ઘણી બિમારની દવા એક સાથે ન લો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

આધુનિક ભાગદોડની લાઇફમાં વ્યક્તિ ગળા કાપ સ્પર્ધાનો સામનો કરે છે. જેથી તે પોતાના માટે પણ સમય કાઢી શકતી નથી. વધારે પડતા કામ અને અનિયમિત લાઇફસ્ટાઇલના કારણે લોકો જુદી જુદી પ્રકારની બિમારીથી ગ્રસ્ત બની રહ્યા છે. આવી સ્થિતીમાં તબિયતને જાળવી રાખવા માટે કેટલીક બિમારીઓની દવા એક સાથે પણ લઇ લે છે. પરંતુ આ ટેવ ખુબ જ અયોગ્ય છે. હાલમાં કરવામાં આવેલા અભ્યાસ અને નિષ્ણાંત તબીબો કહે છે કે કેટલીક બિમારીઓની દવા એક સાથે લેવાના બદલે તેમાં એકથી ત્રણ કલાક સુધી ગેપ રહે તે જરૂરી છે. અભ્યાસમાં અને તબીબોના કહેવા મુજબ દવાઓના ખોટા ઉપયોગના કારણે અને તાલમેલ ન રહેવાના કારણે પાચનક્રિયા પર માઠી અસર થાય છે.

દવા લેવા માટેના અંતર અંગે વાત કરતા નિષ્ણાંતો કહે છે કે દવા લેવામાં ગેપ એકથી ત્રણ કલાક વચ્ચે રહે તે જરૂરી છે. દરેક દવા લઇ લીધા બાદ ભોજન કરવામાં એક કલાકનો સમય રહે તે જરૂરી છે. નિષ્ણાંતો એમ પણ કહે છે કે ૩-૪ વખત કરતા વધારે પ્રમાણમાં ડોક્ટરની સલાહ વગર સ્ટેરોઇડ લેવાથી ગંભીર બિમારીનો ખતરો વધતો જાય છે. આના કારણે સાવધાન રહેવાની જરૂર છે. જેમ કે ડાયાબિટીસ અને ડાહકા કમજાર પણ થાય છે. નિષ્ણાંતોના કહેવા મુજબ દવા, દુધ અને પાણીની સાથે લેવાની સલાહ આપે છે. કેટલીક દવાઓને માત્ર પાણીની સાથે લેવાની સલાહ તબીબો આપે છે. કારણ કે દુધમાં રહેલા કેલ્શિયમના કારણે દવામાં રહેલા તત્વોની અસર ઓછી થાય છે. કારણ કે તે કેલ્શિયમના સંપર્કમાં આવી જાય છે. જેથી તબીબોની સલાહ મુજબ જ દવા લેવાની જરૂર હોય છે. કોઇ પણ રોગની સારવાર માટે નિષ્ણાંત તબીબો જે દવાઓ આપે છે તેનો કોર્સ પૂર્ણ કરવામાં આવે તે પણ જરૂરી હોય છે. એઓક કરતા વધારે રોગ હોવાની સ્થિતીમાં દવા લેતા લોકો હમેંશા દુવિધાભરેલી સ્થિતીમાં હોય છે.

દવા વચ્ચે કેટલા અંતર રાખવામાં આવે તેવા પ્રશ્ન તેમને સતાવતા રહે છે. ક્રોનિક રોગોની સારવાર માટે નિષ્ણાંતોના કહેવા મુજબ દવા લેવાની જરૂર હોય છે. દવા સમયસર લેવામાં આવે તે પણ જરૂરી છે. ખોટી રીતે દવા લેવાની ટેવથી તેની અસર પણ ઓછી થતી જાય છે. લાંબા સમય પર દવા લેવાથી તેઓ માને છે કે હવે કોઇ લક્ષણ અનુભવ થઇ રહ્યા નથી. બિમારીમાંથી હવે બહાર આવી ગયા છે તેમ લાગે છે ત્યારે દવાનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે છે. આવુ ક્યારેય કરવુ જાઇએ નહીં કારણ કે દવાની અસરના કારણે જ બિમારી નિયંત્રણમાં રહે છે. કેટલાક લોકો તો કેટલાક રોગોની સારવાર માટે જુદા જુદા પેથીની દવાઓ પણ એક સાથે લેતા રહે છે. જેમાં કે આયુર્વેદ, એલોપેથી અને હોમિયોપેથીની દવા એક સાથે લેતા રહે છે. દરેક દવાની અસર જુદી જુદી હોય છે. નિષ્ણાંતોએ પણ આ અંગે દર્દીને જાણ  ચોક્કસપણે કરવી જાઇએ.

એક કરતા વધારે રોગ માટે દવા લેવાની સ્થિતીમાં એકથી દોઢ સપ્તાહના ગાળામાં પણ કોઇ ફાયદગો થઇ રહ્યો નથી તો એમ સમજી લેવાની જરૂર છે કે દવાની વચ્ચે યોગ્ય સંતુલનની સ્થિતી દેખાઇ રહી નથી. દરેક દવાની એક પ્રકારની અલગ  પ્રકૃતિ હોય છે. દરેક વ્યÂક્તના શરીર મુજબ દવા કામ કરે છે. દરેક વ્યક્તિમાં પોષણનુ પ્રમાણ અલગ અલગ હોય છે. પાચન પણ અલગ અલગ રીતે થાય છે. કહેવામાં આવે છે કે લાંબા સમય સુધી લેવામાં આવતી દવાના કારણે કિડની પર માઠી અસર થાય છે. મોટા ભાગની દવા ભોજન કરતા પહેલા અથવા તો ભોજન કરવામાં આવ્યા બાદ લેવામાં આવે છે. કારણ કે ભોજનમાં ઉપસ્થિત તત્વો દવાની અસર ઓછી કરે  છે જેથી કેટલીક દવા ભોજન પહેલા લેવાની સલાહ તબીબો આપે છે. આડેધડ દવા લેતા લોકોને હમેંશા સાવધાન રહેવાની જરૂર છે. કારણકે કેટલીક વખત કોઇની સલાહ લીધા વગર લેવામાં આવેલી દવાની આડ અસર ખુબ જ ઘાતક બની શકે છે. સાથે સાથે  તબીબની સલાહ વગર કોઇ પણ પ્રકારની પેઇન કિલર દવા હમેંશા વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે.

 

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/38884284716ce746ffeaa19f6fbe2bd0.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151