ભોજનની સાથે ફળ ન લો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પ્રોટીન, વિટામિન, ફાયબર, એન્ટી ઓક્સીડેન્ટ જેવા પોષક ત્વો મોટા ભાગે ફળોમાં હોય છે. આને યોગ્ય રીતે અને યોગ્ય સમય પર ખાવાથી લાબ થાય છે. શરીરને પૂર્ણ ફાયદો મળે તે માટે આનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તે અતિ જરૂરી છે. સામાન્ય રીતે લોકો ભોજન કર્યા બાદ તરત જ ફળ ખાવાનુ પસંદ કરે છે. જે આરોગ્ય માટે યોગ્ય નથી.

જેથી ખોટા સમય પર ફળ ખાવાથી એસિડીટી, અને પેટ ફુલી જેવા જેવી બાબત બને છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે ફળને ખાતા પહેલા અને ખાધા બાદ તરત જ ખાવાથી ટાળવાની સલાહ તમામ લોકો આપે છે. ફળનો ઉપયોગ ખાવાના અડધા કલાક પહેલા અથવા તો અડધા કલાક બાદ કરવાથી પૂર્ણ ફાયદો થાય છે. સવારના સમયમાં ફળના પ્રયોગ આરોગ્ય માટે સૌથી શાનદાર રહે છે. સૌથી વધારે ફાયદો પણ મળે છે. અલબત્ત ખાટા ફળનો ઉપયોગ સવારના સમયમાં ટાળવામાં આવે તે જરૂરી છે. કારણ કે તેમાં એસિડીટી, ગેસની સમસ્યા વધી શકે છે.

જાણકાર નિષ્ણાંતો અને ડાયટિશિયન કહે છે કે ફળના યોગ્ય ઉપયોગ કરવાથી રાહત થાય છે. કોઇ પણ પ્રકારના સિઝનલ ફળ આરોગ્ય માટે વધારે ફાયદાકારક હોય છે. ભોજન અને ફળ ખાવા વચ્ચે નિયમિત રીતે ગેપ ખુબ જરૂરી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધારે પ્રમાણમાં ફળફળાદિ, શાકભાજી ખાવાથી બિમારી દૂર થાય છે. ડાયટને સંતુલિત રાખવામાં આવે તેવી રજૂઆત પણ આમાં કરવામાં આવી છે. આ અભ્યાસનાં તારણો બ્રિટિશ મેડિકલ જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ફળફળાદી, શાકભાજી વધારે પ્રમાણમાં ખાનાર વ્યક્તિમાં વૈશ્વિક સ્તરે સીવીડીથી મોતનો ઘટી જાય છે.

Share This Article