સૌથી મોટા ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાનું એક દીવ ભારતનું પહેલું યુનિયન ટેરિટરી બની ગયું છે જે 100 ટકા સોલાર એનર્જીથી ચાલતું હોય. છેલ્લા ત્રણ વર્ષમાં સોલાર પાવર જનરેશન મામલે દીવે ખાસ્સી પ્રોગ્રેસ કરી છે. 42 કિમી સ્ક્વેરફૂટમાં આવેલ દીવ એવું પહેલું કેન્દ્રસાશિત પ્રદેશ બની ગયું છે જ્યાં ડિમાન્ડના 100 ટકાથી પણ વધુ ઉર્જા સોલાર મારફતે જ મેળવવામાં આવી રહી છે. અહીં 50 એકરની જમીનમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. સોલાર પાવર જનરેટિંગ ફેસિલિટીઝ દ્વારા દીવ 13 મેગાવૉટ ઇલેક્ટિસિટી ઝનરેટ કરે છે. છત પર લગાવવામાં આવેલી સોલાર પેનલ દ્વારા અંદાજીત 3 મેગાવૉટ પાવર જનરેટ કરવામાં આવી રહ્યો છે જ્યારે સોલાર પ્લાન્ટમાંથી 10 મેગાવૉટ પાવર જનરેટ થઇ રહ્યો છે.
લાંબા સમયથી દીવના લોકો ગુજરાત સરકારની માલિકીની પાવર ગ્રીડથી લાઇટ મેળવતા હતા, જો કે સોલાર પ્લાન્ટ નખાવાથી પાવર ગ્રીડને મોટું નુકસાન થશે. સ્થાનિક પાવર કંપનીઓએ સોલાર પ્લાન્ટ દ્વારા વિજળી પેદા કરવાનું શરૂ કરતાની સાથે જ નોંધપાત્ર રીતે કેન્દ્રસાશિત પ્રદેશોના ઇલેક્ટ્રીક નુકસાનમાં ઘટાડો થયો છે. દમણ અને દીવ ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જીનિયર મિલિન્દ ઇંગ્લેએ કહ્યું કે, ‘દીવની વસતી માત્ર 56000ની છે. પાણી અને લાઇટ બાબતે આ પ્રદેશ ગુજરાત સરકાર પર નિર્ભર કરતો હતો. આ મર્યાદામાંથી બહાર નીકળવા માટે કેન્દ્રસાશિત પ્રદેશના એડમિનિસ્ટ્રેશને સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું હતું.’ આગળ કહ્યું કે, ‘દીવમાં 7 મેગાવૉટ વિજળીની માંગ હતી, હવે સોલાર પ્લાન્ટ દ્વારા જ દરરોજ 10.5 મેગાવૉટ વિજળી પેદા કરવામાં આવી રહી છે. જે વિજળીની ડિમાન્ડથી વધારે છે.’
સોલાર પ્લાન્ટને કારણે સ્થાનિકોને લાઇટ બીલ મામલે પણ રાહત મળશે. તેમના માસિક ચાર્જમાં 12 ટકા જેટલો ઘટાડો કરવામાં આવશે. પહેલાં 1-50 યૂનિટના સ્લેબ માટે યૂનિટદીઠ 1.20 રૂપિયા અને 50-100 યૂનિટ સ્લેબમાં યૂનિટદીઠ 1.50 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. જો કે દીવમાં પાવર પ્લાન્ટ મારફતે ઇલેક્ટ્રિસિટી ઝનરેટ થવા લાગી છે ત્યારે ગોવા અને યૂનિયન ટેરેટરિઝના જોઇન્ટ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનરે 0-50 યૂનિટવાળો સ્લેબ હટાવી કાઢ્યો છે. હવે તેમણે સ્લેબ રિવાઇઝ કરી 1-100 યૂનિટ પર યૂનિટદીઠ 1.01 ચાર્જ વસુલવાનું નક્કી કર્યું.