લગ્નમાં તિરાડ પડવા અને તલાક થવાની સ્થિતિમાં મહિલાઓની પાસે કેવા પ્રકારના અધિકાર રહે છે તેની માહિતી સામાન્ય રીતે તેમને હોતી નથી. જેના કારણે તે પોતાના પાર્ટનર અથવા તો પતિ પાસેથી અધિકાર મેળવી શકતી નથી. આવી સ્થિતિમાં પત્ની પોતાના બાળકોની સાથે નાણાંકીય પરેશાનીનો સામનો કરે છે. આવી સ્થિતિમાં લોકોની આ વિચારધારા વાજબી છે કે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી મહિલાઓને પાર્ટનરથી અલગ થયા બાદ તેમની હાલત તો વધારે ખરાબ થઇ જતી હશે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોર્ટે આવી મહિલાઓ અને તેમના બાળકોની સુરક્ષાની ખાતરી કરવા માટે કેટલીક સારી જોગવાઇ કરી છે. મહિલાઓ અને બાળકો માટે નાણાંકીય અને બીજા અધિકારની ખાતરી કરી છે. સુપ્રીમ કોર્ટે લિવ ઇન રિલેશનશીપને પાંચ કેટેગરીમાં વિભાજિત કરી છે. જેમાં પુખ્ત વયના બિન પરિણિત મહિલા પુરૂષના સ્થાનિક સંબંધ, પરિણિત પુરૂષ અને બિન પરિણિત મહિલા વચ્ચેના સંબંધ (પુરૂષના લગ્ન થયેલા છે તે બાબતની માહિતી અન્ય મહિલાને હોય) ના સંબંધ, બિનપરિણિત પુરૂષ અને પરિણિત મહિલા (મહિલાના પરિણિત હોવાની માહિતી પુરૂષને હોય )ના સંબંધ, પરિણિત પુરૂષના બિન પરિણિત મહિલા જેમાં પુરૂષના લગ્ન થયેલા છે તે અંગે મહિલાની પાસે માહિતી ન હોય ના સંબંધ તેમજ સજાતિય પાર્ટનગરના લિવ ઇન રિલેશનનો સમાવેશ થાય છે.
મહિલાના લગ્ન અધિકારની વાત કરવામાં આવે તો મહિલાઓને આવા છ અધિકાર આપવામાં આવ્યા છે. જેનો સહારો તે પોતાની આર્થિક, શારીરિક અને માનસિક સુરક્ષા માટે લઇ શકે છે. આમાં તેના અને તેના બાળકોના ભરણપોષણ, લગ્ન ઘર, સ્૬ી ઘન, માન મર્યાદાની સાથે રહેવાની બાબત, તેમજ માતાપિતાની સંપત્તિમાં અધિકાર સામેલ છે. ક્રિમનલ પ્રોસિજર કોડના સેક્શન ૧૨૫ હેઠળ મહિલાઓના ભરણપોષણના અધિકાર આપવામાં આવ્યા છે. તલાક થયા બાદ ભરણપોષણના અધિકાર હિન્દુ મેરિજ એક્ટ ૧૯૫૫ (૨) અને હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનેન્સ ૧૯૫૬માં આપવામા આવ્યા છે. લિવ ઇનમાં ભરણપોષણના અધિકાર આપવામાં આવ્યા છે. મલિમથ સમિતીએ વર્ષ ૨૦૦૩માં કેટલીક ભલામણ કરી હતી. ભલામણ બાદ સેક્સન ૧૨૫ને સીઆરપીસીમાં સામેલ કરવામા આવી હતી. જે હેઠળ પત્નીના અર્થ બદલાઇ ગયા હતા. તેમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવાની બાબતને સામેલ કરવામાં આવી હતી. આવી મહિલાઓ પોતાના ભરણપોષણમાં અસક્ષમ છે તો તેમની નાણાંકીય જરૂરિયાત તેમના પોર્ટનરને પૂર્ણ કરવાની હોય છે.
આવી જ રીતે ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટમાં પરિણિત મહિલાઓના બરોબર જ લિવ ઇનમાં રહેતી મહિલાઓને અધિકાર મળે છે. હિન્દુ સેક્શન એક્ટ ૧૯૫૬ને વર્ષ ૨૦૦૫માં સુધારા કરીને મહિલાઓને પેરેન્ટલ પ્રોપર્ટીના અધિકાર આપવામાં આવ્યા છે. પુત્રીઓ, બિનપરિણિત હોય કે પરિણિત, માતાપિતાની પરંપરાગત સંપત્તિ પર પુત્રીઓના બરોબરના હક રહેલા છે. પેરેન્ટસની પોતાની ખરીદેલી જમીન પર તેમના અધિકાર રહેલા છે.
વર્ષ ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી હતી કે જો મહિલા અને પુરૂષ લાંબા સમય સુધી સાથે રહે છે તો તેમના સંબંધોના કારણે થનાર બાળકો માન્ય રહેશે. પર્સનલ લોમાં આવા બાળકોને ભરણપોષણના અધિકાર આપવામાં આવ્યા નથી. પરંતુ સીઆરપીએસીના સેક્શન ૧૨૫માં તેમના હિતોની સુરક્ષા કરવામાં આવી છે. જ્યાં સુધી પ્રોપર્ટીની વાત છે હિન્દુ મેરિજ એક્ટના સેક્શન ૧૬ હેઠળ આ બાળકોને કાનુની માન્યતા મળેલી છે. પુશ્તેની અને પેરેન્ટ્સ દ્વારા ખરીદી કરવામાં આવેલી જમીન અથવા તો પ્રોપર્ટીમાં કાયદાકીય રીતે તેમને મંજુરી મળેલી હોય છે. જો કે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીમાં ગાઇડલાઇન્સ હેઠળ લિવ ઇન કપલ બાળક દત્તક લઇ શકે નહી. હાલના સમયમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરૂષો પોતાની ઇચ્છાથી લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. તેમના પોતાની ભાવના તેમાં જોડાયેલી હોય છે. કાયદાકીય રીતે તેમને કેટલીક સારી જોગવાઇ પણ હવે મળેલી છે.