપો નહીં પણ સાથે મળીને નિર્માણ કરવા પ્રેરણાદાયક અપીલ કરી હતી.

ડૉ. અદાણીએ સામાજિક વિકાસ માટે આવનારા સમયનો મોટો જમ્પ પ્રત્યેક પરોપકારી સંસ્થાઓ, બિન સરકારી સંગઠ્ઠનો અને હિસ્સેદારોને એક જ પ્લેટફોર્મ પર કે બોધ કે શીખ વહેંચીને પ્રભાવક ગુણાકારથી સહિયારા પ્રયાસોનો સેતુ રચાય છે તેના ઉપર આધારિત બની રહેવાનો છે તેના ઉપર ભાર મૂકતા તેમણે ઉપસ્થિત સહુને યાદ અપાવતા કહ્યું હતું કે પરોપકારની સાચી તાકાત અલગ-અલગ યોગદાનમાં નથી પરંતુ સુગ્રથિત કાર્યવાહીમાં છે. વાસ્તવિક પરિવર્તન ત્યારે લાવી શકાય છે જ્યારે આપણે ભાગીદાર તરીકે કામ કરી સંસાધનોનું એકત્રીકરણ તેને ખુલ્લું મૂકીએ છીએ. આ માટે આપણે ફક્ત સખાવતીઓ જ નહીં પણ સહ-નિર્માતા બનવું જોઈએ.

જ્યાં વિશ્વભરના પરોપકારીઓ સંખ્યાઓથી આગળ વધે તેના બદલે ગૌરવ, લવચિકતા અને પરિવર્તનની માનવીય ગાથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે એવા એક સહયોગ પ્લેટફોર્મ બનાવવાની ડો.પ્રીતિ અદાણીએ ભારપૂર્વક હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે સંખ્યાબળની અસર વિષેની વાત નથી. પરંતુ તેમની પાછળ રહેલી આશા, પરિવર્તન અને સક્તિકરણની કથનીઓ વિશે છે.

Dr. Preeti Adani 2

ડૉ. પ્રીતિ અદાણીના સંબોધનને એક સ્પષ્ટ અને નિડર પગલાં લેવાનું શક્તિશાળી આહ્વાન ગણાવી AVPN ના સી.ઇ.ઓ. નૈના સુબ્બરવાલ બત્રાએ જણાવ્યું હતું કે “ડો.અદાણીએ અમને યાદ અપાવ્યું છે કે આપણે અનિશ્ચિતતા વચ્ચે પણ કાર્ય કરવાની અને એશિયા માટે ટકાઉ અને સમાન ભવિષ્યનો પાયો સ્થાપવા માટે ઉકેલોની દિશામાં રોકાણ કરવાની જરૂર છે. અમે AVPN ખાતે ઠોસ કાર્યવાહીના આ આહવાનને વધાવીએ છીએ. પરોપકારના માર્ગ પર ઉભા રહીને વિવિધ સહયોગીઓને એક કરવા જોઈએ જેથી સાથે મળીને તેના પ્રભાવને આપણે અનુભૂતિની પ્રક્રિયામાં ફેરવી સમય અને અનિશ્ચિતતાની કસોટીનો સામનો કરી શકીએ તેવી પ્રથાનો ચિલો ચિતરી શકીએ.

આ તકે ડૉ. પ્રીતિ અદાણીએ સહિયારી આ ચળવળ માટે બિન-ચર્ચાને પાત્ર ત્રણ બાબતોની રૂપરેખા આપી હતી જેમાં પ્રથમ સહ-નિર્માણ કે જ્યાં દરેક ભાગીદાર દાતા તરીકે નહીં પરંતુ કાયમી પરિવર્તનના નિર્માતા તરીકે જોડાય છે. બીજું લાભાર્થી નહીં, પણ ગુણાકાર કે જ્યાં આપણે શું આપીએ છીએ તેના પ્રભાવના સાચા માપ પર નહી, પરંતુ પરિવર્તનના ગુણાકાર તરીકે આપણે લાભાર્થીઓને કેવી રીતે વિસ્તૃત કરીએ છીએ તેના પર છે. અને છેલ્લે કૌશલ્યોને મૂલ્યો સાથે જોડવા જોઇએ કારણ કે મૂલ્યો વિનાની કુશળતા પાયા વિનાની ઇમારતો છે. તેમને એક તાંતણે જોડો- અને પેઢીઓનું નિર્માણ કરો.જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ડૉ. અદાણીએ જાહેર કર્યું કે “આ પ્રસંશાની ઘડી નહી પણ પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિની ક્ષણ છે ત્યારે આપણે એવી પેઢી બની રહેવું જોઈએ, વરસાદના વરતારાને ભાખીને જેણે દુષ્કાળમાં વાવણી કરી હોય તેમજ જેમણે તમામ માટે ગૌરવ અને તકનો પાક બનાવ્યો હોય.

અંતમાં ડૉ. અદાણીએ અહીં હાજર સહુને પ્રતીકાત્મક અભિગમથી આગળ વધીને સક્રિય રીતે સહયોગ કરવા, એકબીજા પાસેથી શીખવા, શ્રેષ્ઠ પ્રથાઓ આપસ આપસમાં વહેંચવા અને ઉચ્ચ લક્ષ્ય હાંસલ કરવા માટે એકબીજાને પ્રેરણા આપવા અરજ કરી. હતી.

Share This Article