ગોવાના સૌથી સુંદર બીચ વિશે જાણો છો ?

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભારતમાં બીચ વેકેશનનું ચલણ વધ્યું છે. જ્યારે પણ બીચ વેકેશનનું નામ આવે એટલે ભારતીયોના મગજમાં સૌથી પહેલા ગોવાનું નામ આવે, કારણકે ગોવા એ બીચ વેકેશન માટે પોપ્યુલર ડેસ્ટિનેશન છે. ગોવા જતા મોટાભાગના લોકો નોર્થ ગોવાના બીચ પર જ મ્હાલતા નજરે ચડે છે, પરંતુ ત્યાં શાંતિપૂર્ણ માહોલ ભાગ્યે જ જોવા મળે છે. ગોવામાં અત્યંત શાંત અને સિક્રેટ ગણાતો બીચ બટરફ્લાય બીચ છે. આ સુંદર બીચ ફોરેનર્સમાં પોપ્યુલર છે. ગોવા પહોંચ્યા પછી બટરફ્લાય બીચ તો જવું જ જોઇએ કારણકે અહીંની સુંદરતા તમને મોહી લેશે.

kp.combeach e1522998780742

આ બટરફ્લાય બીચ તમને ગૂગલ મેપમાં પણ જોવા નહી મળે.

ક્યાં આવેલો છે આ બટરફ્લાય બીચ ?

બટરફ્લાય બીચ સાઉથ ગોવામાં આવેલો છે. આ બીચ સાઉથ ગોવાના પોપ્યુલર પાલોલેમ બીચની નજીક આવેલો છે. જો તમે ગૂગલ મેપ દ્વારા બટરફ્લાય બીચ જવાનુ વિચારો છો તો તમને અઘરૂ પડશે કારણકે બટરફ્લાય બીચનો પરફેક્ટ રૂટ ગૂગલ મેપમાં પણ નથી. બટરફ્લાય બીચ ગાઢ જંગલ વચ્ચે ઘેરાયેલો છે માટે અહીં કાર, બાઇક કે બસ દ્રારા પહોંચવુ અશક્ય છે.

કેવી રીતે પહોંચશો ?

પાલોલેમ બીચ અથવા અગોન્ડા બીચથી તમે બોટ દ્વારા ત્યાં પહોંચી શકો છો, સિઝન પ્રમાણે 1000 થી 1200 રૂપિયા આવવા જવાના લેશે જેથી તમે બટરફ્લાય બીચની મુલાકાત લઇ શકશો.

kp.combeach3

  • જો તમને એડવેન્ચર પસંદ છે તો તમારે પાલોલેમ બીચથી લેપર્ડ વેલી જવાનુ રહેશે ત્યારબાદ લેપર્ડ વેલી લખેલી દિવાલથી ડાબી તરફ વળવાનું રહેશે. ગૂગલ મેપના સહારે જંગલમાં પ્રવેશ કરવો ત્યારપછી એક ચોક્કસ જગ્યાએ જઇને મેપનુ નેવિગેશન અટકી જશે, ત્યાંથી તમારે ડાબી તરફ વળવાનું રહેશે. અહીં જવા માટે તમારે જીપ, થાર કે રોયલ એનફિલ્ડના હિમાલીયન બાઇકની જરૂર પડશે.
  • જંગલ વાળા રસ્તે માણસોની અવરજવર ઓછી હોવાથી ગ્રુપમાં જવાનું જ પસંદ કરશો. શક્ય હોય તો તે જગ્યાના જાણકાર વ્યક્તિને સાથે રાખવું હિતાવહ રહેશે.

હવે જ્યારે પણ ગોવા જાવ ત્યારે બટરફ્લાય બીચની મુલાકાત અવશ્ય લેજો. તમને શાંતિની અનૂભુતિ થશે અને નેચરનો આનંદ લઇ શકશો.

Share This Article