મુંબઇ: ડોલર સામે રૂપિયામાં ઉથલ પાથલનો દોર જારી રહ્યો છે. એકંદરે ઉતાર ચઢાવની સ્થિતિ રહી હતી. ભારતીય રૂપિયો આજે અમેરિકી ડોલર સામે ૭૧.૯૯ની સપાટીએ રહ્યો હતો. રૂપિયામાં કારોબારના છેલ્લા કલાકોમાં રિકવરી જાવા મળી હતી. ઈન્ટ્રા ડે દરમિયાન રૂપિયામાં વધારે નુકસાનની સ્થિતિ રહી હતી. છેલ્લા એક મહિનાના ગાળામાં જ અમેરિકી ડોલર સામે રૂપિયામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થઈ ચુક્યો છે. આજે સવારે કારોબાર શરૂ થયા બાદ ડોલર સામે રૂપિયો ૧૩ પૈસા ઉછળીને ખુલ્યો હતો. તેમાં કારોબાર દરમિયાન પ્રવાહી સ્થિતિ રહી હતી. આખરે ડોલર સામે રૂપિયો ૭૧.૯૯ની સપાટીએ રહ્યો હતો. દિવસમાં રૂપિયાએ ૭૨ની સપાટી કુદાવી હતી. ઉભરતા માર્કેટમાં મૂડીરોકાણકારો ચિંતાતૂર બનેલા છે. એક વખતે રૂપિયો ગગડીને ૭૨.૧૧ સુધી નીચે પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ તેમાં રિકવરી નોંધાઈ હતી અને આંશિક સ્થિતિ સુધરી હતી.
ક્યાંક તમે તો નકલી ઘી ખરીદીને ઘરે નથી લઈ જતાને?
પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી...
Read more