મુંબઈ : ડોલર સામે રૂપિયો દિવાલી પર્વ પર દબાણ હેઠળ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા થોડાક મહિનામાં જે પ્રકારની સ્થિતિ નોંધાઈ હતી તે પૈકી ઓછી નબળી સ્થિતિ રૂપિયામાં જાવા મળી છે પરંતુ રૂપિયો નવેમ્બર મહિનામાં ૭૪.૭૦ની સપાટીની આસપાસ રહી શકે છે. ઓક્ટોબર મહિનામાં રૂપિયો ૧.૪૦ ટકા સુધી ઘટી ગયો છે. વાર્ષિક આધાર પર ડોલર સામે રૂપિયો ૧૩ ટકા સુધી ઘટી ગયો છે. આયાત આડે મુખ્ય પરિબળો પૈકીના એક તરીકે ગણાતા ક્રૂડ ઓઇલમાં કિંમતો સ્થિર દેખાઈ રહી નથી. જા કે, સાઉદી પ્રધાન દ્વારા ભારતની વધતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ખાતરી આપવામાં આવ્યા બાદ ક્રૂડમાં સ્થિરતા આવી શકે છે. ઇરાનના ક્રૂડ નિકાસ ઉપર અમેરિકી પ્રતિબંધો અમલી બન્યા હોવા છતાં ભારત સહિતના આઠ દેશોને અમેરિકાએ રાહત આપી છે. છેલ્લા ત્રણ સપ્તાહના ગાળામાં જ રૂપિયામાં ક્રૂડની કિંમતમાં ઉતારચઢાવની સ્થિતિ વચ્ચે ફેરફાર જાવા મળ્યા છે. છેલ્લા બે દિવસમાં ડોલર સામે રૂપિયામાં ૧૫૦ પૈસાની રિકવરી થઇ ચુકી છે.
સ્થાનિક મોરચે આ વર્ષમાં પ્રથમ છ મહિનાના ગાળા દરમિયાન ફિસ્કલ ડેફિસિટનો આંકડો ગયા વર્ષે આજ ગાળામાં ૫૧ ટકાની સરખામણીમાં બજેટ અંદાજ પૈકી ૯૫.૩ ટકા સુધી પહોંચી ગયો છે. વર્ષ ૨૦૧૯ માટે ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ જીડીપીના ૩.૩ ટકાની આસપાસ છે. રૂપિયામાં ઉથલપાથલને રોકવા અને રૂpપિયાને મજબૂત બનાવવાના હેતુસર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સક્રિયરીતે દરમિયાનગીરી કરવામાં આવી છે. આ વર્ષની શરૂઆતમાં વિદેશી હુંડિયામણનો આંકડો ૪૧૧ અબજ ડોલરનો હતો જે ઝડપથી ઘટ્યો છે. આ આંકડો ૧૭ અબજ ડોલર સુધી ઘટીને ૩૯૪.૫૦ અબજ ડોલરનો રહ્યો છે. આવી જ રીતે એફઆઈઆઈ અને સ્થાનિક મૂડીરોકાણકારો દ્વારા ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાંથી ફંડની રકમ ઉપાડી લીધી છે. જે દર્શાવે છે કે, એફપીઆઈને ભારતીય માર્કેટમાં રોકાણ કરવામાં હાલમાં વિશ્વાસ દેખાઈ રહ્યો નથી.
આ મહિનામાં ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ રહી શકે છે. રૂપિયો વધુ ઘટીને ૭૪.૭૦ સુધી પહોંચી શકે છે. આના કરતા પણ નીચી સપાટીએ પણ જઇ શકે છે. ડોલર સામે રૂપિયો ૭૫.૨૫ સુધી નીચે પહોંચી શકે છે. ડોલર સામે રૂપિયામાં આ અફડાતફડીના લીધે જાણકાર લોકો ચિંતાજનક સ્થિતિને પણ જોઈ રહ્યા છે.