અમદાવાદમાં ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર દંપત્તિની અટકાયત, બે હોસ્પિટલોમાં પડી રેડ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શહેરમાં ગર્ભ પરીક્ષણ કરતાં ડોક્ટર દંપત્તિની અટકાયત કરવામાં આવી છે. બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ અને  સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં રેડ  કરવામાં આવી હતી. બોડકદેવ અને સોલામાં ગર્ભ પરીક્ષણ કરતા હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને અલ્ટ્રા સાઉન્ડ મશીન સીલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ૨૫ હજાર લઈને ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. જે બાદ ડૉ.નિકુંજ શાહ અને ડૉ.મીનાક્ષી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરનારાઓનો પર્દાફાશ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લા આરોગ્ય તંત્રએ રેડ કરી આ સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. ડોકટર દંપત્તિની બંન્ને હોસ્પિટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને બંન્ને હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતા.

Share This Article