આધુનિક સમયમાં મોટા ભાગની માતાઓની ચિંતા એ રહે છે કે તમામ પ્રકારની કાળજી રાખવામાં આવતી હોવા છતાં તેમના નવજાત શિશુનુ વજન કેમ વધતુ નથી. નવજાત શિશુના ઓછા વજનને લઇને માતાઓ ચિંતાતુર રહે છે. આવી સ્થિતીમાં શિશુને માત્ર ખાવા પીવાને જોડીને જોવામાં આવે છે. પરંતુ વજન ન વધવા માટેના અન્ય કેટલાક કારણો પણ હોય છે. શિશુના શરીરમાં થતા નાના નાના ફેરફારથી પણ આ અંગે માહિતી મેળવી શકાય છે. શિશુ પુરતા પ્રમાણમાં ઉંઘ માણે છે કે કેમ, તે વધારે રડે છે કે કેમ જેવી બાબત પણ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.
જો આ પ્રકારના કોઇ લક્ષણ દેખાય છે તો તબીબોને મળીને તેમની સલાહ લેવાની જરૂર હોય છે જો તે વધારે પ્રમાણમાં રહે છે અને પુરતા પ્રમાણમાં ઉંઘ લેતો નથી તો તબીબ પાસે જવુ જોઇએ. સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત બાળકની ડાઇટને લઇને હોય છે. શિશુની ડાયટમાં એવી ચીજા સામેલ કરવી જોઇએ જે ચીજો વિટામિન અને મિનરલની કમી પુરી કરે છે. ડાઇટમાં ફેટ, પ્રોટીન, વિટામિનનુ સંતુલન જરૂરી હોય છે. ડાઇટમાં કઇ ચીજો હોવી જોઇએ તેવા માતાઓના પ્રશ્નના જવાબમાં તબીબો કહે છે કે ડાઇટમાં દાળ, કેળા, પીનટ બટરનો સમાવેશ કરવો જોઇએ. દાળમાં પ્રોટીન ખુબ વધારે પ્રમાણમાં હોય છે.
નાના બાળકોને દાળનુ પાણી ચોક્કસપણે આપવુ જોઇએ. જે શરીરમાં પાણી અને વિટામિનની કમીને પૂર્ણ કરે છે. કેળાની વાત કરવામાં આવે તો તે પણ ઉપયોગી છે. કેળાને એનર્જીના મજબુત સોર્સ તરીકે ગણવામાં આવે છે. દુધમાં મૈશ કરીને તેને બાળકોને આપવાથી નવજાત શિશુ અને બાળકોના વજનમાં વધારો થાય છે. સાથે સાથે તેમાં જરૂરી પ્રમાણમાં વિટામિન અને આયરન પણ હોય છે. પીનટ બટર પણ ઉપયોગી છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ફેટ, વિટામિન-બી, મેગ્નેશિયમ જેવા તત્વો ધરાવે છે. બાળકોના ગ્રોથ ધીમી ગતિથી થવા માટેના કારણમાં એક કારણ સાફ સફાઇ પણ હોય છે. જેમ જેમ બાળક મોટો થાય છે તે જમીનમાં ચાલવા લાગે છે. આવી સ્થિતીમાં ફર્શ સાફ ન થવાની સ્થિતીમાં તે બેક્ટિરિયાના સંપર્કમાં આવે છે. આ ઉપરાંત તે માટી, ચુના અને ચોક ખાવા લાગી જાય છે. શિશુમાં આ પ્રકારના લક્ષણ દેખાય તો જાણી શકાય કે તેમાં કેલ્શિયમની પણ કમી છે. બાળકોનુ વજન ન વધવા માટેનુ એક કારણ શરીરમાં પૌષક તત્વોની કમી પણ છે. શરીરમાં પૌષક તત્વો ન મળવાની સ્થિતીમાં તે કુપૌષણનો શિકાર થાય છે. આના કારણે શારરિક અને દિમાગી વિકાસની પ્રક્રિયા ધીમી પડી જાય છે. જા શિશુ છ મહિના અથવા તો તેનાથી ઓછી વયનો છે તો તેને દર બે કલાકમાં સ્તનપાનની જરૂર હોય છે. જો બાળક મોટો છે તો તેને દાળ, ખિચડી, ભાત, ફળ અને બિસ્કિટ આપી શકાય છે. તેને આવી ચીજા દર દોઢ કલાકમાં આપવામાં આવે તે જરૂરી છે. જો બાળક સમયસર જમે છે અને રમે છે તો પણ તેનુ વજન વધતુ નથી તો તેનો અર્થ તેના પેટમાં કીડા હોઇ શકે છે. કેટલીક વખત બાળકના પેટમાં કિડા હોવાના કારણે તેનુ વજન વધી શકતુ નથી. ખાસ બાબત એ છે કે આવા બાળકો પોતાની ડાઇટ પણ સારી લે છે. પરંતુ તેનુ વજન વધી શકતુ નથી. પેટમાં કિડા થઇ જવાની સ્થિતીમાં કેટલાક કિસ્સામાં બાળકનુ વજન વધી શકતુ નથી. કેટલાક બાળકો વધારે પ્રમાણમાં રડતા રહે છે.કેટલાક બાળકોને ખોળામાં રહેવાનુ વધારે પસંદ કરે છે. કેટલાક બાળકો જમીન પર રમવાનુ પસંદ કરે છે.
કેટલાક બાળકો એવા પણ હોય છે જે કોઇ પણ ચીજને મોમાં મુકી દે છે. વધારે પડતા રડનાર બાળકો પણ વજન વધારી શકતા નથી. પુરતા પ્રમાણમાં ઉંઘ પણ વજન વધારી દેવામાં ઉપયોગી સાબિત થાય છે. તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવમાં આવ્યું છે કે હોસ્પિટલમાં થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે ભારતમાં દર વર્ષે જન્મના પ્રથમ ચાર સપ્તાહમાં ૧૯૦૦૦૦ બાળકોના મોત થઇ જાય છે. અભ્યાસમાં ચોંકાવનારા તારણ સપાટી પર આવ્યા બાદ આરોગ્યને લઈને ભારતમાં નવજાત શિશુના મામલે ગંભીર ચિત્ર સપાટી પર આવ્યું છે. સેન્ટર ફોર ડીસીઝડાયનેમિક્સ ઈકોનોમિક્સ એન્ડ પોલિસી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આશરે ૧૦ લાખ ભારતીય નવજાત શિશુ દર વર્ષે લાઈફના પ્રથમ ચાર સપ્તાહમાં મૃત્યુ પામે છે. આ મોત પૈકી ૧૯૯૦૦૦ જેટલાં નવજાત શિશુના મોત બેક્ટેરિયલ ઈન્ફેક્શનનાં કારણે થાય છે. સેપ્સીસ અથવાતો બેક્ટેરિયલ ઈન્ફેક્શન સારવાર થઈ શકે તે પ્રકારનો રોગ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોસ્પિટલમાં લાગતા ઈન્ફેક્શનનાં કારણે થાય છે. પુખ્ત વયના લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવતાં કેટલાંક બાળકોનાં મોત થાય છે. યોગ્ય માર્ગદર્શન નહીં મળવાથી અથવા તો આડેધડ દવાનો ઉપયોગ કરવાથી બાળકોનાં મોત થાય છે. નવજાત શિશુ સામે કામ કરતાં બેક્ટેરિયાને અમે મજબૂત બનાવી દઈએ છીએ. નવજાત શિશુમાં રોગપ્રતિકારક શÂક્ત ખૂબ ઓછી રહે છે. આવા બાળકોને ખૂબજ સંભાળની જરૂર પડે છે. શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા સતત વધે તે દિશામાં શિશુને ડાઇટ આપવાની જરૂર હોય છે.